________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા સાથે ઘસડાય છે. હકીકતમાં બલૂનમાં બેસનારને આવી કોઈ ગતિ ક્યારેય જોવા મળતી નથી. વળી આકાશ કોઈ બંધ કેબિન નથી કે તેમાં રહેલી વસ્તુઓ પણ કેબિન સાથે ગતિ કરે. આકાશમાં ઊડનારા યાત્રિકોને પૃથ્વી સ્થિર દેખાય છે તેનું ખરું કારણ એ છે કે પૃથ્વી સ્થિર છે.
૩૫. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે # આજના વિજ્ઞાનનીઓ એમ માને છે કે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશનું પ્રતિબિંબ છે. આ વાત સાચી નથી. કારણ કે સૂર્યનો પ્રકાશ ગરમ છે પણ ચંદ્રનો પ્રકાશ શીતળ છે. વળી સૂર્યના પ્રકાશમાં પ્રકાશસંશ્લેષણની જેવી ક્રિયા થાય છે તેવી ક્રિયા ચંદ્રના પ્રકાશમાં જોવા મળતી નથી. આ ઊપરથી સાબિત થાય છે કે સૂર્ય અને ચંદ્ર અને સ્વયંપ્રકાશિત છે. હવે જયારે ચંદ્ર સ્વયંપ્રકાશિત છે ત્યારે ચંદ્રગ્રહણ વખતે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઊપર પડવાનો સવાલ જ પેદા થતો નથી. પડછાયો ક્યારેય સ્વયંપ્રકાશિત પદાર્થ ઉપર પડતો નથી. પણ પરપ્રકાશિત પદાર્થ ઊપર જ પડે છે. ચંદ્રગ્રહણ વખતે ચંદ્ર ઊપર પૃથ્વીનો પડછાયો નથી પડતો પણ રાહુ-કેતુ નામના કાળા ગ્રહો ચંદ્રની આડે આવી તેને ઢાંકી દે છે. આ ગોળાકાર પડછાયો પૃથ્વીનો નથી હોતો, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી.
૩૬. સૂર્ય અને ચંદ્ર એક સાથે દેખાય છે. જ ઘણી વખત આપણને આકાશમાં સૂર્ય અને ચંદ્ર એક સાથે જોવા મળે છે. ખાસ કરીને સુદિ ચૌદશની સાંજે સૂર્ય પશ્ચિમાકાશમાં આથમી રહ્યો હોય ત્યારે પૂનમના ચંદ્ર કરતાં થોડો જ નાનો ચંદ્ર પૂર્વના આકાશમાં થોડો ઊપર આવી ગયો હોય છે. આ વખતે સૂર્ય અને ચંદ્ર આમને સામને હોય છે તો પણ સૂર્યનો પ્રકાશ ચંદ્રના પ્રકાશ કરતાં વધુ તેજ હોય છે. ચંદ્ર જો સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરતો હોય તો આમને-સામને સ્થિતિમાં ચંદ્રનું તેજ સામાન્ય કરતાં તો વધુ હોવું જોઈએ. આવી જ રીતે વદ એકમના દિવસે સૂર્ય ઊગતો હોય ત્યારે ચંદ્ર આથમતો હોય છે અને બન્ને આમને-સામને હોય છે. દિવસના સમયે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ચંદ્રનો પ્રકાશ તેનો પોતાનો પ્રકાશ છે અને તે સૂર્ય પાસેથી ઉધાર લીધેલો પ્રકાશ નથી. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે.
૩૭. ચંદ્રગ્રહણથી પૃથ્વી ગોળ સાબિત થતી નથી * ન્યુટનની થિયરી મુજબ જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જતી હોય છે. યુરોપના દેશોમાં એવાં અનેક ચંદ્રગ્રહણોની નોંધ છે, જેમાં સૂર્ય અને ચંદ્ર આકાશમાં એકબીજાની સામે હોય અને ચંદ્રગ્રહણ થતું હોય. હવે જયારે એક જ આકાશમાં સૂર્યનું અને ચંદ્રનું સહઅસ્તિત્વ હોય ત્યારે પૃથ્વી વચ્ચે આવવાનો અને ચંદ્રગ્રહણ થવાનો સવાલ જ પેદા થતો નથી. આ ઘટના ઊપરથી ખ્યાલ આવે છે કે ચંદ્રની આડે અન્ય કોઈ પ્રકાશહીન ગ્રહ આવી જાય છે, જે ચંદ્રગ્રહણ માટે જવાબદાર છે. આ ગ્રહ ગોળાકાર અથવા અર્ધગોળાકાર પણ હોઈ શકે છે. આ ગ્રહ અર્ધપારદર્શક હોવાથી ઘણી વખત ગ્રહણ વખતે પણ આછો ચંદ્ર જોવા મળે છે. પડછાયો કદી અર્ધપારદર્શક હોઈ શકે નહીં. આ ઊપરથી સાબિત
૩૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org