________________
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
તેમજ મુમુક્ષુરત્નોને આ પદાર્થોનો બોધ કરાવવા યોગ્ય છે. કેમકે, સંક્ષેપથી બધા જ વિષયોનું સંકલન સંગ્રહ રુપે આ ગ્રંથમાં આવી જાય છે.
જૈન કોસ્મોલોજી
ખરેખર પરમ પૂજ્ય ત્રિશતાધિક દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવ શ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. શ્રદ્ધાના દુષ્કાળવાળા એવા આ કલિકાલમાં પણ એક વિશિષ્ટ વિરલ વિભૂતિ છે કે જેમની નિશ્રામાં સંયમ લેનારા મહાત્માઓ પણ જ્ઞાનયોગમાં આ રીતે આગળ વધી રહ્યા છે... આ ગ્રંથના સંપાદક મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા.ની દીક્ષા પણ એક અદ્ભુત ઘટના દ્વારા સંપન્ન થઇ... તેઓ પાલિતાણા મુકામે સંવત ૨૦૫૮ ના મહા સુદ-૪ ના રોજે એક સુપ્રસિદ્ધ સંગીતકાર (ઉંમર-૧૮વર્ષ)તરીકે સંગીતનો પ્રોગ્રામ આપવા તેમજ સામુહિક ૩૬ દીક્ષાનો મહોત્સવ માણવા આવી રહ્યા હતા. ત્યારે રાત્રે માર્ગમાં ૧ વાહનના નીચે કૂતરાનો અકસ્માત (Accident) જોતાં અંદરથી તેઓ હચમચી ગયા... અંતે બીજે દિવસે સવારે પાલીતાણા પહોંચતા પ. પૂ. દીક્ષા દાનેશ્વરી ગુરુદેવશ્રી પ્રવચન કરી રહ્યા હતા... તેમાં પૂજ્યશ્રીએ સભા સમક્ષ પ્રેરણા કરી કે “ સુવર્ણના ભાજનમાં ચારિત્રસંયમરુપ અમૃત જ ભરવો જોઇએ નહીં કે ભોગ-વિલાસ રુપ મદિરા...’’ આ વાક્ય સાંભળતા જ તેઓએ પૂજ્ય ગુરુદેવને વિનંતિ કરી કે મને પણ સંયમ પ્રદાન કરો.. અને ત્યાંજ મુહૂર્ત કાઢી...વરઘોડો અને દીક્ષા લીધી. માટે જ કહેવાય છે કે જેઓ દીક્ષાના પ્રસંગમાં અનુમોદના કરવા આવ્યા હતા તેઓ સ્વયં દીક્ષિત થવા દ્વારા અનુમોદનીય બની ગયા. ખરેખર આ રીતે દીક્ષા આપનાર પરમ પૂજ્ય દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.નું સામર્થ્ય પણ કેવું અજબનું છે કે દીક્ષા આપ્યા પછી માત્ર ૧૦ વર્ષના જ અલ્પ પર્યાયમાં એ મુનિરાજે ગુરુકૃપાના બળે અદ્ભુત એવા આ ગ્રંથની શાસનને પ્રાપ્તિ
66
કરાવી.
આપણે સહુ શાસન દેવતાઓને પ્રાર્થના કરીએ કે આ આચાર્ય ભગવંત દ્વારા જૈનશાસનને એવા મહાત્માઓની પ્રાપ્તિ થતી રહે જેથી જૈનશાસનમાં પ્રભુના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી રહે.....
Jain Education International
એ જ અભ્યર્થના સહ...
ગુરુપાદપદ્મરેણુ પંડિતજી જગદીશભાઈ છોટાલાલ શાહ સુભાષ ચોક - ગોપીપુરા, સૂરત...
For Private & Personal Use Only
23
www.jainelibrary.org