________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા માપવામાં આવી છે. આ પ્રમાણથી સૂર્યનો પ્રકાશ, અમારી પૃથ્વી સુધી આવવામાં સાડા આઠ(૮)મીનીટ લાગે છે. તારા અમારાથી એટલા દૂર છે કે એનો પ્રકાશ અમારી સમીપ વર્ષોમાં આવે છે અને જેટલા વર્ષોમાં તે આવે છે એટલા જ પ્રકાશ વર્ષની અંતરે તે તારા હોવાનું કહેવામાં આવે છે. સેંચુરી નામનો અતિ નિકટવર્તી તારો અમારાથી સાડા ચાર - પ્રકાશ વર્ષના અંતરે છે કેમ કે એના પ્રકાશ ને અમારી પાસે આવવામાં સાડા ચાર વર્ષ લાગે છે. આ પ્રકારે દસ, વીસ, પચાસ તેમજ સેંકડો પ્રકાશ વર્ષોના અંતરે જ નહિ, પરંતુ એવા-એવા તારાઓનું જ્ઞાન થઈ ગયું છે કે જેનું અંતર દસ લાખ પ્રકાશ વર્ષ માપવામાં આવ્યું છે તથા જે પરિમાણમાં આ પૃથ્વીથી શું પણ આપણા સૂર્યથી પણ લાખો ગણા મોટા છે.
તારાઓની સંખ્યાનો કોઈ પાર નથી. આપણી દૃષ્ટિથી વધુમાં વધુ છઠ્ઠા પ્રમાણ સુધીના લગભગ છસાત હજાર તારા જ દેખાય છે. પરંતુ દૂર-દર્શક યંત્રોની જેટલી શક્તિ વધતી જાય છે. એટલા અધિકાધિક તારા દેખાય છે. આજ સુધી વીસ પ્રમાણ સુધીના તારાઓ જોવા યોગ્ય યંત્રો બની ચૂક્યા છે. જેના દ્વારા તે સરળતાથી પણ વધુ તારા જોવામાં આવ્યા છે. જેની તાલિકા આગળ આપવામાં આવી છે.
(૭-૪). વૈજ્ઞાનિકોની અનુસાર તારાની સંખ્યા
આજના વૈજ્ઞાનિકોએ પ્રકાશની હીનાધિકતા અનુસાર તારાઓને કેઈ કેટલાય મોટા વર્ગમાં વહેંચ્યા છે. પહેલા, બીજા અને ત્રીજા વર્ગના તારા અધિક ચમકીલા છે. પરંતુ એની સંખ્યા બહુ ઓછી છે. આઠમા વર્ગ સુધીના તારાઓ આંખથી જોઈ અને ગણી શકાય છે. પરંતુ એની આગળના વર્ગોના તારાઓને દૂરબીનની સહાયતાથી જ જોવામાં અને ગણવામાં આવ્યા છે.
વૈજ્ઞાનિકો દ્વારા ૨૦ વર્ગોમાં વિભક્ત તારાની સંખ્યા આ પ્રમાણે છે –
સંખ્યા
વર્ગ
સંખ્યા
૧૯
૧૧ -
૬૫
૧૨ -
૨૦૦
૧૩
૫૩૦
૧૪
૧,૬૨૦
૧૫
૪,૮૫૦
૧૬
૧૪,૩૦૦
૧૭
૪૧,૦૦૦
૧૮
૧૧,૭૦૦
૧૯
૩૨,૪૦૦
૨૦
વર્ગ
૧
૨
૩
૪
૫
૬
૭
८
-
૧૦
Jain Education International
-
૮૭,૦૦૦
૨૨,૭૦,૦૦૦
૫૭,૦૦,૦૦૦
૧,૩૮,૦૦,૦૦૦
૩,૨૦,૦૦,૦૦૦
૭,૧૦,૦૦,૦૦૦
૧૧,૫૦,૦૦,૦૦૦
૨૯,૬૦,૦૦,૦૦૦
૫૬,૦૦,૦૦,૦૦૦
૧,૦૦,૦૦,૦૦,૦૦૦ (એક અબજ)
For Private & Personal Use Only
૨૯૫
www.jainelibrary.org