________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા આ રીતિએ સ્પષ્ટપૃષ્ટ આકાશ પ્રદેશો બે પ્રકારના થયા. એક સ્પર્શેલા અને બીજા નહિ સ્પર્શેલા, બન્ને પ્રકારના આકાશપ્રદેશોમાંથી પ્રતિ સમયે સ્પષ્ટ અને અસ્પષ્ટ આકાશ પ્રદેશને અપહરતાં જ્યારે પત્ય તે જ્ઞાનીની દૃષ્ટિએ સ્પષ્ટપૃષ્ટ અને પ્રકારના આકાશ પ્રદેશોથી નિઃશેષ (ખાલી) થઈ જાય ત્યારે “સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ” થાય છે.
જો કે અહીં વાલાઝોના અસંખ્યવાર ખંડ કરવાનું કંઈ પણ પ્રયોજન નથી. કારણ કે તે પ્રમાણે ખંડો કરવાથી પલ્યમાં વર્તતા આકાશ પ્રદેશો વધવાના નથી. તે નહિ કરે તો કંઈ ઘટવાના નથી, પરંતુ પ્રવચન સારોદ્ધારવૃત્તિ વગેરે ગ્રંથોમાં જે કથન પદ્ધતિ સ્વીકારેલ છે, તેને જ હું પણ અનુસર્યો છું.
અહીં વાતાગ્ર ભરવાનું જણાવ્યા પ્રમાણે તો કંઈ પણ પ્રયોજન નથી. કારણ કે આખા પલ્પમાં રહેલા સર્વઆકાશ પ્રદેશોને એકંદરે તો કાઢવાના જ છે. છતાં વાલાઝોમાં અસંખ્યાતા ખંડ કરવા સાથે ભરવાનું શું કારણ? એ શંકાના સમાધાનમાં સમજવાનું છે કે જે દૃષ્ટિવાદ નામના બારમાં સૂત્રાંગમાં કેટલાક દ્રવ્ય પ્રમાણો સ્પષ્ટ આકાશ પ્રદેશોથી કેટલાક એક માત્ર અસ્પષ્ટ આકાશ પ્રદેશોથી અને કેટલાએક પૃષ્ટાસ્કૃષ્ટ આકાશ પ્રદેશોથી એમ ત્રણ રીતિએ અપાતા હોવાથી ત્રણેય રીતિએ કાલનું માને સમજવા સારું ઉક્ત પ્રરૂપણ કરેલ છે.૧૩
પ્રશ્ન એ પલ્યમાં રહેલા વાલાઝો એવી રીતે નિબિડ ભરેલા હોય છે કે ચક્રવર્તીનું સંપૂર્ણ સૈન્ય કદાચ એકવાર ચાલ્યું જાય તો પણ તે વાલાઝો જરા પણ દબાઈ શકે નહિ, ત્યારે એવા પલ્યમાં પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો સંભવી શકે?
ઉત્તર : હા ! આ પલ્યમાં રહેલા રોમખંડો ખરેખર તેવા ખીચોખીચ ભરેલા હોય તો પણ તે રોમખંડો ઔદારિક વર્ગણાના હોવાથી એવા બાદર પરિણામવાળા છે કે જેથી તે સ્કંધ એવા પ્રકારનો ઘન પરિણામી હોઈ શકતો નથી કે જે સ્કંધ સ્થાનવર્સી આકાશપ્રદેશોમાં વ્યાવૃત્ત (વ્યાખ) થઈ જાય તેથી દરેક વાલાઝ અનેક છિદ્રવાળા છે. તે છિદ્રોમાં પણ આકાશપ્રદેશને અસ્પૃષ્ટ હોય છે. કોઈ પણ ઔદારિકાદિ શરીરસ્કંધના અવયવો સર્વથી નિચ્છિદ્રકો થતા નથી એ કારણથી સ્પષ્ટ કરતાં અસ્પષ્ટ આકાશપ્રદેશો અસંખ્ય ગુણ પણ સંભવી શકે છે. બીજું રોમખંડો જયારે બાદર પરિણામી છે ત્યારે આકાશપ્રદેશો તો અતિ સૂક્ષ્મ પરિણામી અને અરૂપી છે. આથી બાદર પરિણામવાળી વસ્તુમાં અતિ સૂક્ષ્મ પરિણામી અસ્પષ્ટ આકાશપ્રદેશો સંભવે તેમાં કોઈ પણ પ્રકારનો વિસંવાદ છે જ નહી...
એક બાહ્ય દાખલો લઈએ તો સમજી શકાશે કે કોળા વડે ભરેલી કોઠીમાં પરસ્પર પોલાણ રહેલું હોય છે અને તે પોલાણમાં બીજોરાનાં ઘણાં ફળો સમાઈ શકે છે. એ બીજોરાના વર્તતા પોલાણમાં હરડે રહી શકે છે. હરડેના પોલાણના ભાગોમાં ચણીબોર રહી શકે છે. બોરની પોલાણમાં ચણા રહી શકે છે. ચણાના આંતરામાં તલ, તેના આંતરામાં સરસવાદિ સૂક્ષ્મ સૂક્ષ્મતર વસ્તુઓ સમાઈ શકે છે. તો પછી એક અતિ
(૧૩) તે માટે જુઓ... બૃહત્સંગ્રહણી - અનુયોગદ્વાર સૂત્ર તથા પંચમ કર્મગ્રંથ વગેરેની વૃત્તિ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org