________________
જૈન કોસ્મોલોજી ----------------
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
જણાવેલ કે “હા! હું પુનર્જન્મને અવશ્ય માનું છું અને જો ખરેખર મારે ફરીથી જન્મ લેવાનો હોય તો હું આવતા ભવે હિન્દુસ્તાનમાં રહેતા જૈન કુટુંબમાં જન્મ લેવાને ઇચ્છું છું!” બનડશોનો આ જવાબ જ્યારે ને ત્યારે પરદેશની વાહવાહ કરનારા અને પશ્ચિમની વિકૃતશૈલીથી આકર્ષાયેલા બુદ્ધિપ્રધાન જીવીઓને એક લપડાક સમાન છે. તેમજ વિપશ્યના વગેરે અનેક જૈનશાસન બાહ્ય પ્રાણા-અનુષ્ઠાનોનો ઠેર ઠેર પ્રચાર કરનારાઓ માટે આઈ ઓપનર (EYE OPNER) = આંખ ઉઘાડનાર છે.
- જ્યાં શ્રમણ-શ્રમણી ભગવંતોનું વિચરણ ન હોય તેવા પરદેશમાં જવાનો સ્વપ્નમાંય વિચાર ન કરવો, કદાચ જવું પડે તોય ત્યાં કાયમી વસવાટ તો ન જ કરવો, નહીં તો તેની ચોથી વગેરે પેઢીમાંથી કાયમ માટે જૈનશાસન દૂર થઈ જશે, તે જૈનશાસન હારી જાશે, ચુકી જાશે, ગુમાવી બેસશે....
શા માટે જૈન કુટુંબમાં તમે જન્મ લેવા ઇચ્છો છો?” ના જવાબમાં બર્નાડશો જણાવે છે કે “દુનિયાના તમામે તમામ ધર્મોએ ભગવાન બનવાની મોનોપોલી કોઈ એક વ્યક્તિને જ આપી છે પણ એની સામે એક માત્ર જિનશાસન એવું છે કે જેણે ભગવાન બનવાની મોનોપોલી કોઈ એક વ્યકિતને આપી નથી, જિનશાસન તો મહાન છે, ઉદાર છે, અદ્ભુત છે. જે એમ કહે છે કે હું, તું, તે, અમે, તમે, તેઓ, આપણે, બધા જ ભગવાન બની શકીએ. જે જીવ સાધના કરીને રાગ-દ્વેષ-અજ્ઞાનને ખતમ કરે છે તે તમામે તમામ જીવો શિવ બની શકે.. એટલે ભગવાન બની શકે, મોક્ષ પામી શકે, મારે પણ ભગવાન બનવું છે માટે મારે જૈન કુટુંબમાં જન્મ લેવો છે !” આપણે કેટલા બધા પુણ્યશાળી છીએ..કે આપણને હિન્દુસ્તાનમાં જ જૈનશાસન યુક્ત કુટુંબમાં જન્મ મળી ગયો! હવે રોમરોમમાં જિનશાસન પ્રત્યે બહુમાનભાવ પેદા કરીએ. જૈનશાસનને સંપૂર્ણ સમર્પિત બની જઈએ, તન-મન-ધન-જીવન આ બધું જ જિનશાસનના ચરણે કુરબાન કરી દઈએ...
મારા તરણતારણહાર, વાત્સલ્યવારિધિ, ભવોદધિતારક ગુરુદેવ પંન્યાસપ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સા. ના રોમરોમમાં જિનશાસન વણાયેલું હતું. તેમના શ્વાસ અને પ્રાણ જિનશાસન હતા, તેમની ધમની અને શિરામાં લોહી નહીં પરંતુ જિનશાસન વહેતું હતું.... એમ કલ્પી શકાય, જિનશાસન માટે તેઓ જીવી ફીટ્યા તો જિનશાસન માટે તેઓ મરી પણ ફીટ્યા. તેમના જીવનમાં તેમને માત્ર ૨ જ ગીતની રચના કરી છે.. (૧) શાસનવંદના (૨) શાસનગીત. શાસન પામ્યાનો આનંદ, ખુમારી, દાઝના તેમાં દર્શન થાય છે. તેમજ તેની રક્ષા કરવાની તમન્ના અને તલસાટ તેમાં જણાય છે. તેમની એક આંખમાં હતાં અરિહંતની ઓળખ કરાવતાં કરુણાનાં આંસુ, તો બીજી આંખમાં હતી જિનશાસનની અદ્ભુત દાઝ ! છેલ્લા સેંકડો વર્ષોમાં આવા મહાપુરુષ થયા હતા કે કેમ? અને આગામી હજાર વર્ષોમાં આવા કોઇ થશે કે કેમ? તે સૌના હૃદયમાં ધુમરાતો સવાલ છે કે જેની અંતિમ પાલખીયાત્રામાં શબ્દો સહજ રીતે પોકારાયા હતા કે, “દેખો દેખો કૌન આયા, જિનશાસન કા શેર આયા. પાલખી મેં કૌન હૈ, જિનશાસન કા શેર છે!”
17 )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org