________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
JAIN COSMOLOGY mula
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા... ખગોળ અને ભૂગોળ આ બન્ને વિષયો ઉપર ધણુ જ ચિંતન-મનન કરીએ તો પણ દુર દુર વિષયો હોવાથી અને છઘસ્થ જીવો માટે આ વિષય પરોક્ષ હોવાથી ધણો જ દુર્ગમકહિ શકાય. છઘસ્થ આત્મા ગમે તેટલી તર્કશક્તિ કે બુદ્ધિદોડાવે તો પણ તેનો પાર પામી ન શકે અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા સિવાય જેનુ સાંગોપાંગ સુંદર વર્ણન બીજા કોઇ જનકરી શકે એવો આકઠિનદુર્ગમ અને પરોક્ષ વિષય છે.
શાસ્ત્રકાર મહર્ષિઓએ સર્વજ્ઞ કથિત વચનોના અનુસાર ઘણું જ ચિંતન-મનન રુપ દોહન કરીને આ વિશ્વ વ્યવસ્થાની આ ગ્રંથમાં જે કાઈ આછી-પાતલી ઝાંકી કરાઈ છે તે વર્તમાનકાળના સુજ્ઞ જ્ઞાની મહાત્માઓના ભાગીરથ પુરુષાર્થને જ આધિન છે. સતત આ જ વિષયોમા રચ્યા-પચ્યા રહેનારા આત્માર્થી મહાત્માઓનું જ આ કામ છે આપણે તો તૈયાર મળેલા માલ ઉપર નજર નાંખીને માત્ર આનંદ માણવાનો રહે છે. બૃહત્સંગ્રહણીક્ષેત્રસમાસ-લઘુ સંગ્રહણી-લોકપ્રકાશ-જંબૂઢીપપન્નત્તિ ઇત્યાદિ ગ્રંથોનો ધણો ઊંડો અભ્યાસ કર્યો હોય અને વારંવાર તેનું દોહન કર્યુ હોય તો જ આ વિષયમાં યત્કિંચિત ચાંચ પ્રવેશ કરે, અન્યથા તો માથાનો દુઃખાવો જ લાગે. ઉપરોક્ત ગ્રંથો વાંચતાં-વંચાવતાં અને ભણાવતાં ધણી બધી શંકાઓ થાય પરંતુ વિષય ધણો જ પરોક્ષ હોવાથી આવા ગ્રંથો અને તેના અનુભવી ગીતાર્થોનો જ આશ્રય કરવો પડે તો જ કાંઇક અંદર પ્રવેશથાય.
અસંખ્ય દ્વીપ સમુદ્રની વ્યવસ્થા, અધોલોક, ઉર્વલોક, જ્યોતિષચક્ર, અનેકાનેક પર્વતો-નદિયો અને ગુફાઓ વગેરેનું નિર્માણ જે સહજ છે, તેનું વર્ણન તથા તેની ઊંચાઇ-પહોળાઇ-ઊંડાઇ વગેરેનું વ્યવસ્થિત વર્ણન સર્વજ્ઞ વિના કોણ કરી શકે? તથા આ વિષયોનું પ્રમાણ પૂર્વક કરાયેલું વર્ણન ત્રણેકાળમાં અબાધિત જ રહે.
જ્યારે જ્યારે જે જે ગ્રંથોમાં જોઇએ ત્યારે ત્યારે તે તે ગ્રંથોમાં એકસરખુ જ વર્ણન જોવા-જાણવા મળે... આ બધી વિશ્વ વ્યવસ્થાનું યથાર્થ વર્ણન સર્વજ્ઞ પરમાત્માને જ આભારી છે, તેને પ્રકાશીત કરીને અજ્ઞાનના અંધકારમાં ડુબેલા જીવોને સાચો જ્ઞાનપ્રકાશ આપીને સન્માર્ગે લાવવા આ ગ્રંથ દ્વારા જે ભવ્ય પુરુષાર્થ થયો છે તે ખુબ જ સરાહનીય છે.
૧૪રાજલોકની સંપૂર્ણ વ્યવસ્થા, ૧૫ કર્મભૂમિ/૩૦ અકર્મભૂમિ/પ૬ અંતર્લીપમહાવિદેહ ક્ષેત્ર તેમજ તેમાં રહેલ ૩રવિજયોની વ્યવસ્થા, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ સમુદ્ર , અર્ધપુષ્કરાર્ધદ્વીપ વગેરે પદાર્થોનો યર્થાર્થપણે નિરુપણ આ બધુ સમજાવવું એ કાઈ સામાન્ય ખેલ માત્ર નથી. કેમકે દુરંગામી પદાર્થોનું વર્ણન દુરંગામી એવી દ્રષ્ટિવાળા જીવો જ કરી શકે. પ.પુ. મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા. એ પોતાનો અમૂલ્ય ફાળો આ વિષયમાં ઠાલવ્યો છે. તન્મય થઈને એકાગ્રતા પૂર્વક અપૂર્વ એવું કાર્ય કર્યું છે. વડિલ (24 -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org