________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા 221 8 .-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-..
આ જગતમાં મુસ્લિમો માત્ર મુસ્લિમોને , ક્રિશ્ચનો માત્ર માનવોને, અન્ય ધર્મીઓ માત્ર માનવ-પશુપંખીઓને ચાહવાનું જણાવે છે ત્યારે માત્રને માત્ર આ જિનશાસન જ એક એવું અદ્ભુત છે કે જે માત્ર જેનોને, માનવોને, પશુ-પંખીઓને જ નહીં પણ સર્વ જીવમાત્રને ચાહવાનું કહે છે, જીવમાત્ર પ્રત્યે કરુણા વરસાવવાનું કહે છે. જીવમાત્રને બચાવવા જાનનું પણ બલિદાન આપવાનું કહે છે. આવા ઉદાર-કરુણાસભર જૈનધર્મને સંકુચિત માનવાની તો સ્વપ્ન પણ ભૂલ નહીં કરો ને?”
હિંસા-જુઠ-ચૌરી-મૈથુન અને પરિગ્રહને મહાપાપ તરીકે તો કદાચ દરેક ધર્મો રજુ કર્યા છે, પણ એ તો આદર્શની વાત થઈ!આ પાંચે મહાપાપનો ત્યાગ કરવાની સુંદર વાત કરનારા કયા ધર્મ પાસે આ પાંચે મહાપાપનો ત્યાગ કરવા પૂર્વક ઉન્નત મસ્તકે ગૌરવ સભર જીવન જીવવાની શૈલિ છે? આપી શકો કોઇ જવાબ? જૈનશાસન એવું વિશિષ્ટ શાસન છે કે જેણે આ પાંચ મહાપાપોને માત્ર મહાપાપો રુપે કે તેનો ત્યાગ કરવા રુપે જ જણાવ્યા નથી પણ સાથે સાથે તે પાંચે મહાપાપો વિનાનું ઉન્નત-ગૌરવસભર જીવન જીવવાની અદ્ભુત શૈલિ પણ બતાવી છે. સંયમ-જીવન સ્વીકારીને આજે પણ હજારો સાધુ-સાધ્વીજી ભગવંતો આ પાંચે મહાપાપો વિનાનુંઉન્નત-ગૌરવસભર જીવન જીવતાં જોવા મળે છે. ધન્ય છે આવા આદર્શોને ચરિતાર્થ કરતી જીવનશૈલિબતાડનારા આ અદ્ભુત જિનશાસનને!ઓળોટી જઇએ જિનશાસના ચરણોમાં! જીવન ન્યોછાવર કરી દઇએ જિનશાસનના ચરણોમાં.....
સાધુ-સાધ્વી બનવાની ક્ષમતા ધરાવનારા જીવો પણ જો ઇચ્છે તો થોડી થોડી તેની અનુકુળતા પ્રમાણેના સમય સુધી આ પાંચે મહાપાપ વિનાનું જીવન જીવી શકે તેવા વ્યવહારુ ઉપાયો આ જિનશાસને ઉપધાનપૌષધ-સામાયિક વગેરે દ્વારા બતાડ્યા છે, આવો નાનામાં નાના જીવોને અનુકુળતા કરી આપનારો ધર્મ એકમાત્ર જૈનધર્મ સિવાય બીજો કયો હોઈ શકે? છે ને અભુત આ જિનશાસન! કોઈ જીવના પ્રાણો લઈને મારી નાંખીએ તો જ હિંસા કહેવાય અને તેવી હિંસાનું પાપ લાગે એવું કહેનારા અનેક ધર્મોની વચ્ચે માત્રને માત્ર જિનશાસન જ વિશિષ્ટ સૂક્ષ્મ ચિંતનસભર જણાય છે કે માત્ર જીવને મારવામાં જ નહીં પણ જીવને હેરાન કરવામાં, કડવા શબ્દો કહેવામાં, ત્રાસ આપવામાં, તેને ઉગ પમાડવામાં, તેની લાગણી દુભાવવામાં, તેનો ઘરભંગ કરવામાં પણ હિંસા છે તેવું ઇરિયાવહિ સૂત્રોમાં જણાવીને માફી માંગવાની વાત કરાઈ છે. જાળ પાથરીને દાણા ખવડાવતો પારઘી નહીં પણ તાળી પાડીને ભોજન વિખુટા કરીને કબુતરને ઉડાડી દેતો બાલક સાચો અહિંસક છે, એ વાત જો મગજમાં બેસી જશે તો પરમાત્માની ઉલ્લાસપૂર્વક કરાતી ઉત્તમદ્રવ્યોથી અષ્ટપ્રકારી પૂજામાં ગાંડા બન્યા વિના નહીં રહેવાય.
ઉકાળેલું પાણી, રાત્રિભોજન ત્યાગ, કંદમૂળ-અભક્ષ્ય ત્યાગ, જીવોનું વર્ગીકરણ, છઠ્ઠો આરો, ગર્ભાપહાર (સરોગેટ મઘર) વગેરે અનેકવિધ વૈજ્ઞાનિક તથ્થસભર જૈનશાસનની વાતો જાણ્યા પછી તો હૃદય ઉદ્ગાર કર્યા વિના નહીં રહી શકે કે જિનશાસન સંપૂર્ણ છે, યુક્તિ સંગત છે. તેમજ સર્વ પ્રશ્નોના સાચા અને અપનાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org