________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા કાલ-ક્રમ દ્વારા એમાંથી કેટલાક કોશ ભૂમિમાં જડ જમાવીને સ્થાવરકાય વનસ્પતિ બની ગયા અને કેટલાક જલમાં વિકસિત થતા થતા મત્ય (માછલા) બની ગયા. ક્રમશઃ ધીમે ધીમે એવી વનસ્પતિ અને દેડકાં વગેરે પ્રાણી ઉત્પન્ન થયાં જે જળમાં જ નહિ, પરંતુ સ્થળ-જમીન પર પણ શ્વાસોચ્છવાસ ગ્રહણ કરી શકતાં હતા. આજ સ્થળ પ્રાણીઓમાંથી પેટના બલ પર સરકીને-ઘસડીને ચાલનારા કાચબા, સાપ વગેરે પ્રાણી ઉત્પન્ન થયા. એમનો વિકાસ બે દિશાઓમાં થયો-એક પક્ષીના રૂપમાં અને બીજો સ્તનધારી પ્રાણીના રૂપમાં, સ્તનધારી પ્રાણીઓની બે વિશેષતા છે કે તેઓ ઇંડામાંથી ઉત્પન્ન ન થઇને ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે અને પક્ષી ઇંડામાંથી ઉત્પન્ન થાય છે.મગરથી આરંભી ઘેટા, બકરી, ગાય, ભેંસ, ઘોડા વગેરે બધા સ્તનધારી જાતિના પ્રાણી છે. એ સ્તનધારી પ્રાણીઓમાં એક વાનર જાતિ ઉત્પન્ન થઈ. કોઈ એક વખત કેટલાક વાનરોએ પોતાના આગળના બે પગ ઊંચા કરીને પાછલા બે પગ પર ચાલવાનું-ફરવાનું શીખી લીધું. બસ, એમાંથી મનુષ્ય જાતિના વિકાસનો પ્રારંભ થયો એમ માનવામાં આવે છે. ઉક્ત જીવકોશથી આરંભી મનુષ્યના વિકાસ સુધી પ્રત્યેક નવી ધારા ઉત્પન્ન થવામાં લાખો કરોડો વર્ષનું અંતર હોવાનું માનવામાં આવે છે. આ વિકાસ ક્રમમાં વખતો વખત તાત્કાલિક પરિસ્થિતિઓ અનુસાર વિવિધ પ્રકારની જીવ-રાશિઓ ઉત્પન્ન થઈ. એમાંથી અનેક જાતિઓ સમયના પરિવર્તન વિપ્લવ અને પોતાની અયોગ્યતાને કારણે વિનષ્ટ થઈ ગઈ. જેનો પતો અમને ભૂગર્ભમાં રહેલા એમના નિઆતકો-અવશેષો દ્વારા (ખોદકામથી) મળી આવે છે.
પૃથ્વી-તલ પર ભૂમિથી જલનો વિસ્તાર લગભગ ત્રણ ગણો છે. (થલ ૨૯% જલ ૭૧%) જલના વિભાગાનુસાર પૃથ્વીના પાંચ પ્રમુખ ખંડ પ્રાપ્ત થાય છે. એશિયા, યુરોપ અને આફ્રિકા મળીને એક, ઉત્તર-દક્ષિણ અમેરિકા મળીને બીજો, ઓસ્ટ્રેલિયા ત્રીજો, ઉત્તરી ધ્રુવ ચોથો, પાંચમો દક્ષિણ ધ્રુવ આ સિવાય અનેક નાના-મોટા દીપ પણ છે. એ પણ અનુમાન કરવામાં આવે છે કે સુદૂર પૂર્વમાં સંભવતાં એ પ્રમુખ ભૂમિ ભાગ પરસ્પર જોડાયેલો હતો. ઉત્તરી દક્ષિણી અમેરિકાના પૂર્વી સમુદ્ર તટીય રેખા એવી દેખાય છે કે તે યુરોપ-આફ્રિકાની પશ્ચિમી સમુદ્ર તટીય રેખાની સાથે ઠીક પ્રમાણમાં મળતી આવે છે તથા હિન્દ-મહાસાગરના અનેક દ્વીપ સમુદ્રની શૃંખલા એશિયા ખંડના ઓસ્ટ્રેલિયાની સાથે જોડાતી હોય એમ લાગે છે. વર્તમાનમાં નેહર ખોદીને આફ્રિકાનું એશિયા-યુરોપભૂમિ ખંડથી તથા ઉત્તરી અમેરિકાનું દક્ષિણી અમેરિકાથી ભૂમિ સંબંધ તોડી નાંખવામાં આવ્યો છે. આ ભૂમિ-ખંડોનો આકાર, પરિમાણ અને સ્થિતિ પરસ્પર અત્યંત વિષમ છે.
ભારત વર્ષ એશિયા-ખંડનો દક્ષિણ-પૂર્વ ભાગ છે. એ ત્રિકોણાકાર છે. દક્ષિણી કોણ લંકાદ્વીપને પ્રાયઃ સ્પર્શ કરે છે. ત્યાંથી ભારત વર્ષની સીમા ઉત્તરની તરફ પૂર્વ-પશ્ચિમ દિશાઓમાં ફેલાતી જાય છે અને હિમાલય પર્વતની શ્રેણીઓ પર જઈને સમાપ્ત થાય છે. ભારતનો પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણી વિસ્તાર લગભગ બે-બે હજાર માઈલોનો છે. એની ઉત્તરી સીમા પર હિમાલય પર્વત છે. મધ્યમાં વિધ્ય અને સાતપુડાની પર્વતમાળાઓ છે તથા દક્ષિણના પૂર્વ અને પશ્ચિમી સમુદ્ર તટો પર પૂર્વી-ઘાટ અને પશ્ચિમીઘાટ નામવાળી પર્વત-શ્રેણીઓ ફેલાયેલી છે.
ભારત વર્ષની પ્રમુખ નદીઓમાં હિમાલયના પ્રાયઃ મધ્યભાગથી નીકળીને પૂર્વની તરફ સમુદ્રમાં
૨૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org