________________
i
-
-
-
-
-
EST
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા (૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ પૂર્વ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના પ્રસંગે પ્રત્યેક બાદર રોમખંડના જેવી રીતે અસંખ્યાતા અસંખ્યાતા ખંડો કહ્યા હતા. તે જ પ્રમાણે અહીં પણ કલ્પવા (પલ્યપ્રમાણ પૂર્વવત્ સમજવું) કલ્પીને પ્રતિ સમયે નહિ કાઢતાં ૧૦૦-૧૦૦વર્ષે ૧-૧ વાલાઝ કાઢવો, કાઢતાં-કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય ત્યારે એક “સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ” થાય છે.
આવા ૧૦ કોડાકોડી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમે એક સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ અથવા સાગરોપમ વડે નરક વગેરે ચારે ગતિના જીવોની આયુ સ્થિતિ (ભવસ્થિતિ) તથા જીવોની સ્વકાય સ્થિતિઓ વગેરે મપાય છે.
॥ इति सूक्ष्म अद्धा पल्योपमम् ॥
(૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ પૂર્વે જે માપના વાલાઝો સાત વાર, આઠ આઠ ખંડ કરવા દ્વારા કૂવો ભરેલો છે તે જ પલ્યમાં રહેલા પ્રત્યેક રોમખંડોમાં અસંખ્ય અસંખ્ય આકાશ પ્રદેશો અંદર અને બાહરથી પણ સ્પર્શીને રહેલા છે અને અસ્પર્શીને પણ રહેલા છે. તેમાં સ્પશને રહેલા આકાશ પ્રદેશો કરતાં નહિ સ્પર્શેલા આકાશ પ્રદેશો અસંખ્યાતગણી છે તે વાતાગ્રોથી સ્પષ્ટ બદ્ધ આકાશ પ્રદેશોને પ્રત્યેક સમયે એકેક બહાર કાઢીએ, કાઢતાં કાઢતાં સ્પર્શેલા સર્વ આકાશ પ્રદેશો જ્યારે ખાલી થાય ત્યારે તેટલો કાળ બાદર ક્ષેત્રપલ્યોપમ કહેવાય છે. આ પલ્યોપમ અસંખ્ય કાળચક્રો પ્રમાણ હોય છે.
આવા ૧૦કોડાકોડી બાદર ક્ષેત્ર પલ્યોપમ =૧ બાદર ક્ષેત્ર સાગરોપમ થાય છે. આ બાદર પલ્યોપમ - સાગરોપમના કથનનું પ્રયોજન સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ સમજવા માટે જ છે.
Imતિ વીર ક્ષેત્ર પલ્યોપમન્ |
(૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ સૂક્ષ્મ બાદર ક્ષેત્ર પલ્યોપમ પ્રસંગે જેવા પ્રકારના વાલીગ્રોથી ઉક્ત પ્રમાણ પત્ય ભરેલ છે તેવી જ રીતિએ ભરેલા પલ્યમાં પ્રત્યેક રોમખંડોની અંદર સ્પર્શેલા કે નહિ સ્પર્શેલા આકાશ પ્રદેશોનું વિવરણ કરેલ હતું. ચાલુ પ્રસંગે વિશેષ એટલું સમજવું કે વાલાઝો એટલા તો ખીચોખીચ ભરેલા છે કે પ્રચંડ વાયુથી પણ ઊડી શકે નહિ. તો પણ અગાધ જ્ઞાન દૃષ્ટિવાળા ત્રિકાલદર્શી પુરુષોને જે યથાર્થ દેખાયું, તે યથાર્થ પ્રકાશ્ય છે. નિબિડ રીતે ભરેલા અને અસંખ્યવાર ખંડિત કરી કલ્પેલા એ વાલાસ્ત્રોમાં પણ એક વાલાઝથી બીજો વાલાઝ, બીજાથી ત્રીજો એમ સર્વના આંતરામાં અસંખ્ય આકાશ પ્રદેશો રહેલા છે. એથી ખરી રીતે જોવા જઈએ તો સ્પષ્ટ કરતાં અસ્પષ્ટ આકાશ પ્રદેશો ઘણા (અસંખ્યાત ગુણા) મળી આવે. (૧૨) જે માટે કહ્યું છે કે - “સ્ટિં સુમબદ્ધાપત્તવમસરોવમેક્ટિ રચિયતવિમવનોય-મજુથવા માંડયારું મવિનંતિ” તિ I
૩૪૫)
૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org