________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
વિજ્ઞાન વિકાસની પરાકાષ્ઠાએ કે પગદંડીએ....?
પ. પૂ. મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ. સા. ને વંદના સહ જણાવવાનું છે કે.... આપશ્રીએ મોકલેલ JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ગ્રંથ મળ્યો, જોયો, વાંચ્યો. આપે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા કહેવાયેલાં વચનો જે જે આગમ ગ્રંથોમાં સચવાયેલાં છે તેનું વાંચન કરી દોહન આપ્યું છે. આટલું ગહન જ્ઞાન સામાન્ય જન માટે સરળ કર્યું છે તે ઘણું જ અનુમોદનીય કૃત્ય છે, આપે ઘણી મહેનત કરી બાળ જીવો પર અપાર કૃપા કરી છે.
“JAIN COSMOLOGY” આમ તો બુદ્ધ તથા વૈદિક પરંપરા તેમજ કાંઈક અંશે પાશ્ચાત્ય ધર્મના અવલોકનોની નજીક છે, પરંતુ હાલના પ્રચિલત વૈજ્ઞાનિક સંદર્ભોથી ભિન્ન છે તે વાત સુવિદિત છે. વળી આ ગ્રંથમાં વિશ્વ વ્યવસ્થાનો તથા તેને લગતા પદ્રવ્ય વગેરેનો જેટલી ઊંડાણથી અભ્યાસ તથા વર્ણન છે તેટલું ભાગ્યે જ કોઈ અન્ય ધર્મ કે સંસ્કૃતિમાં હશે. કારણ કે, આ ગ્રંથમાં તર્ક છે, માહિતી છે, જ્ઞાન છે તેમજ વિજ્ઞાન પણ છે. જેવી રીતે હાથમાં લીધેલા આમળાનું જે સ્પષ્ટતાથી વર્ણન થઈ શકે તેટલી જ સ્પષ્ટતાથી-સરળતાથી શ્રી સર્વજ્ઞ પરમાત્માએ વિશ્વ વ્યવસ્થા રુપ કોસ્મોલોજીનું વર્ણન કર્યું છે. જૈન ખગોળ-ભૂગોળ, પ્રજ્ઞાપના સૂત્ર, જીવાભિગમ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે અનેક આગમ ગ્રંથો તથા અન્ય પણ ઘણા બધા પ્રકરણ ગ્રંથોમાં આવા પ્રકારનું જ્ઞાનનું વર્ણન જોવા મળે છે અને તેનું મુનિશ્રીએ ઊંડા અભ્યાસ દ્વારા દોહન કરી આજે આપણી સમક્ષ મૂક્યું છે.
વિજ્ઞાન હજી વિકાસની સતત પ્રક્રિયામાં છે. કાલે શોધાયેલું, કાલે પ્રતિપાદિત થયેલું આજે બીજા પ્રમાણોને લીધે બદલાય છે, નિયમોમાં ફેરફાર થાય છે. સંશોધનની પ્રકિયા તો ચાલુ રહે છે અને આજે વધુ નવું, સત્યથી વધુ નજીક એમ શોધાતું રહે છે. જ્યારે જૈનધર્મ દ્વારા જ્ઞાત થયેલું જ્ઞાન અચલ-અવિચલ રહ્યું છે. કેમકે, આર્ષદ્રષ્ટા પુરુષોએ આપ્તપુરુષોએ કેવળજ્ઞાન દ્વારા જોયું અને ત્યારબાદ જ તેની પ્રરુપણા કરી છે.
પદાર્થવિજ્ઞાન, અણુવિજ્ઞાન, ગણિત, ગતિના નિયમો, જીવવિજ્ઞાન, જ્ઞાન પરનો વિચાર, માનસશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર વગેરે અનેકાનેક જ્ઞાન-વિજ્ઞાનો સર્વજ્ઞ પુરુષની જ્ઞાનની આભામાં સમાયા, તેને ગણધરોએ ઝીલ્યા અને ગુંથ્યા અને સુવિહિત આચાર્યની પરંપરાથી આપણા સુધી પહોંચ્યા, વિજ્ઞાને તો આ બધું છેલ્લા ૪ શતકમાં શોધ્યું. પરંતુ આપણી પાસે તો આ બધું જ સદીયો પહેલાંથી છે અને હજી કેટલુંય એવું જ્ઞાન છે કે જેને આ વિજ્ઞાન પામી શક્યું જ નથી. કહેવાનું તાત્પર્ય એ જ છે કે શ્રદ્ધાપૂર્વક સર્વજ્ઞ કથિત ધર્મનું સેવન કરવું જોઈએ... વૈજ્ઞાનિક હોવાથી હું વિજ્ઞાનની અહવેલના કરવાનું નથી કહેતો, પરંતુ ધીરજથી સ્વસ્થ ચિત્તે આંખ-કાન ખુલ્લા રાખી આ વાતને સમજવાની કોશીશ કરવાની છે. ઉતાવળે નિર્ણય ન કરવો અને આવનારા સમયની રાહ જોવી. કેમકે તે માટે એક દાખલો આપું - દરેક વનસ્પતિમાં જીવ છે અને સંવેદના છે, તે વાતને સમજવા વિજ્ઞાનને ૨૦મી સદી સુધી રાહ જોવી પડી જ્યારે આપણા જૈનાગમોમાં એને અત્યંત વિસ્તારથી સદીઓ પૂર્વે જ વર્ણવી દીધું હતું. અને ૧૯ મી સદી પહેલા ધર્મની આ વાતને વૈજ્ઞાનિકો કેવી રીતે જોતા હશે. તેની કલ્પના કરી લ્યો, બસ ! આવું જ કાંઇ “JAIN COSMOLOGY” (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) માંથી નિકળે તો નવાઈ
1) ડૉ. સુધીર વી. શાહ, % ૪૨, જૈનનગર-પાલડી, અમદાવાદ
- 21)
અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org