________________
જૈન કોસ્મોલોજી --------
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા _ 8 મુક્ત નહીં પણ ઋણ સ્મૃતિ... .. L® જેમણે મને અવ્યવહારરાશિનિગોદમાંથી બહાર કાઢીવ્યવહારરાશિમાં પ્રવેશ અપાવ્યો... એવાં સિદ્ધ ભગવંતોને
પ્રથમ નમસ્કાર કરું છું. જ જેમણે જન્મ આપી સુસંસ્કારોનું સિંચન કરી એક ઝાટકે પોતાનો મોહ છોડી મને પ્રવ્રજ્યા માટે અનુમતિ આપનાર
તેવા માતાશ્રી પવનબેન અને પિતાશ્રી ઓટરમલજીએ પણ મુજ ઉપર મહાન ઉપકાર કર્યો છે.. ચરમ તીર્થપતિ, આસનોપકારી શ્રી મહાવીરસ્વામીજી તથા અનંત લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીજી તેમજ શ્રી સુધમસ્વામીજી મહારાજાના મૃતવારસાનો વારસદાર બન્યો. સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા., ન્યાયવિશારદ પ. પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., મેવાડદેશોદ્ધારક પ. પૂ. આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. આ ત્રણે
મહાપુરુષોની સતત કૃપાદૃષ્ટિથી હું પાવન બન્યો. * સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મ. સા. ના પ્રસંગોપાત પ્રેરણાના
પાવન અમૃતાંજનથી હું અને મારી પ્રજ્ઞાચક્ષુ આજે આ ગ્રંથના સંપાદનને જોવામાં સમર્થ બની.. દીક્ષાના દિવ્ય મંદિરમાં આત્મા ભગવાનની પ્રતિષ્ઠા કરવાની અમૂલ્ય પ્રેરણા કરનારા પ.પૂ. દીક્ષા દાનેશ્વરી - યુવા જાગૃતિપ્રેરક આ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. કે જેઓશ્રીએ મુજ જેવા અજ્ઞાનીને અંગારાભર્યા આલમમાંથી ઉગારી, કલ્યાણની કેડી બતાવી, મતલબીઓના મોહમાંથી મુક્ત કરાવી... મને સંયમ સામ્રાજ્ય
ઉપર બેસવાની તક આપી અને એમની કૃપાથી જ હું આજે ચારિત્રધર બની શક્યો. E પ્રવચનપ્રભાવક, ષદર્શનનિષ્ણાત પ.પૂ. આ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા...જેઓશ્રીની અવસરોચિત
પ્રેરણા, પ્રોત્સાહન અને યોગ્ય યોગક્ષેમના બળે મુજ જેવા પામર પણ સંયમ ધર્મના અનેકાનેક યોગોને પૂર્ણ કરવામાં પરમ બન્યા... સિંહગર્જનાના સ્વામી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. ના શિષ્યરત્નપ.પૂ. તત્ત્વજ્ઞાનમનિષી પંન્યાસપ્રવર શ્રી મેઘદર્શનવિજયજી મસા.કે જેઓશ્રીએ જૈનશાસન + સંઘની ઘણી બધી જવાબદારીઓ માથે હોવા છતાં પ્રસ્તુત ગ્રંથનું નિઃસ્વાર્થભાવે સૂક્ષ્મતાપૂર્વક સંશોધન કર્યું અને પ્રસ્તુત ગ્રંથોદ્યાનને પ્રસ્તાવના દ્વારા
પલ્લવિત કર્યું. જ દીક્ષાના પ્રથમ દિવસથી જ જેઓએ મને ગ્રહણ તથા આસેવન શિક્ષા આપી સંયમપાલનને યોગ્ય કર્યો. તેમજ
અવસરોચિત મને તે તે કાળે ભણાવી ગણાવી તૈયાર કર્યો. એવા મોટા ભાઈ મ. સા. (ગુરુદેવશ્રી) પ. પૂ. મુનિરાજ શ્રી હીરરત્નવિજયજી મ. સા.ને પણ આજે કેમ ભુલાય...કે જેઓશ્રીની અપૂર્વ ઉદારતાના કારણે જ
આજે હું આ બધું કાર્ય કરવામાં સમર્થ બન્યો... જ પ. પૂ. સાધ્વીશ્રી ભવ્યજ્ઞરેખાશ્રીજી મ. સા. (બેન મ. સા.) ને પણ આજના દિવસે તો ન જ ભુલાય, કેમ કે
તેઓશ્રીની અવસરોચિત ટકોરના કારણે જ આજે હું સંયમરથમાં આરૂઢ થયેલ છું.... જ આ ગ્રંથમાં ભાષાકીય શુદ્ધિ કરનાર તેમજ આ ગ્રંથની આદેયતા વધે તે હેતુથી પોતાની અમૂલ્ય પ્રેરણા આપનાર
મુનિરાજ શ્રી અનંતસુંદરવિજયજી મ. સા. તેમજ પ્રોફેસર રમેશભાઈ બી. શાહ (સાબરમતી) ને પણ હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org