________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા - પૃથ્વી પર જે વસ્તુનું વજન ૨૭ કિલો હોય છે એનું ચંદ્ર પર ૪.૫ કિલો થાય છે. ચંદ્રનો વિસ્તાર કે બિમ્બ પૃથ્વીના ૧૦૦મા અંશ જેટલો છે અને એનું આયતન પૃથ્વીના આયતનના પાંચમા ભાગ જેટલું છે. ચંદ્રમાની ગતિ ૩,૬૬૯ કિલોમીટર પ્રત્યેક કલાકે છે. ચંદ્રને પૃથ્વીની એક પરિક્રમા કરવા માટે ૨૭ દિવસ, ૭ કલાક અને ૪૩ મીનીટ લાગે છે કેમ કે તે લગભગ એટલી ગતિથી પોતાની દૂરી પર ધૂમે છે. ચંદ્રમાની પાસે ક્રમશઃ શુક્ર, બુધ, મંગળ, બૃહસ્પતિ અને શનિ આદિ ગ્રહ છે. એ બધા પૃથ્વીની જેમ જ ભૂમંડળવાળા છે અને સૂર્યની પરિક્રમા કર્યા કરે છે. તથા સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે. આ ગ્રહોમાંથી કોઇપણમાં આપણી પૃથ્વીની જેમ જીવોની સંભાવના માનવામાં નથી આવતી કેમ કે ત્યાંની પરિસ્થિતિઓ જીવનના સાધનોથી સર્વથા પ્રતિકૂલ છે.
પૃથ્વીથી લગભગ સાડા નવ કરોડ માઈલના અંતરે સૂર્ય-મંડલ છે, સૂર્ય પૃથ્વીથી લગભગ પંદર લાખ ગણો મોટો છે અર્થાત્ પૃથ્વી જેવા લગભગ પંદર લાખ ભૂમંડલ એના ગર્ભમાં સમાઈ શકે છે. સૂર્યનો વ્યાસ ૮, ૬૦,000 માઈલ છે. એ મહાકાય સૂર્ય-મંડલ અગ્નિથી પ્રજ્વલિત છે અને એની વાલા લાખો માઈલ સુધી ઉઠે છે. સૂર્યની જવાળાથી કરોડો માઈલ વિસ્તૃત સૌરમંડલ આખામાં પ્રકાશ અને ઉષ્ણતા ફેલાય છે. સૂર્યના ધરાતલ પર ૧૦,૦૦૦ ફેરનહીટ ગરમી હોય છે. જેમ્સ જીન્સ નામના વૈજ્ઞાનિકનો એવો મત છે કે – આ સૂર્યની વિચ્છિન્નતાથી પૃથ્વી, બુધ, બૃહસ્પતિ વગેરે ગ્રહ અને એના ઉપગ્રહ બન્યા છે. જે બધા હજી સુધી એના આકર્ષણથી નિબદ્ધ થઈને એની આસપાસ ઘૂમ્યા કરે છે. અમારું ભૂમંડળ સૂર્યની પરિક્રમા ૩૬૫ 5 દિવસમાં તથા પ્રતિ ચોથા વર્ષે ૩૬૬ દિવસમાં પૂર્ણ કરે છે અને એના આધાર પર અમારું વર્ષ-માન અવલંબિત છે. આ પરિભ્રમણમાં પૃથ્વી નિરંતર પોતાની ધરી પર ૬૦ હજાર માઈલ પ્રતિ કલાકના હિસાબથી ઘૂમ્યા કરે છે. જેના કારણે આપણા ત્યાં દિવસ અને રાત્રિ થયા કરે છે. પૃથ્વીનો જે ગોલાધે સૂર્યની સંમુખ થાય છે, ત્યાં દિવસ અને બાકીના ગોળાર્ધમાં રાત્રિ થાય છે. વૈજ્ઞાનિકોનો એ પણ મત છે, કે એ પૃથ્વી વગેરે ગ્રહ અને ઉપગ્રહ પુનઃ સૂર્યની તરફ આકૃષ્ટ થઈ રહ્યા છે.
ઉપર જે મહાકાય સૂર્ય-મંડળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની બરોબરી કરી શકે એવું કોઈ પણ જયોતિમંડળ આકાશમાં દેખાતું નથી. પરંતુ એનાથી એ ન સમજવું જોઈએ કે અતિ લઘુ દેખાવનારા તારાઓ સૂર્યની સમાન એક પણ નથી. વસ્તુતઃ આપણને જે તારાઓનાં દર્શન થાય છે, એમાં સૂર્યથી નાના તેમજ સૂર્યની બરોબરીવાળા તારા તો બહુ થોડા છે. એમાં અધિકાંશ તો સૂર્યથી પણ બહુ વિશાળ છે તથા એનાથી સેંકડો, હજારો, લાખો ગણા મોટા છે. પરંતુ એનું નાના દેખાવાનું કારણ એ છે કે તેઓ આપણાથી સૂર્યની અપેક્ષા ઘણા વધુ અંતરે આવેલા છે. જયેષ્ઠાનક્ષત્ર એટલું વિશાલ છે કે એમાં ૭૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ પૃથ્વીઓ સમાઈ જાય.
(૭-૩). પ્રકાશવર્ષ # તારાઓના અંતરને સમજવા માટે આપણા સંખ્યાવાચક શબ્દ કામમાં આવી શકતા નથી. એની ગણના માટે વૈજ્ઞાનિકોની બીજી જ વિધિ છે. પ્રકાશની ગતિ પ્રતિ સેકંડ પર એક લાખ છયાસી હજાર (૧,૮૬,૦૦૦) માઈલ તથા પ્રતિમીટરે એક કરોડ અગ્યાર લાખ સાઈઠ હજાર (૧,૧૧,૬૦,૦૦૦) માઈલ
૨૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org