________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
(૫-). અન્ય લોક અને તેનું સ્વરૂપ જ ભૂલોકનો પરિચયપૂર્વોક્ત બતાવ્યા મુજબ જાણવો. એનાથી અતિરિક્ત અન્ય ૬ લોક પણ વિદ્યમાન છે જેનાં નામ-સ્વરૂપાદિ નીચે પ્રમાણે જાણવાં... If (૧) ભુવોંક : ભૂલોકની ઊપર આ લોક સ્થિત છે આનું જ બીજું નામ “અન્તરિક્ષ” તરીકે ઓળખાય છે. અહીં ગ્રહ, નક્ષત્ર અને તારાગણ જયોતિષચક્રમાં નિબદ્ધ થઈ સંચરણ કરી રહ્યા છે. જ (૨) સ્વલક અન્તરીક્ષની ઊપર સ્થિત આ લોકને “મહેન્દ્રલોક” પણ કહેવાય છે અહીં (૧) ત્રિદશ, (૨) અગ્નિજ્વાત્ત, (૩) યામ્ય, (૪) તુષિત, (૫) અપરિનિર્મિત વશવર્તી અને (૬) પરિનિર્મિત વશવર્તી એવી ૬ દેવજાતિઓ છે. આ સમસ્ત દેવો સિદ્ધ સંકલ્પ અને અણિમાદિ ૮ લબ્ધિ (સિદ્ધિઓ)થી સંપન્ન (યુક્ત) હોય છે આ દેવો શરીર ધારણમાં સ્વતંત્ર હોય છે અને ૧ કલ્પ પર્યન્ત જીવિત રહે છે.
(૩) મહર્લોકઃ આનું બીજું નામ “પ્રજાપત્ય-લોક” છે અને આ લોકસ્વલકની ઊપર હોય છે આ (૧) કુમુદ, (૨) ઋભુ, (૩) પ્રતર્દન, (૪) અજનાભ અને (૫) અભિતાભ નામની સંજ્ઞાવાળા પાંચ દેવજાતિઓની નિવાસભૂમિ છે. આ પાંચે દેવજાતિઓ પંચમહાભૂતોને વશ કરવાવાળા, ધ્યાનપ્રિય તેમજ સહસ્ત્રકલ્પના આયુવાળા હોય છે. If (૪) જનલોક: આની સ્થિતિ મહર્લોકની ઊપર જાણવી વળી અહીં ૪ પ્રકારના દેવસમૂહો રહે છે. (૧) બ્રહ્મપુરોહિત, (૨) બ્રહ્મકાયિક, (૩) બ્રહ્મમહાકાયિક અને (૪) અમર આ દેવો ભૂતેન્દ્રિયવશી હોય છે. બ્રહ્મપુરોહિત-૨,૦૦૦ બ્રહ્મકાયિક-૪,000 બ્રહ્મમહાકાયિક-૮,000 અને અમર સંજ્ઞક દેવો ૧૬,૦૦૦ કલ્પની આયુષ્યવાળા હોય છે.
* (૫) તપોલોક જનલોકની ઉપર આ તપોલોક આવે છે અહીં અહંકારને વશમાં રાખવાવાળા એવા (૧) આભાસ્વર, (૨) મહાભાસ્વર તેમજ (૩) સત્ય મહાભાસ્વર નામે ૩પ્રકારે દેવ-જાતિઓ રહે છે. જે જનલોકના દેવતાઓની અપેક્ષાએ દ્વિગુણ-દ્વિગુણ આયુષ્યવાળા હોય છે અને આ બધા જ દેવો ઊર્ધ્વરતવાળા હોય છે. જ (૯) સત્યલોક બધા જ લોકથી ઊપર આ સત્યલોક આવે છે આ યોગીઓની નિવાસભૂમિ છે આ સત્યલોકના યોગીઓ ૪ પ્રકારે પ્રાપ્ત થાય છે. (૧) અશ્રુત, (૨) શુદ્ધ નિવાસ, (૩) સત્યાભ અને (૪) સંજ્ઞાસંજ્ઞી... આ ચારે પ્રકારના યોગીઓ અનુક્રમે સવિતર્ક, સવિચાર, સાનન્દ અને સાસ્મિત સમાધિથી સિદ્ધ હોય છે. પ્રણવોપાસક આ યોગીઓનું આયુષ્ય સર્ગ પર્યન્ત હોય છે...
(૫-૪). ભૂલોકના અધોવર્તી લોક (૧) અતલલોકઃ ભૂલોકની નીચે આ લોક આવેલું છે અને અહીં મયપુત્રાદિ અસુર નિવાસ કરે છે. જ (૨)વિતલલોકઃ આપૂર્વવર્તલોકની નીચે આવેલ છે અહીં ભગવાન્ શિવ પાર્વતીજીની સાથે વિહાર કરે
૨૮૫)
૨૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org