________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
શકાય તેવા સમાધાનોથી ભરપૂર છે.
જિનશાસનનું ખેડાણ કોઈ એક જ વિષયમાં નહીં, પરંતુ તમામે તમામ વિષયોમાં છે. તેમાનાં ખગોળ અને ભૂગોળ વિષયનું તેમજ સમગ્ર બ્રહ્માંડના વિષયનું અદ્ભુત જ્ઞાન આ JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક ગ્રંથમાં ટૂંકમાં રજુ કરવાનો પ્રયત્ન મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજીએ ઉછળતા ઉલ્લાસથી કર્યો છે. આ ગ્રંથમાં રજુ કરાયેલા કેટલાક પદાર્થો પાછળના સુંદર તર્ક પણ તેમણે રજુ કર્યા છે તો કેટલાક પદાર્થોને શ્રદ્ધાથી સ્વીકારવાની રજૂઆત પણ કરી છે. યાદ રહે કે “જ્યાં તર્કના સીમાડા આવે ત્યાં સાચી શ્રદ્ધાની શરુઆત થાય છે.”
જ્યાં સહન કરવાનું નથી ત્યાં ધર્મ પણ નથી. સહન ન કરવાની વૃત્તિવાળા જીવોને પોતાને ધર્મ ન કરવો હોય તેથી બીજાને ધર્મ કરવા અટકાવવા ધર્મના પાયાભૂત આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નર્ક, મોક્ષ, પરલોક વગેરેનો તિરસ્કાર કરવો, “દેખાય તે જ માનવું અને ન દેખાય તે ન જ માનવુ” નો ગોબેલ્સ પ્રચાર કરીને પોતાને સેકયુલર-બિનસાંપ્રદાયિક માનવાનું ગૌરવ અનુભવે છે, પણ તેમના પ્રચારમાં કોઇએ દોરવાઇ જવાની જરૂર નથી, કારણ કે, શબ્દ, સુગંધ-દુર્ગધ, ખટાસ-મિઠાસ, કડવાસ-તિખાસ, ઠંડી-ગરમી, ભૂખ-તરસ વગેરે દુનિયાના અઢળક પદાર્થો દેખાતા ન હોવા છતાં પણ માને છે પણ ધર્મ પ્રત્યેની એલર્જીના કારણે ધર્મનો વિરોધ કરે છે. પોતાની હજારમી પેઢીના દાદા કે સામી વ્યકિતના માથાના દુઃખાવાનો સ્વયં અનુભવ ન કર્યો હોવા છતાં ય માનવા તૈયાર તે બુદ્ધિજીવીઓ અનેક પ્રકારે અનુભવતા આ પદાર્થોને નહીં માનવામાં કઈ શુરવીરતા માને છે? તે વિચારણીય છે. દુનિયાના બધા વ્યવહારો પૈસાથી કે બુદ્ધિથી નહીં પણ શ્રદ્ધના જોરે કરનારા ધર્મની વાત આવે ત્યારે અકળામણ અનુભવતા જણાય છે, માટે તેમના પ્રત્યે તો હવે ભાવકરુણા જ કરવી રહી...!
આ “JAIN COSMOLOGY” (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક મહાગ્રંથમાં મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજીએ ઘણો જ પરિશ્રમ કરીને અનેક શાસ્ત્રોનું દોહન કરીને, અર્જનોના ગ્રંથોમાંથી પણ તેમની તે તે પ્રકારની માન્યતાઓનો સંગ્રહ કરીને, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ સત્યાસત્યની ચકાસણી રજુ કરીને “ગાગરમાં સાગર” સમાવવાનો અનુમોદનીય પ્રયાસ કર્યો છે. ૧૦૮ વિષયોની તેમજ જાણવા જેવી ભૂમિકાની અનુક્રમણિકા (INDEX) તથા તે તે વિભાગમાં આવેલ આધારગ્રંથોની સૂચિ અને પરિશિષ્ટ-૧ માં આવેલ સાક્ષીપાઠો જોવાથી આ ગ્રંથની વિશ્વાસનીયતા તેમજ ઉપાદેયતા જણાશે તથા મુનિરાજશ્રી ને પણ ધન્યવાદ આપ્યા વિના નહીં રહેવાય..... સૌ કોઈ આ ગ્રંથના વાંચનવડે જલ્દીથી જલ્દી શિવપદને પામનારા બને તેવી અંતરના ય અંતરથી શુભેચ્છા.....
ગુરુપાદપદ્મરણ - પં. મેઘદર્શનવિજય
[19)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org