SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા જવાની પેરવી કરતા રહ્યા. બીજી બાજુ પ્રજામાં “અમે તમારા ધર્મમાં જરા પણ ડખલ નહીં કરીએ.’” એમ વિશ્વાસ પમાડવા ઈ.સ. ૧૮૫૭નાં વિપ્લવ બાદ ઢંઢેરો જાહેર કરીને શિક્ષણ ક્ષેત્રમાં લોર્ડ મેકોલેની નીતિ પ્રમાણે વિવિધ શિક્ષણ આપવાના નામે તેઓએ પોતે ઘડી કાઢેલા કલ્પનામય વિકૃત અસત્યોનો સુગર ક્વોટેડ પોઈઝનની પદ્ધતિએ વિદ્યાર્થીઓના માનસમાં પ્રચાર કર્યો. આવી રીતે ભારતીય સંસ્કૃતિનાં સત્યોનું અવમૂલ્યન કરી ભારતીય પ્રજાના માનસમાં તે સંબંધી વિકૃત છાપ ઉપજાવી નવી પ્રજાને સાંસ્કૃતિક અસ્મિતાથી વંચિત રાખવા માટે જાણી જોઈને તેઓએ વિરૂપ અસત્યો શિક્ષણમાં વિવિધ રીતે પેસાડયાં છે જેનું ફળ આપણે આજે અનુભવીએ છીએ. ઉદા. તરીકે ભૂગોળની વર્તમાન ધારણાઓના પાયામાં “પૃથ્વી ગોળ છે, અદ્ધર આકાશમાં લટકતો ગોળો છે, સૂર્યમણ્ડલનો ગ્રહ છે અને તે સૂર્યની આસપાસ બીજા ગ્રહોની જેમ ફરે છે,’’ ઈત્યાદિ...વાતો પ્રચાર બળે જામી પડી છે. ખરી રીતે વિચારતાં આ વાત વિદેશીઓએ જાણી જોઈને નાસ્તિકવાદના પાયા મજબૂત કરવા માટે કેવળ કલ્પના અને અડસટ્ટા ઉપર નિર્ભર બનીને ઉપજાવેલી છે. કેમ કે આજે પ્રયોગ દ્વારા પૃથ્વી ગોળ કે ફરતી હોવાની એક પણ બાબત તર્કશુદ્ધ ટકતી નથી. તેથી આધુનિક ભૂગોળની માન્યતાઓ સામે જૈનધર્મનાં નક્કર સત્યો દીવાદાંડી રૂપ કે લાલબત્તી રૂપ છે. વિજ્ઞાનવાદીનો આશ્રય લઈને નાસ્તિકવાદમાં પરિણમનારી આજની ભૌગોલિક બાબતો હકીકતમાં નક્કર નથી. આ વાત ઊંડી સમજણના પરિણામે સમજાય તેવી છે. એટલે આપણે એ વિચારવાનું છે કે જો પૃથ્વી અદ્ધર આકાશમાં લટકતો સૂર્યમાળાનો ગ્રહ જ હોય અને તે સૂર્યની આસપાસ કલાકના ૧,૧૦૦ માઈલ (દૈનિક ગતિ), ૬૬,૦૦૦ માઈલ (વાર્ષિક ગતિ) થી અને ૭,૨૦,૦૦૦ માઈલ (સૂર્યની ગ્રહમાળા સાથે પોતાની ગતિ) થી ઝપાટાબંધ ફરતો હોય તો પછી પુનર્જન્મ, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરે એ બધું હંબગ જ ને ! અને જો તેમજ હોય તો પુણ્ય પાપ કે ધર્મ અધર્મ કે આત્મા પરમાત્મા જે કે ભારતીય – સંસ્કૃતિના તાણાવાણા રૂપ છે તે બધું અશ્રદ્ધેય થયું ને...! આ રીતે વિદેશીઓએ ડબલ સોગઠી મારી કે શિક્ષણ - ક્ષેત્રે પોતાની મન-ઘડંત રીતિ રિવાજો + નીતિ અપનાવી પોતાની રાજસત્તાનો પગદંડો મજબૂત કર્યો અને પ્રજાના માનસમાંથી પ્રાણ પ્રિય સંસ્કૃતિને ભૂસવાની કુચેષ્ટા કરી જેમાં કાળ બળે પાશ્ચાત્યો ઘણે ખરે અંશે ફાવ્યા હોય, તેમ અત્યારે લાગે છે. આ રીતે ‘આધુનિક ભૂગોળ” એ ખરેખર ધર્મ સંસ્કૃતિના પાયાને હચમચાવવા માટે કાતિલ સુરંગના જેવી બીજી ઘણી વસ્તુઓની જેમ વિષમ અનર્થંકર વસ્તુ છે. સુજ્ઞ વિવેકી જનતાએ ખૂબ જ વ્યવસ્થિત પણે ભારતીય સંસ્કૃતિનાં તત્ત્વોનો માર્મિક પરિચય મેળવી, જગતનાં પ્રાણીમાત્રનું હિત જેમાં સમાયેલું છે તેવી સર્વ હિતકર આર્ય-સંસ્કૃતિના પાયાને સુદઢ રીતે ટકાવવા વિવિધ પ્રયત્નો કરી વર્તમાનની ભૂગોળની ભ્રામક માન્યતાઓને ઝીણવટથી તપાસી સત્ય તત્ત્વને જાહેરમાં આણવા પ્રયત્ન કરવો જોઈએ. (“તત્ત્વજ્ઞાન સ્મરિકા’માંથી સાભાર...) Jain Education International For Private & Personal Use Only ૩૩૫ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy