________________
જેન કોસ્મોલોજી .3 __._._._._._._ _ _ _ _ _ _ _ _ _ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
તેvi ali તે સમvi... તે વાને તે સમgvi બલવં મહાવીરે...” તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરે બેતાલીશ વર્ષની ઉંમરે લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી વૈશાખ સુદ-૧૧ ના મંગલ દિવસે વિશ્વકલ્યાણકર, મોક્ષમાર્ગપ્રકાશક અને શાશ્વત સુખપ્રાપક એવા આ શાસનની સ્થાપના કરી. ત્યારબાદ ૩૦ વર્ષ સુધી પરમ પિતા પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર આ ધરતી ઉપર વિચર્યા... ૨૨,૦૦૦ દેશનાઓનો ધોધ વહાવ્યો. છેલ્લે દિવાળીના દિવસે ૧૬ પ્રહર સુધી અખંડ દેશના આપી પરમાત્મા મહાવીરદેવનિર્વાણપદને પામ્યા. આ તમામ દેશનાઓમાં પરમાત્મા મહાવીરદેવે ભૂગોળ-ખગોળ-વિજ્ઞાન આદિ તમામે તમામ વિષયો પર પ્રકાશ પાથર્યો. મોક્ષ અને મોક્ષમાર્ગને ઉપયોગી તમામ વાતો પરમાત્માની દેશનામાં પ્રતિબિંબિત હતી. મોક્ષ ક્યાં છે?, ૧૪ રાજલોક, અઢીદ્વીપ, અસંખ્ય દ્વીપ-સમુદ્રો, ઉર્ધ્વલોક, અધોલોકાદિની વિસ્તૃત માહિતી આગમ-શાસ્ત્રો અને પ્રકરણગ્રંથોમાં યત્ર-તત્રસર્વત્ર પથરાયેલી છે.
Jain Cosmology (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) ગ્રંથરત્નને ૧૦૮ વિષયોમાં વિભક્ત કરી ૨૫૦ ઉપરાંત ચિત્રો દ્વારા સમજાવવાનું કપરું કાર્ય સ્વાન્તઃ સુખાય મારા અંતેવાસી મુનિ શ્રી ચારિત્રરત્નવિજયજીએ આદર્યું. પૂજ્યપાદ પરમારાથ્યપાદ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. મેવાડદેશોદ્ધારક આચાર્યદેવ શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા.નાદિવ્ય આશીર્વાદથી અને પ.પૂ. વર્તમાન સુવિશાલ ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર આચાર્યદેવ શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. ભવોદધિતારક ત્રિશતાધિક દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવ શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ની આજ્ઞા અને શુભ આશીર્વાદના બળે એમનું આ ભગીરથ કાર્ય સંતોષપ્રદ રીતે પૂર્ણ થયું છે.
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થાને વર્ણવતું “Jain cosmology" આડબલ ક્રાઉન સાઈઝના ૫૦૦ ઉપરાંત પાનાઓમાં તૈયાર થયેલ ગ્રંથરત્નને અનુક્રમે લોકવિભાગ, અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક, પ્રકીર્ણક, જાણવા જેવી ભૂમિકા અને પરિશિષ્ટ એમ સાત વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. પ્રાયઃ ૧૫૦થી વધુ આગમ-પ્રકરણ ગ્રંથોનો આધાર લેવાયો છે. દરેક મુખ્ય મુખ્ય મુદ્દાઓને શક્ય આગમઆધારિત શાસ્ત્રપાઠોથી પ્રમાણિત કરાયા છે. તેમજ આ વિષયને લાગતા-વળગતાં પ્રાચીન ૬૮ જેટલા ચિત્રોની પ્રતિકૃતિઓ પણ સમાવી લેવામાં આવી છે કે જેથી પ્રાચીન ચિત્રકલાનો પણ રસાસ્વાદ માણી શકાય... # તત્ત્વચિંતન - વર્તમાન શિક્ષા પ્રણાલીમાં ભૂગોળ-ખગોળને માત્ર ભૌતિક જગત સાથે સંબંધ છે, જ્યારે આ ગ્રંથમાં વર્ણિત ભૂગોળ-ખગોળને આધ્યાત્મિક જગત સાથે સંબંધ છે. ૧૨ ભાવનામાં આવતી લોકસ્વરુપ ભાવનામાં પૂરક બનતા આ ગ્રંથના આધારે આપણે ચરમ લક્ષ્ય મોક્ષને ઓળખી શકીએ.. ૧૪ રાજલોકમાં આપણે ક્યાં ક્યાં ભટક્યા? એ ખ્યાલ આવે, સ્વર્ગ-નરકના યથાવસ્થિત સ્વરુપથી આપણે સુપેરે પરિચિત બનીશું તો પુણ્ય-પાપતત્ત્વના ફળની સમજ વધુ clear થશે. જીવ-અજીવ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરાદિ નવતત્ત્વનાં સુંદર બોધથી સમૃદ્ધ થયેલો આપણો આત્મા સિદ્ધશિલાની ટોચે જઈ કર્મરહિત અવસ્થાને પામી શાશ્વત સુખનો સ્વામી બને. બસ! એ જ અભ્યર્થના સહ...
4 આચાર્ય વિજય રશ્મિરત્નસૂરિ.
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org