________________
જૈન કોસ્મોલોજી
————
એવા અનેક ગુરુ ભગવંતોએ તેઓને આ કાર્યમાં ધણુ જ માર્ગદર્શન આપીને આ વિષયનો સુંદર અભ્યાસ
કરાવ્યો છે. પરમાત્મા એવા સર્વજ્ઞ ભગવંતો દ્વારા કથિત ભાવો આવા પ્રકારના જ્ઞાનીયો દ્વારા સચિત્ર રીતે પ્રકશિત થતા રહે તથા ભિન્નભિન્નપ્રકારે જગતના જીવોને સાચા માર્ગનું યથાર્થદિગ્દર્શન આપ્યા કરે, આવી સેવા કાઇ નાનું કાર્ય નથી પરંતુ અનેક જીવોને બોધિબીજનું તથા પાકી શ્રદ્ધાનું કારણ બને છે.
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
——————
માટે જ ફરી થી કહું છું કે... સર્વજ્ઞ ભગવંતોએ કેવળજ્ઞાનથી જોઇને જે વસ્તુ જેમછે તેમજ તેનુ વર્ણન કર્યુ..., પરંતુ છદ્મસ્થ એવા ગણધર ભગવંતોએ તથા તેમની પછી થયેલા સૂરિ ભગવંતોએ તથા મહામુનિવરોએ આ સર્વજ્ઞવાણીને લોક સમક્ષ સમજાવવા માટે પોતે અતિશય જ્ઞાની ન હોવા છતા પરોપકાર માટે જે ભગીરથ પુરુષાર્થ આદર્યો હતો તે ખરેખર ધણું જ પ્રશંસાને પાત્ર છે આવા પ્રકારના અનેક આલંબનો આ કાળે છપાયા છે તો આપણા જેવા અલ્પજ્ઞોને ધણું જ માર્ગદર્શન અને શાસ્ત્રજ્ઞાનમાં પ્રવેશ મળે છે. આવા પ્રકારના આલંબનો જો ન હોય તો પ્રાકૃતભાષામાં રચાયેલા આગમગ્રંથોમાં પ્રવેશ જ દુષ્કર બની જાત. અન્તે પ.પૂ. મુનિ શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા. નો જૈન સાહિત્યસેવામાં આ એક અપૂર્વ યોગદાન છે. કેમકે શ્રી સંઘને સાચુ માર્ગદર્શન આપનારો આ ગ્રંથ છે. માટે ફરીથી કહુ છું... જૈન સમાજના બધા જ જીવો ખંતપૂર્વક આવા ગ્રંથોનો અભ્યાસ કરી સાચા માર્ગે આવે... અને ખોટા સંકલ્પ-વિકલ્પો છોડીને સર્વજ્ઞ કથિત ભાવોને યથાર્થ સમજી આત્મકલ્યાણ સાધે.
Jain Education International
લિ. પંડિત ધીરુભાઇ ડાહ્યાલાલ મહેતા A/૬૦૨-પાર્શ્વદર્શન કોમ્પલેક્ષ, રાંદેર રોડ, સુરત.
I am happy to learn that P. P. Muni Charitraratnavijayji has written such a marvelous book. To write an ordinary book is a hell of job. To write a book on such a topic is, indeed, a great work. We shall canvas for the book. I will read and understand the content of the book very seriously.
Thank you very much.
Sincerely yours
Dr. J. J. Rawal
President
The Indian Planetary Society
For Private & Personal Use Only
25
www.jainelibrary.org