________________
જૈન કોસ્મોલોજી
- - - - - - - - - - - - - - - સુરેશ કથિત વિશ્વ વ્યવસ્થા અદ્ભુત એવા જિનશાસનને વંદન... વંદન.. વંદન..
यदीय सम्यक्त्व बलात्प्रतीमो, भवादृशानां परमस्वभावम् । कुवासना-पास-विनाशनाय, नमोऽस्तु तस्मै जिनशासनाय ॥
નમોડસ્તુ તર્જ તવ શાસના |
હે તરણતારણહાર દેવાધિદેવ પરમપિતા પરમાત્મા ! જિનશાસનના સમ્યગ્દર્શનના પ્રભાવથી અમે આપના શ્રેષ્ઠતમ સ્વભાવને જાણી શક્યા છીએ, તે કુવાસનાના પાસનો નાશ કરનારા તારા શાસનને - જિનશાસનને નમસ્કાર.. નમસ્કાર... નમસ્કાર...
જાણવા મળ્યું છે કે, ઈન્ડોનેશીયા દેશમાં ભરાયેલી સર્વ ધર્મ પરિષદમાં “Which is the most practical and most scientific religion in the world ? ” ની અનેક ધર્મોના અનેક તત્ત્વચિંતકોની અનેક શાસ્ત્રોના આધારે થયેલી ચર્ચાનો નિષ્કર્ષ આવેલ કે “જૈનધર્મ જ આ જગતમાં સૌથી વધારે વ્યવહારુ અને વૈજ્ઞાનિક છે!” આવા અદ્ભુત જિનશાસનને પામીને હૈયું રોમાંચિત બન્યા વિના ન રહે, મનમયુર નાચી ઉઠે, સાડા ત્રણ કરોડ રોમરાજી વિકસ્વર થઈ જાય, સતત ધન્યતાની અનુભૂતિ થાય, જન્મથી મળેલા જિનશાસનને જીવનમાં સફળ બનાવવાનો સક્રિય પુરુષાર્થ થયા વિના ન રહે.
અનાદિકાળથી ચાલ્યું આવે છે આ જિનશાસન! સૌથી પ્રાચિન છે આ જિનશાસન ! અનંતાનંત અરિહંત ભગવંતોએ જગત સમક્ષ પ્રગટ કર્યું છે આ જિનશાસન! તેમજ અનંતાનંત આત્માઓને સાચા અર્થમાં સુખી બનાવ્યા છે આ જિનશાસને ! નાના-મોટા, ભણેલા-અભણ, શ્રીમંત-નિર્ધન, રાજા-રંક, સજ્જન-દુર્જન, શહેરીગામડિયા, સાધુ-ડાકુ, સૌને આ જિનશાસને કોઇ પણ ભેદ-ભાવ જોયા વિના શાશ્વત સુખના સ્વામી બનાવ્યા છે. આ જિનશાસનનો પ્રત્યેક પદાર્થ અદ્ભુત છે, અલૌકિક છે, અદ્વિતીય છે, આત્માને ઉજાગર કરનારો છે, સમતા-સમાધિ-શાંતિનો સ્વામી બનાવનારો છે, માટે જ કહેવાય છે કે વિશિષ્ટ સદ્ભાગ્ય વિના આ જિનશાસન મળે જ નહીં.
અદ્ભુત એવા જિનશાસનમાં શું શું છે? તે ન પૂછો, શું શું નથી? તે સવાલ છે. જીવન જીવવાની કળા જિનશાસનમાં છે, શાંતિ-સમાધિ-પ્રસન્નતા પામવાના ઉપાયો જિનશાસનમાં છે, તાપ-આતાપ-સંતાપ, આધિવ્યાધિ-ઉપાધિ, તકલીફ-મુશ્કેલીઓ આપત્તિઓ અને અંધાધુંધીઓમાંથી મુક્તિ બક્ષવાની તાકાત આ જિનશાસનમાં છે. દુઃખો-પાપો-દોષો અને વાસનાઓથી કાયમી છુટકારો આપવાની ક્ષમતા આ જ જિનશાસનમાં છે.
મહાત્મા ગાંધીના પુત્ર દેવદાસ ગાંધી દ્વારા પૂછાયેલો પ્રશ્ન “તમે પુનર્જન્મને માનો છો કે નહીં? અને જો પુનર્જન્મને માનતા હો તો આવતા ભવમાં ક્યાં જન્મ લેવા ઇચ્છો છો?” ના જવાબમાં જ્યોર્જ બર્નાડશોએ
(16 |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org