________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
વિશ્વ વ્યવસ્થાના અજ્ઞાત રહસ્યો પર પ્રકાશ...
➖➖➖➖➖1
વર્તમાનકાળમાં જીવોની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ થતી જાય છે આ કાળ એવો છે કે જ્યાં ભૂતકાળ અને ભવિષ્યકાળની માહિતી પ્રાપ્ત થવી અત્યન્ત દુર્લભ છે, એવા કોઇ ત્રિકાળજ્ઞાની પુરુષો નથી કે જે બધી જિજ્ઞાસાઓને પરિપૂર્ણ કરી શકે, આ કાળમાં પ્રિયદર્શી રાજા ખરેખર સમ્રાટ અશોક હતા કે રાજા સંપ્રતિ હતા એ અંગેનાં સૂક્ષ્મતાથી સંશોધનો થયાં છે તથા અનેક પૂરાવાઓના આધારે પ્રિયદર્શી રાજા એ સંપ્રત્તિ રાજા જ હતા એવા અંતિમ નિષ્કર્ષ સુધી પહોંચવાનો પુરુષાર્થ પુસ્તકો દ્વારા થાય છે. અગણિત જિજ્ઞાસાઓ પૂરી ન થઈ શકે એવા આ યુગમાં ઘણા બધા લોકોને બ્રહ્માંડ અંગે પણ જિજ્ઞાસાઓ થાય છે. પ્રત્યક્ષથી જણાતું એવું આ વિશ્વ (બ્રહ્માંડ) ઘણું જ સીમિત છે. રોજ-રોજ નવા નવા સંશોધનો દ્વારા વિશ્વ વ્યવસ્થાની માહિતિમાં વિસ્તાર થતો રહે છે.
જ્ઞાનની જિજ્ઞાસાવાળા એવા આ યુગમાં JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ની માહિતી પણ આજે આ મહાગ્રંથના માધ્યમે ઉપલબ્ધ થાય છે. પ્રસ્તુત ગ્રંથના રચઈતાએ જુદા-જુદા ગ્રંથોમાં આપેલ-છપાયેલ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થાની વાતોને એક જ ગ્રંથમાં સમાવેશ કરીને આજના બુદ્ધિ-પ્રધાન સમાજ આગળ રજુ કરવાનો ભવ્ય પુરુષાર્થ કર્યો છે તે ખરેખર અનુમોદનીય છે. એમ કહેવાય છે કે અલગ-અલગ પ્રકારના ક્ષયોપક્ષમવાળા જીવો હોય છે કોઇકને દ્રવ્યાનુયોગમાં રસ હોય છે તો કોઇકને ચરણકરણાનુયોગમાં રસ હોય છે તથા કોઇકને ધર્મકથાનુયોગમાં રસ હોય છે. જે લોકોને ગણિતાનુયોગમાં રસ છે એવાઓને ગણિતાનુયોગની પ્રધાનતાવાણો એવો આ ગ્રંથ મહોપકાર કરનારો થશે. જે લોકોને ૧૪ રાજલોક વગેરેનું સંક્ષેપથી સ્વરુપ જાણવું હશે તેમજ સંપૂર્ણ વિશ્વ-વ્યવસ્થા શું છે? એવી ઘણી બધી જિજ્ઞાસા જેઓને હશે તેઓ માટે આ JAIN COSMOLOGY ગ્રંથ ઘણો જ ઉપકારક થશે તથા સર્વજ્ઞ કથિત જૈન વિશ્વ વ્યવસ્થાની માન્યતા પ્રમાણેની માહિતીથી જેઓ અજ્ઞાત છે એવા જિજ્ઞાસું લોકોના હાથમાં જ્યારે આ પુસ્તક આવશે ત્યારે તેઓને માટે આ ગ્રંથ જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારનારો
થશે.
22
Jain Education International
જૈનશાસનને પામેલા પંડિતજી અને શિક્ષકોને (અધ્યાપકોને) પણ ૧ વાત કહેવાનું મન થઇ જાય છે કે... આ ગ્રંથનું આલંબન લઈને સર્વજ્ઞ દ્રષ્ટિએ વિશ્વ વ્યવસ્થાથી અજ્ઞાત એવા બાલજીવોને
For Private & Personal Use Only
www.jainelibrary.org