________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ७. वैज्ञानिठोना भतानुसारे आधुनि विश्व
લે. હીરાલાલ “સિદ્ધાંતશાસ્ત્રી” ન્યાયતીર્થ...
હ૮૯૯
૨૪,૮૬૦
(૭૧). ભૂમંડલ # જે પૃથ્વી પર આપણે નિવાસ કરીએ છીએ તે માટી પથ્થરનો એક નારંગી સમાન ગોળો છે. એનો વ્યાસ લગભગ આઠ હજાર માઇલ કર૪૪ -૨૬૭ અને પરિધિ લગભગ પચ્ચીસ હજાર માઈલ ૧૪ - ૪૨ છે.
વૈજ્ઞાનિકોના મતાનુસારે આજથી ખરબો વર્ષ પૂર્વ કોઈ સમયે એ વાલામથી અગ્નિનો ગોળો હતો. એ અગ્નિ ધીરે-ધીરે ઠંડો પડતો ગયો અને હવે પૃથ્વીનું ધરાતળ સર્વત્ર શીતલ થઈ ગયું છે. તો પણ એના ગર્ભમાં તીવ્રતાથી બળી રહ્યો છે, જેના કારણે પૃથ્વીનું ધરાતલ પણ કેટલીક ઉષ્ણતાયુક્ત રહ્યું છે. નીચેની તરફ ખોદકામ કરવાથી ઉત્તરોત્તર અધિક ઉષ્ણતા પ્રાપ્ત થાય છે. કોઈ કોઈ વખતે ભૂગર્ભની એ જવાલા ઊગ્ર થઈ ભૂકંપ ઉત્પન્ન કરી દે છે અને કોઈ વખતે જવાલામુખીના રૂપમાં ફૂટી નીકળે છે. જેનાથી પર્વત, ભૂમિ, નદી, સમુદ્ર વગેરેના જલ અને સ્થળ ભાગોમાં પરિવર્તન થતું રહે છે. એ અગ્નિના તાપથી પૃથ્વીનું દ્રવ્ય યથાયોગ્ય દબાણ અને શીતલતા પામીને વિવિધ પ્રકારની ધાતુ-ઉપધાતુ તેમજ તરલ પદાર્થોમાં પરિવર્તિત થઈ ગયું છે. જે અમને પથ્થર, કોલસા, લોખંડ, સોનું, ચાંદી વગેરે તથા જલ અને વાયુ મંડલના રૂપમાં દેખાય છે. જળ અને વાયુ જ સૂર્યના તાપથી મેઘ વગેરેનું રૂપ ધારણ કરી લે છે. આ વાયુમંડળ પૃથ્વીના ધરાતલથી ઉત્તરોત્તર વિરલ થતું લગભગ ૪૦૦ માઈલ સુધી ફેલાયેલ હોવાનું અનુમાન કરવામાં આવે છે. પૃથ્વીનું ધરાતલ સર્વત્ર સમાન નથી. પૃથ્વીતલનો ઉચ્ચતમ ભાગ હિમાલયનું ગૌરીશંકર શિખર માઉન્ટ એવરેસ્ટ) માનવામાં આવે છે. જે સમુદ્રના તળિયાથી ઓગણત્રીસ હજાર ફૂટ અર્થાત્ સાડા પાંચ માઈલ ઊંચું છે. સમુદ્રની અધિકતમ ઊંડાઈ ૩૫,૪૦૦ ફૂટ અર્થાત્ લગભગ છ માઈલ સુધી માપવામાં આવી છે. આ પ્રકારે પૃથ્વી તળની ઊંચાઈ-નીચાઈમાં સાડા અગિયાર માઈલનું અંતર જોવા મળે છે.
પૃથ્વીનો ઠંડો થઈને જામેલ થરસિત્તર માઈલ માનવામાં આવે છે. એનીદ્રવ્ય-રચનાના અધ્યયનથી અનુમાન કરવામાં આવ્યું છે કે એને જામ્યા ને અજબ-ખરબો વર્ષ થઈ ગયાં છે. સજીવ તત્ત્વના ચિહ્ન કેવલ ચોત્રીસ માઈલ ઊપરના થરમાં મળી આવે છે. જેના પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે પૃથ્વી પર જીવતત્ત્વ ઉત્પન્ન થયાને બે કરોડ વર્ષથી વધુ સમય થયો નથી. એમાં પણ મનુષ્યનો વિકાસના ચિહ્ન પરથી કેવળ એક કરોડ વર્ષની અંદર થયો હોવાનું અનુમાન કરવામાં આવે છે.
પૃથ્વી તલ ઠંડું થઈ ગયા પછી એના પર આધુનિક જીવ-શાસ્ત્ર અનુસાર જીવનનો વિકાસ આ ક્રમથી થયો. સર્વ પ્રથમ સ્થિર જલની ઉપર જીવ-કોશ પ્રકટ થયા, જે પાષાણાદિ જડ પદાર્થોથી મુખ્યત્વે ત્રણ બાબતમાં ભિન્ન હતા. એક તો તે આહાર ગ્રહણ કરતા હતા અને વધતા હતા. બીજું એક તે અહીં તહીં ચાલી પણ શકતા હતા અને ત્રીજું એ કે તેઓ પોતાના જેવા અન્ય કોશ પણ ઉત્પન્ન કરી શકતા હતા.
-- ૨૯૧)
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org