________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા થાય છે કે ગ્રહણ વખતે જે ગોળાકાર પડછાયો જોવા મળે છે તે પૃથ્વીનો પડછાયો નથી, માટે પૃથ્વી ગોળ નથી.
૩૮. ખગોળશાસ્ત્રીઓ એકમત નથી. જ આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે ચંદ્ર પોતાની ધરી ઊપર ફરી રહ્યો છે અને પૃથ્વીની આસપાસ પણ ફરી રહ્યો છે. તેઓ એમ પણ માને છે કે પૃથ્વી પોતાની ધરી ઊપર ફરી રહી છે અને સૂર્યની આજુબાજુ પણ એક દિવસના ૪૦ લાખ માઈલની ઝડપે ફરી રહી છે. આ રીતે બધા ગ્રહો, ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહો વગેરે પણ તીવ્ર ગતિથી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરી રહ્યા છે. વળી આખી સૂર્યમાળા પણ હર્ક્યુલિસ નામના નક્ષત્ર તરફ તીવ્ર વેગથી ધસી રહી છે. આજના વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે આપણું આખું વિશ્વ આકાશમાં સતત પ્રસરી રહ્યું છે અને તેના કેન્દ્રબિંદુથી ભારે વેગથી ધસમસતું દૂર જઈ રહ્યું છે. આ બધી વાતો તર્કબદ્ધ નથી અને તેના કોઈ પુરાવા પણ નથી. આ બાબતમાં બધા ખગોળશાસ્ત્રીઓ એકમત ન હોવાથી પણ આ થિયરી ખોટી પુરવાર થાય છે.
૩૯. સૂર્યનું સ્થાન બદલાય છે # વિખ્યાત ખગોળશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટર આપણને કહે છે કે “સૂર્ય આપણાથી કરોડો માઈલ દૂર છે; માટે આપણે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી જઈએ તો પણ આપણને સૂર્ય એક જ દિશામાં દેખાય છે. આ તફાવત એટલો સૂક્ષ્મ છે કે આપણે તેને માપી શકતા નથી.” આ વાત સાચી નથી. આપણે વિષુવવૃત્તની દક્ષિણે ૪૫ અક્ષાંશ ઉપર જઈએ તો આપણને મધ્યાહ્નનો સૂર્ય આકાશમાં ઉત્તર દિશામાં દેખાય છે અને ઉત્તરે ૪૫ અક્ષાંશ ઉપર સૂર્ય આકાશમાં દક્ષિણ દિશામાં દેખાય છે. ઉત્તર અક્ષાંશમાં આપણો પડછાયો ઉત્તર દિશામાં દેખાય છે અને દક્ષિણ અક્ષાંશમાં દક્ષિણ દિશામાં પડે છે. સૂર્ય જો ખરેખર આપણાથી કરોડો માઈલ દૂર હોય તો આખી પૃથ્વી પરથી સૂર્ય એક જ દિશામાં દેખાવો જોઈએ. સૂર્ય આપણી ખૂબ નજીક છે અને પૃથ્વી સપાટ છે એટલે જ આવું બનતું નથી.
૪૦. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર If ખગોળશાસ્ત્રીઓમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર હંમેશાં વિવાદનો મુદ્દો રહ્યો છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંદાજિત અંતરમાં ફરક આવે તો બધું જ બદલાઈ જાય છે. આધુનિક વિજ્ઞાનીઓ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૩૦ લાખ માઈલથી માંડીને ૧૦.૪ કરોડ માઈલનું અંતર હોવાના આંકડાઓ આપે છે. આજની તારીખમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ૯.૧૦ કરોડ માઈલનું અંતર હોવાનું કહેવાય છે. થોડાં વર્ષો અગાઉ હાઈન્ડ નામના વિજ્ઞાનીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ૯, ૫૩,૭૦,000 માઈલ હોવાનું જણાવ્યું હતું. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવા માટે “પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે” એવી માન્યતાનો આધાર લેવામાં આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર હકીકતમાં કેટલાક હજાર માઈલથી વધુ નથી તેની અનેક સાબિતીઓ છે. તેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી.
t
૩૦૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org