________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
સંપાદકની કલમે.... સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રએ મોક્ષનો માર્ગ છે અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ મોક્ષ મેળવી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ મોક્ષમાર્ગ બતાવનારા કોણ છે? આ મોક્ષમાર્ગ બતાવનારા અરિહંત પરમાત્માઓ છે. આવા શ્રી અરિહંત પરમાત્માઓ ભૂતકાળમાં અનંતા થઈ ગયા છે, વર્તમાનકાળમાં મહાવિદેહક્ષેત્રમાં ૨૦વિહરમાન તીર્થકરો વિચરી રહ્યા છે અને ભવિષ્યકાળમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માઓ થશે. આ બધા જ સર્વજ્ઞ અરિહંત ભગવંતોએ આ જ મોક્ષનો માર્ગ કહ્યો હતો, કહે છે અને કહેશે.. - વર્તમાન અવસર્પિણીના શ્રી ઋષભાદિ ૨૪ તીર્થકર ભગવંતો થઈ ગયા છે તેમાં ચોવીસમા ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસ્વામી ભગવાન આપણા સહુના આસન્નોપકારી છે. તેઓએદીક્ષા બાદ કઠોર સાધના દ્વારા ઘાતિકર્મોનો સંપૂર્ણ ક્ષય કરી લોકાલોકપ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને આ કેવળજ્ઞાન દ્વારા સમસ્ત ૧૪ રાજલોકના સ્વરૂપનું ભવ્યજીવોના ઉપકાર માટે પ્રરુપણ કર્યું. તેમની પાસેથી “ઉન્ને વા વિનામે વા યુવે વ” પત્રિપદી પ્રાપ્ત કરી બીજબુદ્ધિના ધણી શ્રીગૌતમસ્વામીજી આદિ ગણધર ભગવંતોએ સમસ્ત દ્વાદશાંગીનીસૂત્રરુપે રચના કરી. આ દ્વાદશાંગીનું જ્ઞાન મેળવનારા ચૌદપૂર્વીઓ અથવા શ્રુતકેવળી કહેવાયા અર્થાતુ શ્રુતકેવળી તરીકે ખ્યાતી પામ્યા. શ્રી તીર્થકર ભગવંતો પોતાના કેવળજ્ઞાન દ્વારા જેટલું, જેવું, જેવી રીતે પદાર્થોનું નિરુપણ કરે છે તેવું નિરુપણ શ્રુતકેવળી પોતાના શ્રુતજ્ઞાનના બળે કરી શકે છે. શ્રી સર્વજ્ઞ તીર્થકર ભગવંતો સાક્ષાત્ જાણી શકે છે અને જોઈ પણ શકે છે, જ્યારે શ્રુતકેવળી ભગવંતો માત્ર જાણી જ શકે છે, પણ જોઈ શકતાં નથી. પરંતુપ્રરુપણા કરનાર વ્યક્તિ કેવળજ્ઞાની છે કે શ્રુતકેવળી તેનો તફાવત છવસ્થ જીવ જાણી શકે નહીં કે આ છઘસ્થ છે કે કેવળી છે, અર્થાત્ સામાન્ય જીવોને તો શ્રુતકેવળી, કેવળજ્ઞાની જેવાજ લાગે..
શ્રી મહાવીર સ્વામી ભગવાનના શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામી) વગેરે અગિયારે અગિયાર ગણધર ભગવંતોએ સ્વયં દ્વાદશાંગીની રચના કરી છે. ચરમ કેવલજ્ઞાની શ્રી જંબૂસ્વામીજી થયા છે તે પછી શ્રી પ્રભવસ્વામીજી, શ્રી શäભવસૂરિજી, શ્રી યશોભદ્રસૂરિજી, શ્રી સંભૂતિવિજયસૂરિજી, શ્રી ભદ્રબાહુસ્વામીજી અને છેલ્લા શ્રી સ્થૂલભદ્રસ્વામીજી આ ૬ મહાપુરુષો શ્રુતકેવલી થયા અર્થાત્ આ દ મુનિઓ ૧૪ પૂર્વના જ્ઞાતા થયા. તેમાં પણ શ્રી સ્થૂલભદ્રજી મહારાજા ૧૦પૂર્વ સુધી સૂત્ર અને અર્થના જ્ઞાતા તથા બાકીના ૧૧થી ૧૪૫ ૪પૂર્વના માત્ર સૂત્રથી જ જ્ઞાતા હતા...
તે પછી ૧૦પૂર્વધરો યાવત્... ૧ પૂર્વધર વગેરે જ્ઞાનના ભંડાર અનેક મહામુનિ ભગવંતો થયા. તે પછી કાળના પ્રભાવે સંઘયણ-બળ-બુદ્ધિ વગેરે ઘટતી ગઈ. ત્યારબાદ અનુક્રમે આર્ય શ્રી વજસ્વામીજી મહારાજ થયા, ત્યારપછી શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી થયા.. તેઓએ ભાવિ જીવોની બુદ્ધિબળની ક્ષીણતા જાણી શાસ્ત્રોને ૪ વિભાગમાં વહેંચી દીધા. (૧) દ્રવ્યાનુયોગ વિભાગ, (૨) ગણિતાનુયોગ વિભાગ, (૩) ચરણકરણાનુયોગ વિભાગ અને (૪) ધર્મકથાનુયોગ વિભાગ. એટલે ત્યારથી જપૃથક્તાનુયોગ શરૂ થયો. જ દ્રવ્યાનુયોગવિભાગમાં...ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. આ દ્રવ્યોનુંદ્રવ્યાસ્તિકનયે ધ્રુવતાઅર્થાત્ કાયમ રહેવાપણું અને પર્યાયાસ્તિકાયે ઉત્પત્તિ અને નાશપણું, તે દ્રવ્યોના ભૂતકાળ અને ભવિષ્યકાળના અનંતાનંત પર્યાયો, જીવદ્રવ્ય અને પુગલદ્રવ્યને અનુસરતા આત્મવાદ અને કર્મવાદ, તથા સપ્તભંગી/સાતનય, કાર્મણાદિ વર્ગણાના યમુકાદિથી અનંતપ્રદેશી ઢંધો, મિથ્યાત્વાદિ (26 |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org