________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
જીવન પ્રસંગો જાણવા સાથે ઉત્તમ પ્રેરણાદાયી હોય છે... તેમજ બાળજીવો પણ ધ્યાનથી રસપૂર્વક કથાઓ સાંભળી પ્રેરણા મેળવતાં હોય છે.
આ ધર્મકથાનુયોગના ગ્રંથોમાં... શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, શ્રી ઉપાસકદશાંગસૂત્ર, સિરિસિરિવાલકહાસૂત્ર, શ્રી ઉપદેશમાલા, ઉપદેશપ્રાસાદ, સમરાદિત્ય ચરિત્ર, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રાદિ ઘણા બધા ગ્રંથો આ ધર્મકથાનુયોગ વિભાગમાં જાણવા.
આ જૈન કોસ્મોલોજી” નામનો ગ્રંથ પણ ઉપરોક્ત જણાવેલા ૪ અનુયોગ પૈકી ગણિતાનુયોગ માંહે જ પ્રધાનતાથી રહેલો છે. કારણ કે, ૧૪ રાજલોકવર્તી તે તે ક્ષેત્રોમાં રહેલ પર્વત-નદી-દ્રહો-શાશ્વત ચૈત્યો વગેરેની લંબાઈ-પહોળાઈઊંચાઈ-ઊંડાઈ પ્રમુખનું જ ઘણું ખરું વર્ણન કરવામાં આવેલ છે.
અનંતા જીવ-અજીવ, જડ કે ચેતન પદાર્થો ૧૪ રાજના પ્રમાણવાળા “લોક’થી ઓળખાતા આકાશક્ષેત્રમાં રહ્યાં છે. ત્યારે આ ૧૪ રાજલોક શું છે ? તેની આકૃતિ, સ્વરુપ, પ્રમાણ કેટલા વિભાગોથી વિભક્ત છે ? તથા તેમાં રહેલા ષડ્ દ્રવ્યોનું સ્વરુપ વગેરે શું છે ? ઇત્યાદિ પ્રશ્નો થવા સહજ છે... ચક્ષુથી દૃષ્ટ એવી દુનિયા, ધરતી, પેટાળ, સાગર અને આકાશ આ સર્વ વસ્તુનું જ્ઞાન અને તેના રહસ્યો મેળવવાને માટે માનવી હજારો વર્ષોથી અથાગ પ્રયત્નો કરતો રહ્યો છે, વળી એમાં પણ આકાશ-ધરતી વગેરે જે પદાર્થો અદૃષ્ટ છે તેનો તાગ કાઢવા માટે, રહસ્યો મેળવવા માટે નિત નવા પ્રયોગો કરી રહ્યો છે.
સૃષ્ટિ ઉપર જન્મેલી ઈશ્વરીય વ્યક્તિઓએ, ધર્મનેતાઓએ, ધર્મગ્રંથોએ, તેમજ વૈજ્ઞાનિકોએ આ દેખાતું દશ્ય જગને તેમજ અદશ્ય જગન્ને પોતપોતાની રીતે જાણ્યું અને વિશ્વને વિવિધ પ્રકારનું આકારવાળું અને અસંખ્ય રહસ્યોથી પરિપૂર્ણ બતાવ્યું, જ્યારે બીજી બાજુ શક્તિશાલી માનવ સ્વભાવમાં નવું નવું જાણવાની અદમ્ય વૃત્તિ બેઠી હોય છે, એટલે જાત જાતનો પુરુષાર્થ કરવો, નવી નવી ખોજો કરવી તથા જાત જાતના રહસ્યો શોધી કાઢવા આ માટે તે સતત મથતો હોય છે. પરિણામે તે સૃષ્ટિના, બ્રહ્માંડના, કુદરતના અગમ્ય રહસ્યોને તથા નવાં નવાં આવિષ્કારોને, શોધોને યથોચિતપણે જન્મ આપતો રહ્યો છે. આ અંગેના અનેક ગ્રંથો પણ પ્રગટ થઈ ગયા છે.
વિચારવાનું એ છે કે... માનવીય ખોજને સંપૂર્ણ પ્રમાણભૂત માનવી કે ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞ બનેલા આર્ષદષ્ટા મહામાનવે જ્ઞાનચક્ષુથી આત્મપ્રત્યક્ષ કરેલી વાતને પ્રમાણભૂત માનવી ? આજના વિજ્ઞાનયુગમાં માનવમનમાં “જે જેટલું નજરે દેખાય તે અને તેટલું જ સાચું” આવા પ્રકારનો વિચાર જોર-શોરથી ઘર કરી ગયો છે... આવું એકાંતે માનવું એ માનવીની ટૂંકી દૃષ્ટિનું પરિણામ છે. કેમ કે સામાન્ય માનવીની દૃષ્ટિ-શક્તિની મર્યાદા છે અને તે કારણથી તે જે વિચારી શકે, જે જાણી શકે તેને પણ મર્યાદા લાગુ પડી જાય છે. આ સંજોગોમાં માનવ વિજ્ઞાનિકો કહે “એ બધું જ સાચું અને તે જ આખરી’’ આ માન્યતા બરાબર નથી. આથી એક વાત સ્પષ્ટ થાય છે કે સામાન્ય માનવીનું દર્શન પણ સામાન્ય હોય છે, જ્યારે અસામાન્ય માનવીનું દર્શન તે અસામાન્ય અર્થાત્ વિરાટ અને વેધક હોય છે.
જે આત્માઓએ તપ-ત્યાગ અને સંયમની સાધના દ્વારા અજ્ઞાનના આવરણોને હટાવી જ્ઞાનનો પૂર્ણ પ્રકાશ મેળવ્યો એટલે જ્ઞાનની અંતિમ કક્ષાએ પહોંચી ગયા... એવા આત્માઓને હવે કાયાના ચર્મચક્ષુથી જોવાનું કે પુસ્તકિયા જ્ઞાનથી અથવા યાંત્રિક સાધનોથી જાણવાનું હોતું જ નથી. હવે તેમને જોવાનું કે જાણવાનું જ્ઞાનચક્ષુથી જ હોય છે. અને તેથી તેમનું સમગ્ર દર્શન આમૂલફૂલ, અપાર અને અનંત હોય છે. જૈનધર્મની પરિભાષામાં જ્ઞાનપ્રાપ્તિની આખરી ટોચ કે
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org