________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા સૂક્ષ્મ પરિણામી આકાશ પ્રદેશો વાલાઝથી ભરેલા પ્યાલામાં અસ્પષ્ટપણે રહે તે કેમ ન સંભવી શકે ?૧૪
બીજું ઉદાહરણ લઈએ તો સ્થલ દષ્ટિએ અત્યંત ઘન-નક્કર એવા ખંભમાં પણ સેંકડો ખીલીઓના સમાવેશ ખુશીથી થઈ શકે - તો પછી આ પલ્યમાં અસ્પષ્ટ આકાશપ્રદેશોનો સદ્ભાવ કઈ રીતિએ ન સંભવી શકે? અર્થાતુ સંભવે જ.
આવા ૧૦ કોડાકોડી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમે ૧ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ તથા સાગરોપમ, બાદર ક્ષેત્ર પલ્યોપમ તથા સાગરોપમથી અસંખ્યગુણ પ્રમાણવાળા છે. આ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમ ત્રસાદિ એટલે હાલતા ચાલતા જીવોનું પરિણામ દર્શાવવામાં ઉપયોગી થાય છે.
I રૂતિ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમન્વ રુપમ્ | // એ પ્રમાણે પલ્યોપમ-સાગરોપમનું વિવરણ સમાપ્ત થયું II
(“સંગ્રહણીરત્ન” માંથી સાભાર....)
(१४) तत्थ णं चोअए पण्णवर्ग एवं वयासी-अस्थि णं तस्स पल्लस्स आगास-पएसा जे णं तेहि वालग्गेहिं अणाप्फुण्णा ? हंता अस्थि, जहा को दिटुंतो? से जहाणामणाए कोट्टए सिया कोहंडाणं भरिए तत्थ णं माउलिंग पक्खित्ता ते वि माया, तत्थ णं बिल्ला पक्खित्ता तेवि माया, तत्थ णं आमलगा पक्खित्ता तेवि माया, तत्थ णं बयरा पक्खित्ता तेवि माया, तत्थं णं चणगा पक्खित्ता तेवि माया, तत्थ णं (मुग्गा) य पक्खित्ता तेवि माया, तत्थं णं गंगावालुआ पक्खित्ता सा वि माया, एवमेवं एएणं दिटुंत्तेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा जे णं तेहिं वालग्गेहिं अणाप्फुण्णा इति ।।
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની સંક્ષિપ્ત વ્યાખ્યા..
તેની ધર્માચરણથી જ સાર્થકતા... જુદાં-જુદાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વિષે વિસ્તારપૂર્વક વિગતવાર હકીકતો એકઠી કરી સિદ્ધાંતો નક્કી કરનાર શાસ્ત્રો વિજ્ઞાનરૂપ કહેવાય છે અને તે સમગ્ર વિજ્ઞાનોનું એકીકરણ કરી પરસ્પર સંબંધો નક્કી કરી આખા વિશ્વની સાથે પરસ્પરનો મેળ બેસાડી આપનાર શાસ્ત્ર તત્ત્વજ્ઞાન કહેવાય છે. બંને વચ્ચેનો આ ભેદ બરાબર ધ્યાનમાં રાખવા જેવો છે.
ધર્મજ્ઞાન એટલે અધ્યાત્મ-શાસ્ત્ર. એdવજ્ઞાનશાસ્ત્રનું એક મોટું અંગ છે, પણ ધર્માચરણનું તત્ત્વજ્ઞાન એ પેટા અંગ છે. ધર્મજ્ઞાન સમજીએ તો ધર્મનું અને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન વચ્ચે આવી જાય છે, પરંતુ ધર્મના આચરણ પ્રસંગે તત્ત્વજ્ઞાન માત્ર સ્થિરતા અને પ્રગતિ માટે ઉપયોગી થાય છે. તેથી તે ધર્માચરણનું એક અંગબને છે. તત્ત્વજ્ઞાનના સારનો અમલ કરવા ધર્માચરણ જ ઉપયોગી છે.
ધર્મ એ મહાન પ્રગતિમાર્ગમાં પ્રમાણરૂપ ક્રિયાત્મક એક વસ્તુ છે કે જે જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, અને તત્ત્વજ્ઞાન માત્ર જ્ઞાન સ્વરૂપ છે, જે સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ છે, પરંતુ ધર્માચરણથી તેનો બીજો નંબર છે. જેવી રીતે યોગશાસ્ત્ર વાંચવા માત્રથી યોગની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તેવી જ રીતે અધ્યાત્મશાસ્ત્ર કે તત્ત્વજ્ઞાનશાસ્ત્ર પણ જાણવામાત્રથી ધર્મવિષે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી તત્ત્વજ્ઞાન અને ધર્મની અત્યંત નજીકનું અધ્યાત્મશાસ્ત્ર જિંદગીભર વિચાર્યા કરે તો પણ ધર્માચરણથી થતો જીવનવિકાસ તેથી થવાનો સંભવ નથી. કેમ કે, તત્ત્વજ્ઞાન વિચારનારને પણ કોઈને કોઈ વખત ધર્માચરણ તો કરવું જ પડશે.”
(આત્માનંદ પ્રકાશ-પુ. ૩૦, પૃ. ૨૯૦)
ન ૩૪૭)
૩૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org