________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ૪િ વળી પૃથ્વી સૂર્યના ગુરુત્વાકર્ષણથી બંધાયેલી છે અને સૂર્યશૌરી ગ્રહ તરફ ગુરુત્વાકર્ષણથી ખેંચાઈને પોતાની આખી ગ્રહમાળા લઈને ધસી રહ્યો છે તો પૃથ્વી ડિસે. થી જૂન તો સૂર્યની સાથે ખેંચાતી સૂર્યની આસપાસ ફરી શકે. પણ જૂનથી ડિસેમ્બરમાં પૃથ્વી તો પૂર્વથી પશ્ચિમમાં જાય અને સૂર્ય તો ૨૦ ક્રોડ વર્ષે એક ચક્રાવો પૂરો કરતો હોઈ ૧૦ ક્રોડ વર્ષો બાદ પૂર્વથી પશ્ચિમમાં આવે ત્યાં સુધી તો પશ્ચિમથી પૂર્વમાં જાય તો પૃથ્વી જૂનથી ડિસેમ્બરમાં પૂર્વથી પશ્ચિમમાં ૬૬,000 માઈલ સ્પીડે જાય અને સૂર્ય તેને પોતાના ગુરુત્વાકર્ષણથી પોતાની સાથે (એટલે ૧૦ ક્રોડ વર્ષ સુધી પશ્ચિમથી પૂર્વમાં જતો હોઈ) ૭,૨૦,૦૦૦ની ઝડપે ખેંચે, આ ખેંચા-ખેંચીમાં બિચારી પૃથ્વી ગતિ જ શી રીતે કરી શકે? આ ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવું છે. I જો પૃથ્વી ખરેખર ફરતી હોય તો ધ્રુવનો તારો બારે મહિના એક જ સ્થાને એક જ સરખી રીતે કેમ દેખી શકાય? કેમ કે, ૨૧ જૂન કે ૨૧ ડિસેમ્બરે તો પૃથ્વી ૨૧ માર્ચના સ્થાન કરતાં ૧૬ ક્રોડ માઈલ દૂર હોય તો ધ્રુવના તારાનો ખૂણો ત્રાંસો થવો જોઈએ.
આજે તો ૨૦૦ ઈંચવાળા વ્યાસનાં વિરાટકાય દૂરબીનો શોધાયાં છે જેમાં ઝીણામાં ઝીણી ચીજનું અંતર પણ જાણી શકાય છે. તો ૧૬ ક્રોડ માઈલ દૂર રહેલા પૃથ્વી ઉપરથી ધ્રુવના તારાનું થતું નિરીક્ષણ ધ્રુવના તારાની સીધી લીટીએ રહેલ પૃથ્વી ઊપરથી થતા નિરીક્ષણને મળતું આવે.... એ સંભવે ખરું? આ ચોખ્ખો પ્રત્યક્ષ દાખલો છે કે પૃથ્વી નથી ફરતી...!
પરંતુ આજે વૈજ્ઞાનિક વાતાવરણમાં રંગાઈ ગયેલા હાલના શિક્ષિતોના મગજમાં એક તરફી વલણની નીતિ ખૂબ જ સ્થાન પામતી જાય છે. તેથી સત્ય પણ ઘણીવાર લોકોના અનાદરનો વિષય બની જાય છે. તેથી વર્તમાનકાળે સત્યની જિજ્ઞાસાને યોગ્ય રીતે કેળવવા માટે પ્રસ્તુત લેખના માધ્યમથી અને આ “જૈન કોસ્મોલોજી” ગ્રંથના આધારે વિચારક વિદ્વાનોનું લક્ષ્ય આવી બાબતો તરફ ખેંચ્યું છે.
સહુ તટસ્થ રીતે સત્યની જિજ્ઞાસા સાથે વાસ્તવિકતાને ઓળખો... એ જ શુભાભિલાષા... સહ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org