________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
અત્યારે યાદ કરું છું... કેમ કે તેઓશ્રીએ તો શુદ્ધિકરણ કરી અવિસ્મરણીય ઉપકાર કર્યો છે... તેમજ ગણિવર્ય શ્રી ધર્મતિલકવિજયજી મ. સા. દ્વારા પણ આ ગ્રંથમાં સુધારા-વધારા માટે કેટલાક અગત્યના સૂચનો વળી યોગ્ય માર્ગદર્શન મળ્યું છે.
呀
[
呀
[E
T
呀
“જાણવા જેવી ભૂમિકા’” નામક છઠ્ઠા વિભાગમાં પ. પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા. દ્વારા લખેલ ઘણા ખરા લેખોને સ્થાન મળ્યું છે, તેમાં મુખ્ય કારણ એક જ છે કે તેમના શિષ્ય પ. પૂ. શાસનપ્રભાવક આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ. સા.... તેમણે મને કહેવડાવ્યું કે ‘આ તો પરમાત્માનું શાસન છે અને તેમની વાણીની સત્યતા સર્વ જીવો સુધી પહોંચે માટે તમે નિઃસંકોચ અમારા સાહિત્યમાંથી જે પણ મેટર તમને યોગ્ય લાગે તે ખુશીથી લેજો.’ માટે એમનો પણ ઉપકાર આજે યાદ કરું છું.
એ જ પૂર્વોક્ત વાતને અનુસરતી એક વાત હજી યાદ આવે છે અને તે છે ‘સંગ્રહણીરત્નમ્' ના નામથી પ્રસિદ્ધ એવી બૃહત્સંગ્રહણીમાંથી પણ ઘણા ખરા પદાર્થો... આ ગ્રંથમાં લેવામાં આવ્યા છે માટે તેના વિવેચક એવા આ. શ્રી વિ. યશોદેવસૂરીશ્વરજી મ. સા.નું પણ કૃતજ્ઞતાપૂર્વક હું સ્મરણ કરું છું.
આધારગ્રંથોના સાક્ષીપાઠો માટેનો મુખ્ય આધારસ્તંભ શ્રી મહાવીરસ્વામી જૈન આરાધના કેન્દ્ર આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા) રહ્યું હતું. તેમજ અન્ય અન્ય પુસ્તકાદિમાં રહેલા ચિત્રોના સંકલન માટે મુખ્ય આધારસ્તંભ રુપે ‘ગીતાર્થ ગંગા’ સંસ્થા રહી હતી. તેથી તેમની આવી ઉત્કૃષ્ટ શ્રુતભક્તિ માટે હું ભૂરી ભૂરી અનુમોદના કરું છું.
આ ગ્રંથરત્ન દરેક ગચ્છ અને દરેક સંપ્રદાયમાં માન્ય બને તેમજ આ ગ્રંથની ઉપાદેયતા ચતુર્વિધ સંઘમાં વધે તે હેતુથી પોત-પોતાના અમૂલ્ય અભિપ્રાયઃ આપનાર એવા.. ગચ્છા. આ. જયઘોષસૂરિજી મ.સા., આ. ગુણરત્નસૂરિજી મ. સા., આ. જયસુંદરસૂરિજી મ. સા., આ. રશ્મિરત્નસૂરિજી મ. સા., પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સા., શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ, પંડિત શ્રી જગદીશભાઈ છોટાલાલ શાહ-સુરત, પંડિત શ્રી ધીરુભાઈ ડાહ્યાલાલ મહેતા - સુરત, ડો. સુધીરભાઈ શાહ -અમદાવાદ, ડૉ. જે. જે. રાવલ -મુંબઈ....ઇત્યાદિનો હું ખરેખર અંતરથી ઋણી છું.
સુશ્રાવક શ્રી અપૂર્વભાઈ કે જેઓ નવરંગ પ્રિન્ટર્સના માલિક છે તેઓશ્રી દ્વારા પણ ખૂબ જ ચીવટ પૂર્વક સમસ્ત ગ્રંથનું તેમજ ચિત્રનું વ્યવસ્થિત કાર્ય થયું છે, જેથી એમનું પણ આ ગ્રંથમાં અપૂર્વ યોગદાન છે.
વિશેષ એક વાત જણાવવાની છે કે ગ્રંથો / આગમોના અભ્યાસ દરમ્યાન તેમજ આ ગ્રંથના લખાણ દરમ્યાન કેટલાક વિષયો મને ખૂબ જ સુંદર અને સરળ શૈલીમાં રજૂઆતવાળા લાગ્યા હતા માટે આ ગ્રંથમાં કેટલાક વિષયો તે તે ગ્રંથમાંથી સીધા જ મૂકી દેવાયા છે.
આ ગ્રંથના લખાણ કરતાં જે કોઈ પણ આપણા ગ્રંથો / શાસ્ત્રો કે પુસ્તકો તેમજ ઇતર એવા વેદ/પુરાણાદિ ગ્રંથોની સહાય લીધી છે, વળી ચિત્રો માટે જે જે પુસ્તકોનો આધાર લીધો છે તે તમામે તમામનો નામોલ્લેખ તે તે વિષયોની શરુઆતમાં રહેલા આધારગ્રંથોમાંહે કરેલ છે, તે છતાં જો છદ્મસ્થતાના વશથી બાકી રહી ગયા હોય તો હૃદયથી ક્ષમાપ્રાર્થુ છું.
આ ગ્રંથ સંપાદનમાં નામી / અનામી સર્વવ્યક્તિઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યમાં મદદરુપ બન્યા છે તેઓનો પણ હું ખરેખર હૃદયથી ઋણી છું.
38
Jain Education International
For Private & Personal Use Only
ગુરુગુણરશ્મિહીરપાદપદ્મરેણુ મુનિ ચારિત્રરત્નવિજય...
www.jainelibrary.org