________________
-
-
-
-
-
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા કક્ષાને કેવળજ્ઞાન શબ્દથી ઓળખાવાય છે. આનાથી આગળ હવે કશી કક્ષા મેળવવાની રહી નથી. આ કેવળજ્ઞાનના ત્રિકાળજ્ઞાન કે સર્વજ્ઞપણું એ નામાંતરો છે. આ જ્ઞાનથી તે જ્ઞાની મહર્ષિઓને ત્રણે કાળના દ્રવ્યો-પદાર્થો તથા તેના ગુણપર્યાયોનું પ્રત્યક્ષ દર્શન થાય છે અને તેથી જ તેમનું દર્શન સંપૂર્ણ યથાર્થ અને નિઃશંક કોટીનું હોય છે. કારણ કે અસત્ય કે અપૂર્ણ બોલવાના કારણો નષ્ટ થયા બાદ જ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રગટ થતો હોવાથી એમના યથાર્થ કથનને શ્રદ્ધા અને બુદ્ધિ બંનેયથી સ્વીકારી લેવું જોઈએ. કેમ કે ભગવાન શ્રી મહાવીર સ્વામી જ્યારે કેવળજ્ઞાની બન્યા ત્યારે તેમણે ૧૪ રાજલોક રૂપ સંપૂર્ણ વિશ્વ (બ્રહ્માંડ)ના સૈકાલિક ભાવોને આત્મપ્રત્યક્ષ કર્યો. કારણ એક જ હતું કે તેઓ પૂર્ણ આત્મતત્ત્વ બની ગયા હતા એટલે તેમનું દર્શન પણ પૂર્ણ હતું અને જેવું તેમનું દર્શન તેવું જ તેમનું કથન હતું. મહાન દષ્ટાએ પોતાના જ્ઞાનમાં વિરાટ આકાશની અંદર વિરાટ વિશ્વનું જે મહાદર્શન આત્મપ્રત્યક્ષ કર્યું ત્યારે તેમણે વિશ્વને જે આકારે જોયું, જે માપે જોયું, તે અને આ વિશ્વમાં ક્યાં ક્યાં કેવાં કેવાં સ્થાનો છે? કેવા કેવા જીવો છે? કેવા કેવા દ્રવ્યો-પદાર્થો કેવા કેવા અનંતભાવો અને રહસ્યોથી પરિપૂર્ણ છે? તે આ વિશ્વનું સંચાલન, તેની ગત્યાગતિ કેવી રીતે ચાલે છે? ઇત્યાદિ તે બધું તેમણે કેવળજ્ઞાનરૂપી અરીસામાં નિહાળ્યું અને બોલવા માટેનો સમય મર્યાદિત હોવાથી મર્યાદિત પ્રમાણમાં જ તેની જાણ કરી છે. જે આજે પણ જૈનાગમોમાં યોગ્ય રીતે સચવાયેલ છે...
હવે મૂળ વાત ઉપર આવીએ...
આ સંસારમાં ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે તે બધામાં પણ મનુષ્ય જ એક વિકસિત અને વિચારશીલ પ્રાણી છે.... કારણ કે, પોતાની બુદ્ધિના વિકાસ પ્રમાણે વિચારીને તે લખે છે અને બોલે છે. જો કે લેખન કે વષ્નવંતે કોઈ સરળ કાર્ય નથી, છતાં એક અપેક્ષાએ વક્તા પોતાની હોંશિયારીના આધારે શ્રોતાઓને આકર્ષી લે છે જ્યારે લેખન એ તો કાયમી વસ્તુ છે. માટે જ વ્યવહારમાં પણ કહેવાયું છે કે “લખાણું એ વંચાણું” સો ભળ્યું ને એકલડું” વગેરે. માટે જ જે કાંઈ પણ લખાયેલ હોય છે તે જ હંમેશાં વંચાય છે તે લેખન વાંચીને સુધારા કે વધારા સામી વ્યક્તિ સૂચવી જાય છે, એટલે મારી સમજ પ્રમાણે લેખન કાર્ય તે કાંઈ સરળ કાર્ય નથી...
જેનદૃષ્ટિએ આગમોમાં તેમજ ઇતર ગ્રંથોમાં જે વિશ્વવર્ણન સંબંધી હકીકતો બતાવેલી છે તે અહીં સંગ્રહ કરીને તમારી સમક્ષ રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે. જેનશાસ્ત્રોમાં સંપૂર્ણ વિશ્વનું વર્ણન જે રીતે કરવામાં આવ્યું છે તે સામાન્ય લોકો વાંચી શકે નહીં. માટે મારે તે હકીકતો જનસામાન્ય સામે રજૂ કરવી જોઈએ. કારણ કે, કેટલાક વખતથી (સમયથી) તત્ત્વજ્ઞાન ઉપર એક વિશિષ્ટ સચિત્ર ગ્રંથ રચવાની મારી ભાવના હતી. વિ. સં. ૨૦૬૪ના અઠવાલાઈન્સ (સૂરત) ચાતુર્માસમાં સમાચાર મળ્યા કેવિ.સં. ૨૦૬૭માં ભુવનભાનુસૂરિજીનો જન્મશતાબ્દિ મહોત્સવ થશે અને તેમાં ઘણા બધા ગ્રંથાદિ નવા બહાર પડશે... અને તે સમયે મારે પણતત્ત્વજ્ઞાનવિષયકઆગમ-પ્રકરણાદિનો જ અભ્યાસ ચાલુ હોવાથી મનમાં એક ભાવના હુરી કે આ શતાબ્દિ મહોત્સવમાં મારું પણ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી રુપે યોગદાન હોવું જોઈએ, બસ!ત્યારથી જ વાંચન સાથે સાથે સારા પદાર્થોની નોટ્સ પણ કરતો ગયો... પરિણામે આગળ જતાં તે નોટ્સને જ સુધારા-વધારા સાથે તેમજ સંશોધનાદિથી શુદ્ધિ કરાવી આજે તમારા હાથમાં જે ગ્રંથ છે તે બીજું કાંઈ નથી પણ વાંચન દરમ્યાન કરેલ સારા-સારા પદાર્થોનો સંગ્રહ જ છે. અને તેથી જ આ Jain cosmology (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક ગ્રંથમાં સંપૂર્ણ ઉર્ધ્વ-અધો-મધ્ય એત્રિલોકાત્મકવિશ્વનું સચિત્ર વર્ણન કરવાનો યત્કિંચિત્ પ્રયાસ કરેલ છે. માટે મારા હૃદયમાં ઉત્પન્ન થતા ભાવોને હું રોકી ન શક્યો. અને આ
( 29 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org