________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
વિષે અનેકવિષય સ્થાપના પ્રદર્શક યંત્ર.... (૯૪) પ-ઇન્દ્રિયો વિષે ભિન્ન ભિન્નવિષયોનું સ્થાપના યંત્ર.. (૯૫) ઋજુ અને વક્રગતિ.... (૯૬) સિદ્ધશિલા અને સિદ્ધાત્માઓ.. (૭) ૬ પ્રકારની પર્યાપ્તિ.... (૯૮) અજીવના ૫ સંસ્થાન અને જીવના ૬ સંસ્થાન. (૯૯) ૬ પ્રકારના સંઘયણ. (૧૦૦) ૬ લેશ્યાનું સ્વરુપ (૧૦૧) ૧૪ ગુણસ્થાનક એટલે જીવનો વિકાસક્રમ. (૧૦૨) કેવલી સમુદ્યાત... (૧૦૩) પુદ્ગલ (અજીવ)ના પ૩૦ ભેદ.. (૧૦૪) આઠ કર્મ એટલે શું?... (૧૦૫) અવસર્પિણી-ઉત્સર્પિણી કાળના ૬+ ૬ = ૧૨ આરાઓનું સ્વરુપ.. (૧૦૬) તપ (બાહ્ય અત્યંતર ૧૨ પ્રકારે...) (૧૦૭) અષ્ટાપદજી મહાતીર્થવિષે જાણવા જેવું... (૧૦૮) શું તમને ખબર છે, ભૂકંપ શા કારણે આવે છે?... (૪) PLEASE ONE MINUTE... વગેરે...
(પેજ નં. ૧૯૯ થી ૨૫૦..) ષષ્ઠમ વિભાગ - “જાણવા જેવી ભૂમિકા” જ આ વિભાગમાં આપ શું શું જોશો? તો ચાલો મિત્રો! એ પણ જાણી લઈએ.... તે જેમ કે (૧) જૈન માન્યતાનુસારે લોકવર્ણન., (૨) બૌદ્ધ મતાનુસારે વિશ્વવર્ણન, (૩) વૈદિક ધર્માનુસારે લોકવર્ણન, (૪) અગ્નિપુરાણના આધારે બ્રહ્માંડવર્ણન, (૫) પાતંજલ યોગશાસ્ત્ર અનુસારે લોકનું સ્વરુપ (૬) શ્રીમદ્ ભાગવતપુરાણના આધારે જંબુદ્વીપ, (૭) વૈજ્ઞાનિકોના મતાનુસારે આધુનિક વિશ્વ, (૮)પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી તેના ૧૦૧ પુરાવાઓ. (૯) ખ્રિસ્તી ધર્મ પણ પૃથ્વીને સપાટ માને છે..., (૧૦) શું ખરેખર પૃથ્વી ફરે છે?.. (૧૧)ના!પૃથ્વી ફરતી નથી, (૧૨) આધુનિક ભૂગોળ અને જૈનધર્મ, (૧૩) આજની ભૂગોળ-ખગોળ પર વિમર્શ..., (૧૪) જૈન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે ભિન્નતા (૧૫) “ભારતવર્ષ”નું નામકરણ, (૧૬) પલ્યોપમ અને સાગરોપમનું સ્વરુપ, (૧૭) પૃથ્વીના આકાર અને સ્થિરતા સંબંધી સુંદર સાહિત્યવર્ણન (૧૮) આ જાણવું છે તો આ વાંચો...વગેરે સુંદર લેખોનો વિશાળ સંગ્રહ “જાણવા જેવી ભૂમિકા” નામકછટ્ટાવિભાગમાં આપનિહાળશો...(પેજ નં. ૨૫૧ થી ૩૫૦.)
સપ્તમ વિભાગ- “પરિશિષ્ટ” ફ્રિ આ સપ્તમ વિભાગ “પરિશિષ્ટ” નામે છે, જેના બે વિભાગ પાડવામાં આવ્યા છે પહેલો પરિશિષ્ટ-૧.... અને બીજો પરિશિષ્ટ-૨
પરિશિષ્ટ-૧ ના વિભાગમાં જે આ ગ્રંથમાં આવતા ૧૦૮ વિષયોને ગુજરાતી ભાષામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે તેમાં જે જે સ્થાનોમાં શાસ્ત્રસંદર્ભપાઠો બતાવવાના છે તે તે સ્થાનોમાં નાના અક્ષરોમાં (ફોન્ટમાં) ૧-૨-૩-૪-૫-૬
વગેરે કરીને ગુજરાતી આંકડાઓ મૂકવામાં આવ્યા છે અને તેના શાસ્ત્રપાઠો પાછળ રહેલા સાતમાવિભાગ સ્વરુપ “પરિશિષ્ટ-૧)માં મૂકવામાં આવેલ છે જેમાં પ્રાયઃ ૧૧૬ જેટલા આગમ-પ્રકરણ વગેરે ગ્રંથોના પાઠોનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ તે તે ગ્રંથના નામ અને શ્લોકસંખ્યાદિ સાથે બતાવવાનો પ્રયત્ન કરેલ છે. (પેજ નં. ૩૫૧ થી ૪૧૬...) Lજે પરિશિષ્ટ-૨ ના વિભાગમાં સેંકડો હજારો વર્ષ જૂના જે હસ્તલિખિત ગ્રંથો/ તાડપત્રીય ગ્રંથો વગેરેમાંથી સમુદ્ધત કરેલ આ જ વિષયને લાગતા-વળગતાં પ્રાયઃ ૬૮ જેટલા ચિત્રોની પ્રતિકૃતિઓ પણ સમાવી લેવામાં આવી છે. જેથી પ્રાચીન ચિત્રકલાનો પણ રસાસ્વાદ માણી શકાય. તેમજ પારિભાષિક શબ્દોના અર્થ અને “જાણવા જેવી તારાતંબોલ નગરી” નામક એક લેખ છે કે જેમાં તારાતંબોલનગરીની આછેરી ઝલકને વર્ણવતો હૈદ્રાબાદનિવાસી શેઠ પદમશાના હાથે લખાયેલ પત્ર મૂકવામાં આવ્યો છે, વળી અંતે લોકસ્વરુપભાવનાની સજઝાય અને સહુથી છેલ્લે ગ્રંથની પૂર્ણાહૂતિ નિમિત્તે પ્રશસ્તિ મુકવામાં આવી છે.
(પેજ નં. ૪૧૭ થી ૪૮૨...)
36.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org