________________
જૈન કોસ્મોલોજી ----------
----------------------------------- સુરેશ કથિત વિશ્વ વ્યવસ્થા કે તમારો ગ્રંથ મળ્યો.. વાંચ્યો... બહુ જ ગમ્યો.. સર્વજ્ઞ કથિત સુંદર રસથાળનો સંગ્રહ એટલે JAIN. cosMOLOGY. આમાં ૩૦૦ જેટલા ફોટોચિત્ર-ડાયાગ્રામઆપી સમજણને ખુબ જ સરળ બનાવી દીધી છે. તે માટે ધન્યવાદ..! આવા સુંદર તત્ત્વોનો સંગ્રહ ગ્રંથ એટલે “સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા” ખરેખર જૈન પાઠશાળાનાં દરેક સ્થળોમાં આ ગ્રંથ પંડિતો દ્વારા ભણાવવો જોઇએ. આ ગ્રંથ ગુજરાતી ભાષામાં છે હવે હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં પણ બનાવવો જોઇએ જેથી ગુજરાત ઉપરાંત વિશાળ હિન્દી ભાષી સંઘોને પણ વિશ્વરચનાનો બોધ થાય એ દ્વારા જ્ઞાનવૃદ્ધિ થઈ જૈનશાસન પર અહોભાવ-બહુમાનભાવ વધે.તેમજ આ ગ્રંથરત્ન પર લેખિત પરીક્ષાઓ લેવા દ્વારા પણ જૈનસંઘનેતત્ત્વજ્ઞાનથી જ્ઞાનસમૃદ્ધ કરવા જેવો છે. આ ગ્રંથના પઠન-પાઠન દ્વારા ભવ્યજીવો ધર્મધ્યાન ધ્યાવે તેમજ આત્માના પર્યાયોને નિર્મલ વિશુદ્ધ બનાવી સર્વજ્ઞ પરમાત્મા પર બહુમાનભાવ વધારે તેવી અંતરની અભિલાષા... ફરીથી નાની ઉંમરમ્પર્યાયમાં આવા મોટા ગ્રંથરત્નનું સર્જન કરવા બદલ મુનિરાજશ્રીને શતશઃ અભિનંદન...
૫. પૂ.પં. ભુવનસુંદરવિજયજી, પં. ગુણસુંદરવિજયજી મ. સા. જ સાદર વંદના.... સુખશાતામાં હશો.. જેને જોતાની સાથે જ નજર નાચી ઉઠે, હૈયુ હરખી ઉઠે, ચિત્ત ચમત્કૃત બની ઉઠે અને ઉરમાં ઉત્સવ રચાય. તેવું અદ્ભુત સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું મળ્યું જેનું નામ“સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા....” તમારા નૈષ્ઠિક પરિશ્રમને લાખ લાખ ધન્યવાદ.. તમારી શ્રુત સાધનાને લાખ લાખ નમસ્કાર... એક જ ગ્રંથ દ્વારા જૈનધર્મના પ્રાથમિક તત્ત્વજ્ઞાનનો પુષ્કળ બોધ ખુબ સરળતાથી અને સહજતાથી મળી જાય તેવું ભવ્ય સર્જન થયું છે કે જે જિજ્ઞાસુઓને અત્યંત ઉપયોગી અને અત્યંત ઉપકારક નીવડશે...આવા સુંદર અને લોકભોગ્યગ્રંથો સર્જન કરતા રહો... તેવા શુભાશિષ..
પ.પૂ.પં. શ્રીમુક્તિવલ્લભવિજયજી મ. સા. જ આપના દ્વારા પ્રકાશિત થયેલ “JAIN COSMOLOGY” ગ્રંથરત્ન મળ્યો. ખરેખર ગ્રંથ જોતા એમ લાગે છે કે અથાગ પરિશ્રમકરીને તમે આ ગ્રંથનું સર્જન કર્યું છે. સમગ્ર વિશ્વના ઢગલાબંધ લોકો અનેકવિધ આવિષ્કાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ.... આપનો આ આવિષ્કાર પ્રશંસનીય છે. વિશ્વની પ્રજા જ્યારે વિજ્ઞાનના રવાડે ચડીને અજ્ઞાનતામાં રાચી રહી છે ત્યારે જૈનધર્મની ભૂગોળ દ્વારા શાસ્ત્રસાપેક્ષ તમે જે માહિતી પૂરી પાડી છે તેના દ્વારા અનેક લોકો સત્યના પંથે પ્રયાણ કરશે. પુનઃ પુનઃ આવા સર્જન કરીને આપની શક્તિપ્રભુના માર્ગમાં અવિરતપણે વપરાયા કરે એવી શાસનદેવતાઓને પ્રાથના કરું છું.
- પ. પૂ.પં. શ્રીપપ્રદર્શનવિજયજી મ. સા. જ આપશ્રીના દ્વારા સંપાદિત પ્રકાશિત થયેલ “સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા” ગ્રંથના વિમોચન પ્રસંગે નારણપુરા (અમ.) જવાનું થયું. ગ્રંથ જોયો. ઉછળતા વૈરાગ્ય સભર સંયમ અંગીકાર કરી વિશિષ્ટ ગુરુકૃપા મેળવી ખુબ જ મહેનત કરી આ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થાને વ્યવસ્થિત માળખામાં ગોઠવી તેમજ સરળ ભાષામાં પ્રસ્તૃત કરી અલ્પવય અને અલ્પ દીક્ષાપર્યાયમાં ઘણું મોટું કાર્ય કર્યું છે. વળી આજની ભટકેલી યુવાપેઢી માટે ખરેખર આ ગ્રંથ એક ભોમીયાની ગરજ સારશે.
- પ. પૂ.પં.શ્રીમુનિશરત્નવિજયજી મ. સા.
( 33 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org