________________
જૈન કોસ્મોલોજી ---------
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
જેન વિશ્વ રચના... પ્રચંડ સાઘનાની ફળશ્રુતિ રુપે સૂક્ષ્માતિસૂમ મોહમાયાનું ઉમૂલન કરીને વીતરાગતા પ્રાપ્ત કરનારા પ્રભુએ સર્વજ્ઞતા ઉપલબ્ધ કરીને જૈનશાસનની સ્થાપના કરી, ભવ્યજીવોને આત્મકલ્યાણકર સર્વજીવહિત સાધક ઉપદેશની અમૃતવૃષ્ટિ વરસાવી. ગણધર ભગવંતોએ તે પુષ્પોની માળા ગુંથીને દ્વાદશાંગી રુપ પ્રવચનની સૂત્ર સ્વરૂપે ભેટ આપી. પૂર્વના મહર્ષિઓએ દરેક સૂત્રોનું વ્યાખ્યાન એટલે કે અનુયોગ દ્રવ્ય-ગણિત-આચાર અને કથા એમ ચાર ચાર વિભાગથી કરીને પ્રચંડ ઉપકાર કર્યો. સર્વજ્ઞ ભગવંતે ભાખેલા આ ચારે અનુયોગ જૈનશાસનમાં તત્ત્વસ્વરૂપે સુવિદિત છે. જે દરેકે દરેક પોતપોતાના સ્થાનમાં મહત્વનાં છે.
એવું નથી કે કથા કે આચારનો અનુયોગ એટલે નીચું કે હજું તત્ત્વ અને આત્મા-દ્રવ્ય-પર્યાય-નિશ્ચય વગેરે ઓછા લોકો સમજી શકે એવો દ્રવ્યાનુયોગ એ ઊંચુ તત્ત્વ..... જૈનશાસનમાં એવો કોઈ ઊંચુ તત્ત્વ કે હલકુ તત્ત્વ જેવો કોઈ વિભાગ નથી. ચારેય અનુયોગ માટે શાસ્ત્રો કહે છે....પામેવ નિરર્થ પાવય સવૅ अणुत्तरं केवलियं पडिपुण्णं नेआउअं संसुद्धं सल्लगत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं निज्जाणमग्गं निव्वाणमग्गं ગવતમવિધિ સદ્ગતુમધુપ્રીમ"....” આવા શ્રેષ્ઠ “પ્રવચન” માં હલકું અને ઊંચુ એવો વિભાગ કરવો એ શુદ્રજનોનું ગણિત કહેવાય.
બની શકે કે કોઈ મહાત્મા બાકીના અનુયોગોને ગૌણ કરીને કોઈ એકને કયારેક તથાવિધિ સભામાં મહત્ત્વ આપે, પણ તે પોતે અથવા શ્રોતાઓ જો એમ સમજી બેસે કે આ તો બહુ ઊંચુ તત્ત્વ..તો તો સમજવું કે અધૂરો ઘડો છલકાય છે. વધારે.
આમ દરેક એક સરખા મહત્ત્વ ધરાવનારા ચારે અનુયોગમાં ગણિતાનુયોગ પણ ખૂબ જ મહત્ત્વનો છે. સમગ્ર વિશ્વ રચનાનું અદ્ભુત ગણિત આ અનુયોગ દ્વારા હસ્તામલકવત્ બુદ્ધિગોચર બને ત્યારે અભ્યાસુવર્ગ એક વાર તો અચંબામાં પડી જાય. “અહો આ જૈનશાસન આટલું વિશાળ અને આટલું હૃદયંગમ વિશ્વદર્શન કરાવે છે !!!”
આ મહાગ્રંથનું "JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા)” શીર્ષક જોતાં જ આ શાસ્ત્રીય પદાર્થ વિશ્વનું ગણિત નજર સામે તરવરવા માંડે છે. આ પણ એક સંસ્થાનવિચય નામના ધ્યાન માટે મહાન આલમ્બન છે. માત્ર 9% કે આત્માની ચર્ચા એટલું જ ધ્યાન નથી. શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે “પંગિયાસુ વતો વ તિવિમિફાઇમિ.” એટલે જેમ કર્મગ્રન્થ વગેરે ના ભાંગાઓ આંગળીના વેઢે બોલીને ગણનાર મન-વચન-કાયા રુપ ત્રિવિધ ધ્યાનમાં વર્તતો જણાવ્યો છે તે જ રીતે ૧૪ રાજલોક રુપ વિશ્વ, ઊર્ધ્વ-અધો મધ્યલોક, અસંખ્ય દ્વીપસમુદ્ર વગેરેના આકાર, પરિમાણ વગેરેનો સ્વાધ્યાય કરનાર પણ ધ્યાનમાં એકાકાર બની શકે છે, તેમજ કયારેક તો અવધિજ્ઞાન પણ મેળવી શકે છે.
આવા એક સુંદર અને નિર્દોષ ધ્યાનના આલમ્બનમાં સહાયભુત બને એવું સરસ મજાનું એક અદ્ભુત સંકલન “જેન કોસ્મોલોજી” નામે મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજીએ ગહન અભ્યાસ દ્વારા અને ભગીરથ પુરુષાર્થ કરીને શ્રી સંઘને અર્પણ કર્યું છે. તેનું જૈનશાસનમાં ભવ્ય સ્વાગત થાય.
એ જ શુભકામના... આચાર્ય વિજય જયસુંદરસૂરિ
14.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org