________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ૧૨. આઘુનિક ભૂગોળ અને જૈનધર્મ...
લે. પ.પૂ. આ.શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મ.સા. જ ખરેખર જૈનધર્મમાં જીવનનાં બધાં જ અંગોને સ્પર્શનારાં તત્ત્વોની યથાર્થ વ્યાખ્યા આવે છે. શિક્ષણના ક્ષેત્રે કેટલું? અને શું ઉપયોગી છે? તે વાત પણ જૈનધર્મો સફળ રીતે વિચારી છે. ભારતીય સંસ્કૃતિના મહત્ત્વને નહિ પિછાણનારાઓ એમ કદાચ બોલી દેતા હોય કે....“શું ધર્મ તે વળી દુન્યવી બાબતોમાં માથું મારતો હશે? શું ભણવું? શું ન ભણવું? એમાં તો વ્યવહાર દૃષ્ટિએ જે અર્થોપાર્જન માટે વધુ ઉપયોગી જણાય, તેવું જ્ઞાન ઉપયોગી માની શકાય, તેમાં વળી ધર્મનું નિયંત્રણ કેમ સંગત થાય ?”
પરંતુ સૂક્ષ્મ રીતે ઊંડાણથી વિચારતાં – “ધર્મ એટલે જીવન જીવવાની આદર્શ પદ્ધતિ” એમ સમજાય છે ... આ અર્થ યોગ્ય રીતે વિચારતાં જીવન જીવવા માટે વ્યવહારિક રીતે જરૂરી લાગતા પદાર્થો જો યથોચિતપણે ન મેળવાય તો શક્તિનો દુર્વ્યય કેમ અટકે ? ખરેખર શક્તિનો દુર્વ્યય ન થાય એજ ધર્મનું પ્રધાન રહસ્ય છે. આ દૃષ્ટિએ વર્તમાનકાળે જે પણ શિક્ષણ અપાઈ કે લેવાઈ રહ્યું છે તેમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ માનવ જીવનને અનિષ્ટ રીતે ધક્કો પહોંચાડનાર જે તત્ત્વો હોય છે, તે સામે લાલબત્તી ધરવી એ પણ ધર્મનું અવસરોચિત કર્તવ્ય બની રહે છે.
તેથી સ્કૂલો, વિદ્યાલયો અને કોલેજો વગેરેમાં જે રીતે વિજ્ઞાન, ઈતિહાસ, અર્થકારણ, રાજકારણ, કૃષિવિદ્યા, વાણિજ્ય શાસ્ત્રાદિની અધકચરી અને ભ્રામક બિનાઓ વિદેશીઓએ પોતાના મલિન -સ્વાર્થની સિદ્ધિ માટે ગોઠવી રાખેલી નીતિને અનુરૂપ પુસ્તકો આદિ આધારે શિખવાડાય છે. આ જ રીતે વિકૃત અને કલ્પનામય પાયા ઉપર ગોઠવાયેલ ભૂગોળનો વિષય પણ કુમળા માનસવાળા બાળકોના મગજમાં પાંચમા ધોરણથી ઠસાવવામાં આવે છે. જેનાથી પરિણામે હાઈસ્કૂલ કે કોલેજનું અધ્યયન પૂરું થતાં તે વિદ્યાર્થી ધર્મ અને તે જ ધર્મના અનુષ્ઠાનો તરફ અનાદરવાળો અને છૂપી રીતે અંદરખાને) પણ તે બધું બગ કલ્પનામય માનતો થઈ જાય છે.
આ પરિસ્થિતિના સર્જનના પ્રતાપે “ધર્મમાં વિશ્વાસ ન રાખવો એ એક જાતની સિવિલાઈઝેશન કે નવી ફેશનનો નમૂનો બની રહ્યો છે. જે નમૂનાનો માલ લગભગ બધા શિક્ષિતો પાસે ઓછો કે વધારે ગુપ્ત કે જાહેર હોય જ છે...! તેથી જરા વિચારવાની જરૂર છે કે હકીકતમાં ધર્મ એ શું વહેમનો ભંડાર છે? ધર્મ એ શું કલ્પનાસૃષ્ટિની ચીજ છે?
વાત એ છે કે ભારતમાં શક, મુસલમાનાદિ ઘણા વિદેશીઓના આક્રમણો આવ્યાં. વળી તેઓ સ્કૂલ પ્રમાણમાં સંપત્તિ પણ લૂંટી ગયા. તેમજ કતલ કરીને સ્થૂલ પ્રાણીઓનો પણ નાશ કર્યો. પરંતુ પ્રજાની નસેનસમાં ઝણઝણી રહેલું, સાંસ્કૃતિક ખમીર તેવું જ બબ્બે આવા અત્યાચારોથી વધુ પ્રબળપણે ટકી રહ્યું.... પરિણામે ગમે તેવી પ્રબળ વિદેશી સત્તાને છેવટે અહીંથી ઊપડી જવું પડ્યું કોઈ સ્થિર ન થઈ શક્યું.
પાશ્વાત્યોએ આ વસ્તુનો ખૂબ વ્યવસ્થિત અભ્યાસ કરી પોતાની સત્તાને ચિરસ્થાઈ બનાવવા શરૂઆતમાં એલચી રૂપે, પછી વ્યાપારી કંપની રૂપે, તેમાંથી પચાવી પાડનાર સત્તાધીશરૂપે, છેવટે સર્વસત્તાધીશો બની
૩૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org