________________
જૈન કોસ્મોલોજી
એક ઉમદા ગ્રંથનું સર્જન એટલે.....
પ. પૂ. મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી મ. સા. ને શેઠ શ્રેણિકભાઇ કે. લાલભાઇની વંદના... સુખ-શાતામાં હશો...,આપના દ્વારા મોકલાવેલ “JAIN COSMOLOGY” (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક ગ્રંથ મળ્યો,જોયો. સર્વજ્ઞ ભગવંતે નિહાળેલા સમસ્ત વિશ્વના સ્વરૂપને સંપૂર્ણપણે તર્કબદ્ધ તાદ્રુશ્ય કરતા તમામ પેટા પ્રકરણો વાંચ્યાં. વિજ્ઞાન જે રીતે પોતાની અપૂર્ણ શોધો કરીને વિશ્વને વિપરીત દિશામાં લઇ જઇ રહ્યો છે તેમાંથી તેઓના તમામ સમીકરણોને જુઠા પાડીને સર્વજ્ઞ કથિત તત્ત્વજ્ઞાનને સત્ય પુરવાર કરવા ગાણિતીક અને સચિત્ર માહિતી બાહર પાડવા વિવિધ સાહિત્યની જરૂર વર્તાતી હતી. સર્વજ્ઞ પરમાત્મા મહાવીરસ્વામી દ્વારા કથિત જૈન ભૂગોળ-ખગોળ સંબંધી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, પ્રજ્ઞાપના સૂત્ર,દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સૂત્ર, ઠાણાંગ સૂત્ર, ઔપપાતિક સૂત્ર વગેરે આગમ ગ્રંથોમાં તેમજ તત્ત્વાર્થ સૂત્ર, ક્ષેત્રલોકપ્રકાશ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્ર સમાસ વગેરે પ્રકરણ ગ્રંથોમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે તમામ ગહણ પદાર્થો આજે સામાન્ય વ્યકિતને સમજવા કઠિનતમ છે. આથી તે તમામ પદાર્થોને એક સુનિયોજીત શૈલીથી પ્રકરણ વાર વિભાગ કરીને સમાન વિષયોને એક સાથે સંકલિત કરીને સેંકડો ચિત્રો સહિત આ ગ્રંથ પુસ્તકાકારે જ્યારે જૈન સમાજ સામે પ્રકાશિત થઇ રહ્યો છે ત્યારે તે વાત જાણી આજે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું.
મારા મતે આ પ્રકાશિત થયેલ ગ્રંથ મોક્ષમાર્ગની આરાધનામાં ઉદ્યત બનેલા મુમુક્ષુ જીવોને તેમજ ચતુર્વિધ શ્રી સંધને પરમાત્માની વાણી રુપ તત્ત્વજ્ઞાન સમજવા ચોક્કસ એક ભોમિયાની ગરજ સારસે. જે વિજ્ઞાનની માયાજાલ રુપ શોધોમાં ફસાયા વિના અસંખ્યાતા આકાશપ્રદેશમય સમસ્ત વિશ્વનું સ્વરૂપ સમજાવી વિશ્વની અનંતતા વિચારી આત્માને વૈરાગ્યથી વાસિત કરશે અને જેના અધ્યયનથી પોતાનો આત્મા આવા ૧૪ રાજલોકમાં ક્યાંય ભૂલો ના પડી જાય તેના માટે સજાગ બનશે અને ભાગવતી પ્રવજ્યા રુપ ચારિત્રધર્મ પ્રતિ સજાગ બની પરંપરાએ મોક્ષને પામી પોતાનું આત્મકલ્યાણ સાધશે.
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
-----
પ્રસ્તુત ગ્રંથમાં આપેલા આધાર ગ્રંથોના તમામ પાઠોનું આપે જે શાસ્ત્રીય આધાર આપવાનો પ્રયત્ન કર્યો છે તેમજ તે તમામ પાઠોને સંકલિત કરવા માટે આપે જે જહેમત ઉઠાવી છે તેની હું અનુમોદના કરુ છું તથા આપે આ વિષયમાં ઊંડા ઉતરેલ અનેક વિદ્વાન આચાર્ય ભગવંતો અને વિવિધ શ્રાવકવર્યોના લેખોને અને હસ્તલિખિત પ્રતોના ઉદ્ધરણોને સંકલિત કરી જાણવા જેવી ભૂમિકા વગેરેમાં સમાવેશ કર્યો છે તેના કારણે સંકલિત થયેલી ધણી બધી બાબતો બહાર આવશે અને લોકો સહજ રીતે સમ્યગ્ જૈન ભૂગોળ-ખગોળાદિની માહિતી મેળવી ખૂબ સારી રીતે ભણી શકશે... તેવી શ્રી સંધ પાસે આશા રાખું છું.
આપશ્રીએ ૧૦ વર્ષનાં ટૂંકા સંયમપર્યાયમાં આવી પદ્ધતિસરની શોધ કરી જૈનસંધ સમક્ષ એક ઉમદા ગ્રંથના સર્જન રુપે “સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું” ધરવા બદલ હું આપને અભિનંદન પાઠવું છું અને આપ આગળ પણ આ રીતે જ શ્રુતજ્ઞાનની ભક્તિ કરીને જૈનશાસનને નવા-નવા સંશોધનાત્મક ગ્રંથોની ભેટ આપતા રહેશો... તેવી ઉત્તમ ભાવના સાથે વિરમું છું.
Shrenik K Lalbhai
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org