________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
જેમ્સ જીન્સ સદેશ વૈજ્ઞાનિક જ્યોતિષીનો મત એ છે કે - તારાની સંખ્યા અમારી પૃથ્વીના સમસ્ત સમુદ્ર તટોની રેતીના કણોની બરાબર હોય તો તે આશ્ચર્ય નથી. તે અસંખ્ય તારા એક બીજાથી કેટલા દૂરદૂર છે, એનું અનુમાન એના પરથી કરી શકાય છે કે સૂર્યથી અતિનિકટવર્તી તારા સાડા ચાર પ્રકાશ-વર્ષ અર્થાત્ ખર્વો માઈલના અંતરે છે. એ બધા તારા ઘણા વેગથી ગતિશીલ હોય છે અને એનો પ્રવાહ બે ભિન્ન દિશાઓમાં પ્રાપ્ત થાય છે.
(૭-૫). નિહારિકા
વિખરાયેલ વરાળના શક્લમાં જે અનેક તારાઓનો સમૂહ પ્રાપ્ત થાય છે એને “નિહારિકા’” કહેવામાં આવે છે. વિના દૂરબીન પોતાની આંખો વડે એકાદ નિહારિકા જોઈ શકીએ છીએ અને તે પણ જોવામાં તારા જેવી જ લાગે છે. દૂરબીનમાં જોવાથી એમાંથી કેટલીક ગોળ દેખાય છે અને કેટલીકની આકૃતિ શંખના ચક્કર જેવી છે. ગોળ નિહારિકાઓ આપણા સ્થાનીય વિશ્વના અથવા આકાશ ગંગાના તારા ગુચ્છ છે. ચક્કરદાર નિહારિકાઓ મહાન વિશ્વથી નાની, પરંતુ કરોડો તારા ગુચ્છ મળીને થયેલ નાના વિશ્વ જેવી છે. આજ સુધી વિશેષ વિવરણની સાથે શોધ-ખોળ કરવામાં આવ્યું હોય તેવી નિહારિકાઓથી સૌથી પણ ઓછી છે. પરંતુ દૂરબીનથી વીસ લાખ જેટલી ચક્કરદાર નિહારિકાઓના અસ્તિત્વની જાણકારી થઈ છે. આકાશ ગંગા પણ એવી જ શ્રેણીનું એક દ્વીપ-વિશ્વ છે. અમારી પૃથ્વી ન તો બૃહસ્પતિ જેવો વિશાળ અથવા ન તો શુક્રની જેમ નાનો ગ્રહ છે. સૂર્ય પણ મધ્યમ આકારનો એક ગ્રહ છે. આકાશ-ગંગા પણ એક મધ્યમ આકારની નિહારિકા છે. જેની માત્રા એક અરબ-સૂર્યોથી પણ વિશેષ છે. સૂર્ય અમારી પૃથ્વીથી ત્રણ લાખ તેર હજા૨ ગણો મોટો છે.
(૭-૬). આકાશ ગંગા
અહીં એ જ્ઞાતવ્ય છે કે આકાશ ગંગા શું વસ્તુ છે ? રાત્રે આકાશમાં એક સફેદ રેતાળ પથ કે ગંગા જેવી સફેદ પહોળી ધારા દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વની તરફ લાંબા આકારે (પડેલી) દેખાય છે એને “આકાશ-ગંગા” કહેવામાં આવે છે. એ આકાશ-ગંગા સ્વયં તારાનો એક સમૂહ છે. એમાં સૂર્ય જેવા બે ખરબ જેટલા તારા છે. એની આકૃતિ ઈંડાકાર જેવી ઘડીયાળ અથવા બે જોડાયેલા ગોળ તવાની જેમ વચ્ચમાંથી મોટી અને કિનારા પર પાતળી છે. એનો વ્યાસ ત્રણ લાખ પ્રકાશ વર્ષ અને જાડાઈ ૧૦ હજા૨ પ્રકાશ વર્ષ છે.
呀
(૭-૭). ગ્રહ
જ્યોતિષ મંડળમાં ગ્રહોનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનો થોડોક પરિચય આગળ આપેલ કોષ્ટક પરથી જાણવા મળશે...
૨૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org