SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી –––––––––––––––––––ાલાલા ના પ્રહરના સમયની એક સરખા સમયે શક્યતા બને છે. આ પ્રમાણે સંપૂર્ણ નરલોક - અઢીદ્વીપના સંબંધમાં વિચાર કરવો જોઈએ. (શ્રી મંડલપ્રકરણ ટીકામાંથી) (૨) અથર્વવેદના આધારે (A) “સૂર્યદ્યુલોક અને પૃથ્વીની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે.” (શ્રી અથર્વવેદ.) “ઘુલોક અને પૃથ્વીની પરિક્રમા કરતો સૂર્ય રાત અને દિવસ એમ બે પ્રકારે સમયના ભાગ પડે (શ્રી અથર્વવેદ..) પૃથ્વી સ્થિર છે.” (શ્રી અથર્વવેદ ૬/૮૯/૧) (D) “ઘુલોક અને પૃથ્વી સદા સર્વદા સ્થિર રહે છે.” (શ્રી અથર્વવેદ - ૧૦-૮-૨) (૩) અન્વેદના આધારે (A) “પૃથ્વી સ્થિર છે.” (શ્રી ઋગ્વદ-૧/૫૦૯) (B) “સૂર્ય પોતાની નિશ્ચિત ગતિ પ્રમાણે ચાલતો રહે છે.” (શ્રી ઋગ્વદ - ૧૭૨/૯) (૪) યજુર્વેદના આધારે (A) “પૃથ્વી ધ્રુવ છે અને સ્થિર છે.” (શ્રી યજુર્વેદ- ૪/૧૨) (B) “સૂર્ય સાત ઘોડાવાળા રથ વડે ભુવનને (ઘુલોક અને પૃથ્વીને) જોતો જોતો પસાર થાય છે. (શ્રી યજુર્વેદ-૩૩/૪૩) (C) “પૃથ્વી અચલ છે... અચળ હોવા છતાં તે સ્થિર સ્વરૂપે અવસ્થિત છે.” (શ્રી સાયણ ભાષ્ય) જ (૫) “ઘુલોક અને પૃથ્વી સ્થિર છે. (કોષિતકી બ્રાહ્મણ) જ (૬) (A)બે હજાર બસ્સો (૨, ૨00) યોજનાનો માર્ગ આંખના પલકારાના અર્ધ ભાગમાં વિચરનાર (હે સૂર્ય!) આપને હું વંદન કરું છું. (શ્રી આદિત્ય હૃદય) (B) ૯ લાખ બે હજાર (૯,૦૨,000) યોજન જેટલો માર્ગ બે ઘડીમાં પાર કરવાવાળા (હે સૂર્ય!) આપને હું વંદન કરું છું. (શ્રી આદિત્ય હૃદય...) ઉપર્યુકત પ્રમાણોથી આ વાત સ્પષ્ટ સિદ્ધ થાય છે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ફરે છે તે માન્યતા સ્વીકૃત છે આટલું હોવા છતાં પણ ઈ.સ. ૪૭૬માં આર્યભટ્ટ નામના એક ભારતીય વિદ્વાને પૃથ્વી ફરે છે એવો પોતાનો અભિપ્રાય રજૂ કર્યો જેનું ખંડન કરનારાઓનો ઉલ્લેખ પણ મળી આવે છે જેનું વિવરણ આ પ્રમાણે છે. --- ૩૩૧) ૩૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy