SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા રચના થઈ ગઈ. તે માટે તો મહાકવિ કાલીદાસજીએ પણ સ્વરચિત રઘુવંશમહાકાવ્યમાં કહ્યું છે કે... क्व सूर्यप्रभवो वंशः, क्व चाल्पविषया मतिः । तितीर्घर्दुस्तरं मोहादुडुपेनास्मि सागरम् ॥ અર્થ:- સૂર્યથી ઉત્પન્ન થયેલઆ વંશ ક્યાં? અને ક્યાં મારી અલ્પમતિ (બુદ્ધિ)? એટલે કે આ રઘુવંશનું અલ્પ બુદ્ધિને કારણે વર્ણન કરવું કઠિન છે, છતાં પણ તૈયાર થયેલ છે. જેમ દુઃખેથી તરી શકાય એવા સમુદ્રને કોઈ નાની નૌકાથી તરવા ઇચ્છે તેમ જ હું પણ મારા હૃદયના ભાવોને આ ગ્રંથલેખનીથી રજૂ કરું છું. ઘણા મને પૂછે છે કે ન્યાયી વ્યાકરણ વાર્તા કે અન્ય કોઈ વિષયોને ન લેતાં આ ભૂગોળ સંબંધી વિષયવાળું જે ગ્રંથલેખન તમે કર્યું તેનું કારણ શું? તો તેના સમાધાનમાં મારે કહેવાનું છે કે આવિજ્ઞાનયુગમાં આજે આખું જગતુ કૂદકે ને ભૂસકે વિકસી રહ્યું છે અને તેમાં પણ વિશ્વની ભૌગોલિક સ્થિતિ વિષે તો નિત નવીન હકીકતો (વાતો) આપની સમક્ષ આવી રહી છે, તો પ્રશ્ન થવો સહજ છે કે જૈનદૃષ્ટિએ ભૌગોલિક સ્થિતિ શું છે? અથવા તો આપણા કહેવાતા સર્વજ્ઞ કેવળી ભગવંતોએ આ વિશ્વનું સ્વરુપ કેવું બતાવ્યું હશે? બસ! એ જ પ્રશ્નના સમાધાન માટે આ ગ્રંથની રચના કરવામાં આવી છે. આ ગ્રંથમાં ભૌગોલિક રીતે જે કાંઈ પણ સ્વરુપ બતાવવાનો પ્રયત્ન કર્યો છે તે એકમાત્ર ખાસ કરીને જેનાગમાદિ માંહેની જ હકીકતો છે. કહેવાય છે કે જ્યારે ભગવાન મહાવીર સ્વામી આ અવનિ ઉપર ધર્મદેશના આપતા હતા ત્યારે બીજા પણ અન્ય ધર્મીઓ, સંતો તેમજ ઉપાસકો હતાં. તેઓની પણ ભૂગોળ-ખગોળાદિ સંબંધી વિશ્વની વ્યવસ્થાઓ રૂપ માન્યતાઓની યોગ્યતા-અયોગ્યતા બતાવીને અહીં આ ગ્રંથમાં જૈન માન્યતા પ્રરુપેલ છે. તે સર્વમાન્યતાઓ આજે પણ જૈનાગમોમાં સચવાઈ રહેલ છે. તે સરળતાથી બોધ થાય તે માટે જ આ ગ્રંથ રચનાનો પ્રયાસ થયેલ છે. છવસ્થ-અપૂર્ણ-અલ્પ જ્ઞાની મનુષ્યોની કૃતિમાં એક અથવા અનેક પ્રકારની કેટલીક ભૂલો રહી જ જવાની, પરંતુ તેટલા જ કારણે કાંઈ નવીન સાહિત્યનું સર્જન અનુપયોગી કે અનુપાદેય ઠરતું નથી. જો એક પણ ભૂલવિનાના સાહિત્યનો જ આગ્રહ રાખવામાં આવે તો એવું સાહિત્ય તો ભાગ્યે જ પ્રાપ્ત થશે અને આપણે બધા જ નવીન સાહિત્યથી વિંચિત રહી જઈશું, જે ક્યારેય ઇચ્છવાયોગ્ય નથી. હું અહીં એક વાત સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે પ્રાચીન જૈન શ્રુતજ્ઞાન પર નવીન વૃત્તિઓનું નિર્માણ કરનારા ચારિત્રસંપન્ન, મહામેધાવી એવા મુનિવરોની સરખામણીમાં આજની વિદ્વત્તા, આજની પંડિતાઈ કોઈ હરોળમાં નથી. આમ છતાં “શુમાર્ગે સા વતની” એટલે “શુભ કાર્યોમાં હંમેશાં પ્રયાસ કરવો જોઈએ” આવું શાસ્ત્રવચન હોવાથી જો આવો પ્રયાસ કરીશું નહીં તો આજની પ્રજા ભૌતિકવાદના ભયંકર વમળમાં ફસાઈ જશે. અને આથી આપણા જૈનશાસનને પણ ઘણું મોટું નુકસાન થશે. આજનો ગૃહસ્થવર્ગ પ્રાચીન ભાષા (પ્રાકૃતાદિ) સમજતો નથી અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ ઘણું જ અલ્પ (નહીંવત) ધરાવે છે. એટલે તેઓ વર્તમાન ગુજરાતી ભાષામાં -રોચક શૈલીએ લખાયેલું અને સુંદર રુપરંગમાં બહાર પડેલું જ સાહિત્યમાંગે છે. આવા વખતે જો તેમને આવા પ્રકારનું સચિત્રસાહિત્ય આપીશું તો તેનો તેઓ સહર્ષ સ્વીકાર કરશે... સત્કાર કરશે સન્માન કરશે. અને જૈનધર્મ તેમજ તત્ત્વજ્ઞાન ઉપર આદર-બહુમાનવાળા બનશે. એમ કહેવાય છે કે “ગ્રંથ કે પુસ્તકનું નામ જેટલા ઓછા અક્ષરનું તેટલું સારું”. હવે મારે પણ ગ્રંથ રચના તો થઈ ગઈ...પણ નામ રાખવું? તેનો નિર્ણય કરવામાં ઘણું મનોમંથન કર્યું. કેટલાક લેખકો માટે આ બાબત સરળ હશે... (30 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy