SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા છે કેમ કે શિવજીને હાટકી નદીના અધિપતિ માનવામાં આવ્યા છે અને તે હાટકી નદી આ જ વિતલલોકમાં પ્રવાહિત થાય છે. અહીં ભૂત, પ્રેત, પિશાચ, અવસ્માર, બહ્મરાક્ષસ, કુષ્માણ્ડ, વિનાયકાદિનિવાસ કરે છે. ૪ (૩) સુતલલોક આ સુતલલોક વિતલલોકની નીચે આવેલું છે. અહીં ભગવાનની કૃપાથી અનુગ્રહિત, આત્મ-સમર્પણના અભિલાષી, પ્રભુના પ્રખર ભક્ત પોતાની ભક્ત મણ્ડલી સાથે નિવાસ કરે છે. 8 (૪) તલાતલલોક સુતલલોકની નીચે આ લોક (તલાતલ નામે) આવેલું છે અહીં માયાવી મય અને એમના અનુચરો રહે છે. (૫) મહાતલલોકઃ આ લોક તલાતલની નીચે વિદ્યમાન છે તેમજ અહીં તક્ષકાદિ સર્પગણોની સ્થિતિ છે. (૬) રસાતલલોકઃ આ લોકની સ્થિતિ મહાતલની નીચે જાણવી અહીં દૈત્ય, દાનવ, નિવાત, કવચ વગેરે રહે છે. જ (૭) પાતાલલોકઃ બધા જ લોકથી નીચે (સહુથી નીચે-છેલ્લે) આ પાતાલલોક જાણવું અહીં વાસુકી આદિ સર્વાધિરાજ સપરિવાર નિવાસ કરે છે. (“તત્ત્વજ્ઞાન સ્મારિકા” ગ્રંથમાંથી સાભાર) - - - - - - - - - - - - - - - અરિહંતના ધ્યાને અરિહંત બની જશો..” પરમાત્મા બનવા માટે સૌ પ્રથમ કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તે છે પ્રભુ સાથે પ્રીત. જેમ સુલસી શ્રાવિકા, શ્રેણિક મહારાજાએ પ્રભુવીર પ્રત્યેના અવિહડ રાગથી | જિન નામનું બંધ કર્યું તેમ આપણે પણ જો પરમાત્મા સુધી તારી Gol પહોંચવું જ હશે તો પ્રભુ પ્રત્યે અતિશય પ્રીત વધારવી જ પડશે. हृदयस्पर्शी भक्तिगीत પ્રભુ પ્રત્યેની પ્રીતને વધારતી તેમજ હૃદયમાં પ્રભુમિલનના ભાવોને જગાડી તે ઉછળતા ભાવોને પરમાત્મા સુધી પહોંચાડવા સેતુ સમાન અત્યંત હૃદયસ્પર્શી નવનિર્મિત ભક્તિગીત-સ્તુતિઓ વિવિધ વંદનાવલી અને ધુન વગેરેથી ભરપૂર અને ઘર-ઘરમાં અવશ્ય વસાવવા જેવી અદ્ભુત પુસ્તિકા એટલે સંવેદ્રશાખા કિમઃ- માત્ર ૨૦ રૂપિયા રચયિતા - પુતિ હીરરત્ન વિજય પ્રાપ્તિસ્થાન - કોહિનુર ફેશન હાઉસ, હાજા પટેલ પોળની સામે, ટંકશાળ, કાલુપુર, અમદાવાદ-૧. ફોનઃ- ૦૭૯-૨૨૧૭૦૪૧૦, મો:- ૦૯૯૯૮૪૪૬૬૦૬ - મહેન્દ્રભાઈ અને જૈન કોસ્મોલોજી ગ્રંથના મુંબઈના પ્રાપ્તિસ્થાને પણ મળશે. ૨૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy