________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા પડનારી બ્રહ્મપુત્ર અને ગંગા છે. એની સહાયક નદીઓમાં જમના, ચંબળ, વેતવા અને સોન વગેરે છે. હિમાલયથી નીકળી પશ્ચિમ તરફ સમુદ્રમાં પડનારી સિંધુ અને એની સહાયક નદીઓ ઝેલમ, ચિનાવ, રાવી, વ્યાસ અને સતળજ છે. ગંગા અને સિંધુની લંબાઈ લગભગ પંદરસો માઈલની છે. દેશની મધ્યમાં વિધ્ય અને સાતપુડાની વચ્ચે પૂર્વથી પશ્ચિમની તરફ સમુદ્ર સુધી વહેનારી નર્મદા નદી છે. સાતપુડાના દક્ષિણમાં તાપ્તી (તાપી) નદી છે. દક્ષિણ ભારતની પ્રમુખ નદીઓ ગોદાવરી, કૃષ્ણા, કાવેરી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે.
દેશના ઉત્તરમાં સિંધુથી ગંગાના કછાર (મુખ) સુધી પ્રાયઃ આર્ય જાતિના તથા સાતપુડાથી સુદૂર દક્ષિણમાં દ્રવિડ જાતિના, તેમજ પહાડી પ્રદેશોમાં ગોંડ, ભીલ, કોલ અને કિરાત આદિ આદિવાસી જનજાતિઓના લોકો રહે છે.
વર્તમાનમાં ઉપલબ્ધ આ આઠ હજાર માઈલ વિસ્તૃત અને પચ્ચીસ હજાર માઈલ પરિધિવાળા ભૂમંડળની ચારેબાજુ અનંત આકાશ છે. જેમાં આપણે દિવસે સૂર્ય અને રાત્રિએ ચંદ્રમાં તેમજ તારાઓનું દર્શન થાય છે અને એનાથી પ્રકાશ મળે છે. એમાંથી પૃથ્વીથી બધા કરતા અધિક સમીપ ચંદ્રમા છે, જે આ ભૂમંડળથી લગભગ અઢી લાખ માઈલ દૂર છે. એ પૃથ્વી જેવો જ એક ભૂમંડળ છે જે પૃથ્વીથી ઘણો નાનો છે અને એની ચારે તરફ ઘૂમ્યા કરે છે. જેથી અમારા ત્યાં શુક્લ અને કૃષ્ણ પક્ષ થાય છે. ચંદ્રમા સ્વયં પ્રકાશિત નથી. પરંતુ તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. એટલે પોતાના પરિભ્રમણ અનુસાર ઘટતો-વધતો દેખાય છે. અનુસંધાનથી જ્ઞાત થયું છે કે ચંદ્રમા બિલકુલ ઠંડો થઈ ગયો છે અને પૃથ્વીના ગર્ભની જેમ એમાં અગ્નિ નથી. એની આસ-પાસ વાયુમંડળ પણ નથી અને ન એના ધરાતલ પર જળ છે. એ કારણોથી ત્યાં શ્વાસોચ્છવાસ-પ્રધાન પ્રાણી અને વનસ્પતિ ઉપલબ્ધ નથી. ત્યાં પર્વત તથા કન્દરાઓ સિવાય કાંઈ નથી. તેથી અનુમાન કરવામાં આવે છે કે – ચંદ્રમા પૃથ્વીનો એક ભાગ છે, જેને છૂટા પડ્યાને પાંચ-છ કરોડ વર્ષ થઈ ગયાં છે.
(૭-૨). ચંદ્રનું ક્ષેત્રફળ વગેરે... જ આજના વૈજ્ઞાનિકોએ ચંદ્રના વિષયમાં જ તથ્ય સંકલિત કર્યું છે એમાંથી કેટલુંક આ પ્રમાણે છે - | • ચંદ્ર વ્યાસ (પૃથ્વીનો ચતુર્થ ભાગ) | ૨,૧૬૦ માઈલ કે ૩,૪પ૬ કિલોમીટર • ચંદ્રની પરિધિ
૧૦, ૮૬૪ કિલોમીટર | • ચંદ્રથી પૃથ્વીનું અંતર ૩,૮૧,૧૭૧ કિલોમીટર • ચંદ્રનું તાપમાન
૧૧૭ સેન્ટીગ્રેડ, (જયારે સૂર્ય માથા ઊપર હોય.) • ચંદ્રનું રાતમાં તાપમાન ૧૩૭ સેન્ટીગ્રેડ • ચંદ્ર તળિયામાં ગુરુત્વાકર્ષણ |પૃથ્વી કરતા છઠ્ઠા અંશ જેટલું
– ૨૯૩)
૨૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org