________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા પણ મારો અનુભવ કાંઈક જુદો જ હતો... એક પછી એક અનેક નામો મારા સ્મૃતિપટ ઉપર ઉપસી આવ્યાં અને તેનો પૂર્વાપર વિચાર કર્યા પછી છેવટે એક નામનો નિર્ણય કર્યો. કેમ કે કહેવાય છે કે ગ્રંથનું જે નામ નક્કી થાય છે તે સરળ, સ્પષ્ટ તથા સાર્થક હોવું જોઈએ. માટે આ ગ્રંથ પણ પ્રાયઃ ભૂગોળના મુખ્ય વિષયોને આવરતો હોવાથી તેનું નામ “JAIN GEOGRAPHY" (જૈન જ્યોગ્રાફી) રાખવામાં આવ્યું. પછી પ.પૂ. ગચ્છા.આ.શ્રીવિ. જયઘોષસૂરીશ્વરજી મ. સા.ને આ ગ્રંથ બાબતે જણાવવામાં આવ્યું ત્યારે પ. પૂ. ગચ્છાધિપતિશ્રીજી તરફથી પ. પૂ. આ. શ્રી વિ. જયસુંદરસૂરિજીનો વળતો પત્ર મળ્યો, તેમાં તેમણે પ.પૂ. ગચ્છાધિપતિશ્રીજીની ભાવના જણાવી...કે “આ ગ્રંથનું નામ JAIN cosMOLOGY” (જેન કોસ્મોલોજી) રાખો તો વધુ સારું લાગશે... ઉપાદેય બનશે, કેમ કે આ ગ્રંથમાં પ્રકીર્ણક વિભાગમાં રહેલ કેટલાક વિષયો જે ભૂગોળ સાથે મળતાં ન હોવાથી જુદાં પડી જાય છે, પરંતુ તે બધાં જ વિષયો બ્રહ્માંડની વ્યવસ્થામાં તો ગોઠવાયેલા છે જ, માટે આ નામ યોગ્ય લાગે છે.” તેથી છેલ્લે પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજીની ભાવનાની પ્રધાનતાને લઈને આ ગ્રંથનું મુખ્ય નામ “JAIN COSMOLOGY રાખવામાં આવ્યું. તેમજ વાચકોની જિજ્ઞાસાને ઉત્તેજિત કરે એવું અપર (બી) નામ શોધતાં આખરે “સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા” જડ્યું... અને છેલ્લે હજી કાંઈક ખૂટે છે એવું લાગતાં અંતે “સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું” એ પણ મૂકવામાં આવ્યું. તાત્પર્ય એ છે કે આ ગ્રંથનું સંપૂર્ણ નામ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું.... ILLUSTRATED
TAIN COSMOLOGV
છે. સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા દશ્યો આપે દષ્ટિ” એ ઉક્તિ અનુસાર આ ગ્રંથમાં બહુલતાએ દશ્યો (ચિત્રો) ને સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે દેશ્યોને જોવાથી જે દૃષ્ટિ ખુલે છે તેના જ માધ્યમથી સર્વજ્ઞ ભગવંતોએ પોતાના લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાનમાં સંપૂર્ણ સૃષ્ટિ કેવી જોઈ હશે તેનો આંશિક અનુભવ આપણને પણ કરવા મળે અને તે જ સ્વરુપે આપણે પણ શ્રુતજ્ઞાનના બળે જોઈ શકીએ. માટે જ એમ કહેવાય છે કે “હજાર શબ્દ બરાબર એક ચિત્ર.”
આJAIN COSMOLOGY(સર્વજ્ઞ કથિત વિશ્વવ્યવસ્થા) ગ્રંથનું યથામતિ, યથાશક્તિ અને શાસ્ત્રીય આધારે લખાણ કરવાનો પ્રયાસ કરેલ છે. તથાપિ છપસ્થજન્ય કે પ્રમાદજન્ય કોઈ પણ અલના જો સુજ્ઞસમાજને દૃષ્ટિગોચર થાય તો તે સુધારી લેવા સહૃદય હાર્દિક નમ્ર નિવેદન છે.
અહીં એટલે છેલ્લે જણાવવું ઉચિત છે કે પ્રસ્તુત કૃતિ (ગ્રંથ) પ્રાચીન (મૂળ પાઠોની અપેક્ષાએ) સાહિત્ય પરની એક નવિનીકરણ રુપે સાહિત્ય હોવા છતાં તે એક મૌલિક સ્વતંત્ર ગ્રંથની ક્ષમતા ધરાવે છે, તેમજ જૈનધર્મના અદ્ભુત તત્ત્વજ્ઞાન ઉપર પણ સુંદર પ્રકાશ પાડે છે તેથી સુજ્ઞ પાઠકો તેને વાંચે.. વિચારે... અને પોતાનો અભ્યદય સાધે. તેમજ આ ગ્રંથથી આ વિષયના જિજ્ઞાસુ એવા ભવ્યાત્માઓ ક્ષેત્ર સંબંધી યોગ્ય માહિતી મેળવવા પૂર્વક લોકાગ્રભાગે રહેલ સિદ્ધશિલાના નિવાસી બને...
બસ એ જ અભ્યર્થના... સહ....
ગુરુગુણરશ્મિહીપાદપઘરેણ
મુનિ ચાઝિરનવિજય..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org