SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા હેતુઓથી કાર્મણવર્ગણાઓનું જીવદ્રવ્ય સાથે ક્ષીરનીરની જેમ અથવા અગ્નિ-લોહની જેમ એકમેક થવું..., પ્રતિસમયે સ્વાવગાઢ આકાશપ્રદેશગત અનંતપ્રદેશી કાર્યણવર્ગણાના સ્કંધોનું ગ્રહણ-વિસર્જન, ગ્રહણ કરાતા તે તે સ્કંધોમાં લેશ્યા સહચરિત કાષાયિક અધ્યવસાયો તેમજ મન-વચન-કાયયોગ વડે થતી પ્રકૃતિ-સ્થિતિ-૨સ-પ્રદેશબંધ અને કર્મોનો સૃષ્ટબદ્ધ-નિકાચિતપણા વગેરેના સ્વરુપોનો સમાવેશ આ દ્રવ્યાનુયોગ વિભાગમાં કરવામાં આવેલો છે, તેથી આ વિષય ઘણો ગહન કહેવાય છે. આ દ્રવ્યાનુયોગના વિષયોનું શ્રવણ-મનન-વિચારણા વગેરે દર્શનશુદ્ધિનું પરમ સાધન તેમજ વિપુલ કર્મની નિર્જરા કરાવનારું છે. એમ કહેવાય છે કે ઘાતિકર્મોનો ક્ષય ... દ્રવ્યના ચિંતનરુપ શુક્લધ્યાનથી જ કરે છે. આ દ્રવ્યાનુયોગના ગ્રંથોમાં... સૂયગડાંગસૂત્ર, સમવાયાંગસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય, કમ્મપયડી ગ્રંથ, તત્ત્વાર્થાધિગમસૂત્ર, સમ્મતિતર્કપ્રકરણ, અનેકાંતજયપતાકા, નવતત્ત્વ વગેરે... જાણવાં, ગણિતાનુયોગ વિભાગમાં... ૧૪ રાજલોક, ઉર્ધ્વલોક, મધ્યલોક (તિÁલોક), અધોલોક, અસંખ્ય દ્વીપસમુદ્ર, અઢીદ્વીપમાં રહેલા ભરતાદિ ક્ષેત્રો,હિમવંતાદિ પર્વતો, હરિવર્ષાદિ યુગલિક ક્ષેત્રો, ગંગા-સિંધુ વગેરે મહાનદીઓ, સિદ્ધાયતનાદિ કૂટો, પદ્માદિદ્રહો, દેવલોક વર્ણન, દેવવિમાનો, ભવનો, નરક વર્ણન, નારકીઓ અને તે નરકના પાટડા (પ્રસ્તટ) વગેરે, શાશ્વત-અશાશ્વત પદાર્થોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, ક્ષેત્રફળ, ઘનફળ, બાહા, જીવા, ધનુપૃષ્ઠ, પરિધિ, વર્ગમૂળ... વગેરે. ગણિતના વિષયો તથા પરમાણુઓથી થતા સ્કંધોનું ગણિત તેમજ સંખ્યાત-અસંખ્યાત અને અનંતના ભેદોનું સ્વરુપ આ વિભાગમાં આપવામાં આવ્યું છે. આ ગણિતાનુયોગના ગ્રંથોમાં... જંબુદ્રીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જીવાજીવાભિગમસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, જ્યોતિષકદંડકસૂત્ર, ક્ષેત્રલોકપ્રકાશ આદિ ગ્રંથો હાલમાં પણ વિદ્યમાન છે. ચરણકરણાનુયોગ વિભાગમાં... ચારિત્ર અંગે વિધિ-નિષેધ, ઉત્સર્ગ-અપવાદ, સંયમમાર્ગનું નિરુપણ, પંચાચાર, ચરણસિત્તરી, કરણસિત્તરી વગેરેનું નિરુપણ કરનારા આચારાંગસૂત્ર વગેરે શાસ્ત્રગ્રંથોનો સમાવેશ થાય છે. આચરણકરણાનુયોગ સંયમની સ્થિરતા માટે પરમ સાધનભૂત છે. ક્રિયા વગેરેમાં નિમગ્ન રહેવા માટે પરમ આલંબન છે. આ ચરણકરણાનુયોગથી ભવરોગનું નિર્મૂલન થાય છે અને અવિચલ, અક્ષય, આત્મિક સુખની પ્રાપ્તિ થાય છે. આ ચરણકરણાનુયોગના ગ્રંથોમાં... શ્રી આચારાંગસૂત્ર, ઓઘનિયુક્તિ, દશવૈકાલિકસૂત્ર, શ્રાદ્ધવિધિ, ત્રણ ભાષ્ય (ચૈત્યવંદન/ગુરુવંદન/પચ્ચક્ખાણ) વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 呀 膠 ધર્મકથાનુયોગ વિભાગમાં... મહાન આત્માઓના જ્વલંત પ્રેરણા આપતા જીવન ચરિત્રો આલેખાયેલાં છે. જે સન્માર્ગ ગમન કરનારને સુસહાયક બને છે, તેમજ સન્માર્ગથી ભ્રષ્ટ થતા આત્માઓને પુનઃ માર્ગમાં સંસ્થાપિત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ધર્મકથા પણ ચારિત્રપ્રાપ્તિના હેતુ માટે છે. ધર્મકથાનુયોગનો વિષય સરળ હોવાથી આત્માર્થી જીવોને તે ઘણો જ લાભ કરાવનારો થાય છે. આ ધર્મકથાનુયોગમાં જીવનચરિત્રોની ગૂંથણી એવી રીતે કરવામાં આવે છે કે જેથી કથાની સાથે સાથે દ્રવ્યાનુયોગાદિ ૩ અનુયોગ પણ છૂટક છૂટક મૂકેલા હોવાથી તે તે યોગોનું જ્ઞાન પણ સહેલાઈથી થઈ જાય... વળી, આત્મા છેક નીચલી કક્ષામાંથી કઈ રીતે વિકાસ સાધતો આગળ વધે છે તથા પોતાના ઉપર આવી પડતા નાના-મોટા ભયંકર દુસ્સહ ઉપસર્ગો-પરિષહોમાં પણ કેવા સહિષ્ણુ બની આત્મિક ગુણોનાં શિખર સર કરે છે તેમજ કેવા નિમિત્ત મળતાં પછડાય અને પાછા કેવા નિમિત્તવશ ઊંચે ચઢી જાય છે વગેરે પ્રસંગો તે તે વ્યક્તિઓના Jain Education International For Private & Personal Use Only 27 www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy