SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી ......... -------------- જાણવા જેવી ભૂમિકા ખોદવી પડે તેમ હતું કારણ કે ૧૦૦ માઈલની લંબાઈ માં પૃથ્વીની જાડાઈ ૬૬૦૦ફૂટ જેટલી થવી જોઈએ. આ કારણે યોજનાનો ખર્ચ બહુ વધી જતો હતો. ત્યારે બ્રિટનની સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં કોઈપણ નહેર બાંધવાની હોય ત્યારે પૃથ્વી સપાટ છે એમ માનીને જ નહેરની “ડેટમ લાઈન નક્કી કરવી, જેથી જરૂર કરતાં ઊંડું ખોદકામ કરવું પડે નહીં. આ ઠરાવ આજે પણ બ્રિટનની પાર્લામેન્ટમાં મોજૂદ છે, જે સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે. ૩૨. દક્ષિણ પ્રદેશમાં ઠંડી વધુ હોય છે. If વિષુવવૃત્તની ઉત્તર દિશામાં દૂરના પ્રદેશોમાં બરફની જેટલી જમાવટ થાય છે તેના કરતાં ક્યાંય વધુ બરફ દક્ષિણ દિશામાં એટલા જ અંતરે જામે છે. દાખલા તરીકે કેરગુલેન નામનું સ્થળ દક્ષિણ દિશામાં ૫૦ અક્ષાંશ ઉપર આવેલું છે. અહીં જેટલો બરફ જામે છે તેના કરતાં બહુ ઓછો બરફ ૭૫ ડીગ્રી ઉત્તર અક્ષાંશ ઊપર આવેલ આઈસલેન્ડમાં જોવા મળે છે. કેરગવેલેનમાં માત્ર ૧૮ પ્રકારની વનસ્પતિ જ થાય છે. જ્યારે આઈસલેન્ડમાં ઉનાળામાં સૂર્યનો તાપ વધુ હોવાથી ૮૭૦ જાતની વનસ્પતિઓ થાય છે. તેના ઉપરથી ખ્યાલ આવે છે કે ઉત્તર ધ્રુવની નજીક સૂર્યની જેટલી ઊર્જા મળે છે તેના કરતાં બહુ ઓછી ઊર્જા દક્ષિણ પ્રદેશમાં મળે છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ દિશામાં સૂર્યની ગરમી એક સરખી હોવી જોઈએ પણ તેવું થતું નથી. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. ૩૩. દક્ષિણમાં સૂર્યની ગતિ વધુ હોય છે # દર વર્ષે સૂર્ય વિષુવવૃત્તની ઉત્તર દિશામાં જેટલો સમય રહે છે એટલો સમય વિષુવવૃત્તની દક્ષિણ દિશામાં પણ રહે છે. ઉત્તર દિશામાં સૂર્યને ઓછું અંતર કાપવાનું હોવાથી તેનો વેગ ઓછો હોય છે, જેને કારણે કોઈ એક સ્થળને સૂર્યની ઊર્જા વધુ મળે છે. વિષુવવૃત્તની દક્ષિણનો પ્રદેશ ગોળાની જેમ નીચેથી સંકોચાયેલો નથી પણ વર્તુળની જેમ બહારની તરફ વિસ્તરે છે. આ ભાગમાં પ્રદક્ષિણા કરતાં સૂર્યને ૨૪ કલાકમાં જ મોટું વર્તુળ ફરવાનું હોવાથી તેનો વેગ વધી જાય છે અને દક્ષિણના પ્રદેશમાં સૂર્યની ઊર્જા ઓછી મળે છે. આ કારણે જ દક્ષિણ પ્રદેશમાં વધુ બરફ અને ઓછી વનસ્પતિ જોવા મળે છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ દિશામાં સૂર્યની ઊર્જા એકસરખી પડવી જોઈએ. આવું બનતું નથી, કારણ કે પૃથ્વી સપાટછે. ૩૪. બલૂન તેની મૂળ જગ્યાએ પાછું આવે છે. જ જૂના જમાનામાં અવકાશયાત્રીઓ બલૂનમાં બેસીને આકાશમાં અનેક માઈલ ઊપર જતા હતા, કલાકો સુધી આકાશમાં રહેતા હતા અને પછી નીચે પોતાની મૂળ જગ્યાએ પાછા ફરતા હતા. પૃથ્વી જો એક મિનિટમાં ૧૧૦૦ માઈલની ઝડપે ફરી રહી હોય તો આકાશમાં ઊડનારાઓ કદી પોતાના મૂળ સ્થાને પાછા આવી શકે નહીં. આજના વિજ્ઞાનીઓ એવી દલીલ કરે છે કે પૃથ્વીની સાથે તેનું વાતાવરણ પણ મિનિટના ૧૧૦૦ માઈલની ઝડપે ગતિ કરે છે અને બલૂન પણ વાતાવરણમાં હોવાથી આ ગતિએ પૃથ્વી - ૩૦૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy