________________
જૈન કોસ્મોલોજી
----------------------.સવ કથિત વિશ્વ વ્યવસ્થા પ. પૂ. સિદ્ધાંત દિવાકર - ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના આશીર્વચન... વિજય જયઘોષસૂરિ તરફથી
વિનયાદિ ગુણોપેત મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજી જોગ અનુવંદના.. તમારા તરફથી JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામક ગ્રંથનું ત્રીજું પ્રુફ મળ્યું..., ઉપલક દ્રષ્ટિએ પણ બરાબર જોયું. અભ્યાસુ એવા નવા જીવોને પઠન પાઠન માટે સારો કામ લાગે તેવો છે તેમજ ઇતર દર્શનોના અલગ અલગ મત્તવ્ય અને છેલ્લે શાસ્ત્રના પાઠો પણ સાથે ભણવા મળે તે પણ ઘણું જ લાભકારી છે.... એકંદરે આ ગ્રંથમાં તમારી મેહનત અને જ્ઞાન સારુ અને આવકાર્ય છે તેની ભૂરી ભૂરી અનુમોદના.
આવા અનેક ગ્રંથોના અનેક વિષયો પર આ જ રીતે લોક ભોગ્ય સર્જન કરતા રહેશો... એવા અંતરના આશીર્વાદ..
એ જ વિજય જયઘોષસૂરિની અનુવંદના...
-
-
-
ज्ञानस्य फलं विरतिः
જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે, સમ્યકજ્ઞાનનું ફળ તે વિરતિ છે, અને વિરતિનું ફળ મોક્ષ છે. માટે જ કહેવાય છે કે આત્માના શુદ્ધ સ્વરુપના પ્રગટીકરણના પાયામાં મુખ્ય જ્ઞાન છે. પદ્રવ્યની પ્રરુપણાથી જિનશાસને વિશ્વના તમામ ધર્મોની સામે અડીખમ ઉભા રહીને અદ્ભુત જયઘોષ કર્યો છે.
પદ્રવ્યના જ્ઞાનના વિસ્તાર રૂપે જીવવિચાર, નવતત્ત્વ, દંડક, કર્મગ્રંથ વગેરે જેવા સાહિત્ય રુ૫ પ્રારંભિક ગ્રંથો જેમ બહુ ઉપયોગી છે તેમ જ લઘુ સંગ્રહણી, લઘુ ક્ષેત્ર સમાસ, બૃહત્સંગ્રહણી, બૃહક્ષેત્ર સમાસ, દ્રવ્ય લોકપ્રકાશાદિ, તેમજ તત્ત્વાર્થ, જીવસમાસ વગેરે સેંકડો ગ્રંથોમાંથી સંક્ષિપ્ત સંકલના કરીને મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજયજીએ JAIN COSMOLOGY (સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા) નામનો ગ્રંથ અપાર પરિશ્રમ કરીને તૈયાર કર્યો છે. તેમાં પણ લગભગ દરેક પદાર્થને સમજાવવા માટે પાને-પાને ચિત્રો આપ્યા છે. અંગ્રેજીમાં કહેવત છે કે One Picture is Worth thound Words. અર્થાત્ એક હજાર શબ્દો કરતા એ ચિત્ર વસ્તુને સમજાવવા વધારે સમર્થ હોય છે.
આ પદાર્થો “સંસ્થાન વિચય” નામના ધર્મધ્યાન અને આગળ વધતા શુકલધ્યાનનાં વિષય બને છે, અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તેથી ચતુર્વિધ શ્રી સંઘ આ અનમોલ ગ્રંથના આધારે ચિંતન-મનન કરી મોક્ષના અધિકારી બને એવી શુભેચ્છા....
આચાર્ય વિજય ગુણરત્નસૂરિ
13)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org