________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ૧૧. ના ! પૃથ્વી ફરતી નથી.
લે. સ્વામી સ્વરૂપાનંદ
(સાલવી પાડો - પાટણ (ઉ.ગુ.)) (૧) જૈન શાસ્ત્રોના આધારે (A) જૈનાગમ “સૂર્યપ્રજ્ઞપ્તિ” ના સૂત્રમાં સૂર્યની ગતિનું સ્પષ્ટ પ્રમાણ મળે છે. તે જેમ કે ગણધર શ્રી ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે, “હે ભદંત ! સૂર્ય જ્યારે અંદરના મંડળથી બહારના મંડળમાં જાય અને એ પ્રમાણે જ બહારના મંડળમાંથી અંદરના મંડળમાં આવે ત્યારે આ સૂર્યને આટલી ગતિ કરવામાં કેટલા દિવસ-રાતનો સમય લાગે છે?” ભગવાન મહાવીર સ્વામીએ જવાબ આપતાં જણાવ્યું કે, “હૈ ગૌતમ ! આ ગતિ કરવામાં ૩૬૬ (ત્રણસો છાસઠ) રાત અને દિવસનો સમય લાગે છે.”
. (શ્રી સૂર્યપ્રજ્ઞમિ સૂત્ર/પ્રથમ પ્રાભૃત/સૂત્ર-૯) (B) ગૌતમ સ્વામીએ ફરી પૂછ્યું કે, “હે ભદંત ! આટલા સમયમાં (૩૬ ૬ રાત-દિવસ) સૂર્ય કેટલા મંડળોમાં પરિભ્રમણ કરે છે? કેટલાં મંડળોમાં ૨ વાર પરિભ્રમણ કરે છે અને કેટલાં મંડળોમાં એકવાર પરિભ્રમણ કરે છે?”
ત્યારે ભગવાન શ્રી મહાવીરે ક્યું કે, “હે ગૌતમ ! સૂર્ય ૧૮૪ (એકસો ચોરાસી) મંડળોમાં પરિભ્રમણ કરે છે. આમાંથી ૧૮૨ મંડળોમાં ૨ વાર પરિભ્રમણ કરે છે. જે આ પ્રમાણે છે. - “બહાર આવતી વખતે અને પ્રવેશ કરતી વખતે એક પહેલું મંડળ અને છેલ્લું મંડળ, આ પ્રમાણે ર મંડળ સિવાય બીજા બધા મંડળોમાં ૨ વાર ભ્રમણ સૂર્યનું હોય છે. (૧) સૌથી અંદરના મંડળમાં તથા (૨) સૌથી બહારના મંડળમાં સૂર્યનું ભ્રમણ એકવાર હોય છે.” (શ્રી સૂર્યપ્રાપ્તિ સૂત્ર/પ્રથમ પ્રાભૃતસૂત્ર-૧૦) (C) જેમ જેમ વખત (સમય) વીતતો જાય તેમ તેમ સૂર્ય આગળ જાય. તેમ તેમ એની પાછળના દેશોમાં રાત્રિ થાય છે. આ પ્રમાણે દેશ-ક્ષેત્રના ભેદ હોવાને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તનો ભેદ પડે છે અને આથી જ કાળભેદ પણ થાય છે.
(શ્રી ભગવતી સૂત્ર-વૃત્તિ/શતક-પ/ઉદ્દેશો-૧) (D) પ્રથમ પ્રહર વગેરે સમય જંબૂદ્વીપના ૨ ભાગોમાં એક સાથે મળે છે. આ પ્રમાણે દેશભેદથી પ્રત્યેક સમયનો ભેદ (જંબૂદ્વીપ વગેરેમાં) મળે છે અથવા ભરતક્ષેત્રમાં જે સ્થાન પર સૂર્યોદય થાય તેનાથી પાછળ આવેલા ભાગ માટે તે જ સમય અસ્તકાળ માનવામાં આવે છે. આ ઉદયસ્થાન અને અસ્તસ્થાનની વચમાં (મધ્યભાગમાં) રહેનારાઓ માટે એ જ સમય મધ્યાહ્નનો સમય માનવામાં આવે છે.
આ પ્રમાણે કાળ (સમય) કોઈના માટે પ્રથમ પ્રહર, કોઈના માટે બીજો પ્રહર તો કોઈને માટે ત્રીજો પ્રહર, ક્યાંય સંધ્યાનો સમય બનશે... આ પ્રકારની વિચારણા દ્વારા આઠે પ્રહર સંબંધી સમય એકી સાથે મળી શકશે. જંબૂદ્વીપમાં આવેલા મેરુપર્વતથી ચારે બાજુ સૂર્યના પરિભ્રમણ દ્વારા કાળના આઠે (૩૩૦ |
(૩૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org