________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
વામદેવ, (૪) કુન્દ, (૫) કુમુદ, (૬) પુષ્પવર્ષ અને (૭) સહસ્ત્રસ્તુતિ...૭ નદીઓના નામ (૧) અનુમતિ, (૨) સિનીવાળી, (૩) સરસ્વતિ, (૪) કુરુ, (૫) રજની, (૬) નન્દા તથા (૭) રાકા. આ વર્ષના રહેવાસીઓ સોમોપાસક હોય છે.
呀
(૪) કુશદ્વીપ ઃ શાલ્મલદ્વીપથી દ્વિગુણ વિસ્તારવાળો આ દ્વીપ ૮ લાખ યોજન વિસ્તૃત છે અને ૧૬ લાખ યોજનવાળા ધૃતસમુદ્રથી ચારે બાજુ વીંટવાયેલો છે. પૂર્વની જેમ જ અહીં પણ (૧) વસુ, (૨) વસુદાન, (૩) દૃઢચિ, (૪) નાભિગુપ્ત, (૫) સત્યકૃત, (૬) વિવિકૃત અને (૭) નાભદેવ નામવાળા ૭ વર્ષ છે. તેમજ (૧) ચક્ર, (૨) ચતુઃ શ્રૃંગ, (૩) કપિલ, (૪) ચિત્રકુટ, (૫) દેવનીક, (૬) ઊર્ધ્વરોમ અને (૭) દ્રવિણ નામે ૭ પર્વતો છે. વળી (૧) ધૃતકુલ્યા, (૨) રસકુલ્યા, (૩) મધુકુલ્યા, (૪) મિત્રવિન્દા, (૫) દેવગર્ભા, (૬) ધૃતચ્યુતા અને (૭) મન્ત્રમાલા નામે ૭ નદીઓ છે. તેમજ અહીંના નિવાસીઓ અગ્નિની ઉપાસના કરે છે.
(૫) ક્રૌંચદ્વીપ : કુશદ્વીપથી ડબલ વિસ્તારવાળો આ દ્વીપ પોતાનાથી ડબલ વિસ્તારવાળા ક્ષીરોદધિથી વીંટળાયેલો છે. (૧) આભ, (૨) મધુરૂહ, (૩) મેષપૃષ્ઠ, (૪) સુધામા, (૫) ભ્રાજિષ્ઠ, (૬) લોહિતાપર્ણ અને (૭) વનસ્પતિ નામથી અહીંનાં ૭ વર્ષ વિખ્યાત છે. તેમજ (૧) શુક્ર, (૨) વર્ધમાન, (૩) ભોજન, (૪) ઉપબર્હણ, (૫) નન્દ, (૬) નન્દન અને (૭) સર્વતોભદ્ર નામના ૭ પર્વતોની અહીં સ્થિતિ છે. વળી (૧) અભયા, (૨) અમૃતૌઘા, (૩) અર્વકા, (૪) તીર્થવતી, (૫) રુપવતી, (૬) પવિત્રવતી અને (૭) શુક્લા નામની ૭ નદીઓ આ દ્વીપમાં વહે છે. આ દ્વીપના રહેવાસીઓ વરુણની ઉપાસના કરે છે.
(૬)શાકદ્વીપ ઃ ધિસમુદ્રથી પરિવેષ્ટિત આ દ્વીપ ક્રૌંચદ્વીપથી બમણી પહોળાઈવાળો છે. આમાં પણ (૧) પુરોજવ, (૨) મનોજવ, (૩) પવમાન, (૪) ધૂમ્રાનીક, (૫) ચિત્રરેક, (૬) બહુરૂપ અને (૭) વિશ્વધારા નામથી ૭ વર્ષ પ્રખ્યાત છે. (૧) ઈશાન, (૨) ઉરુસ્પ્રંગ, (૩) બળભદ્ર, (૪) શતકેસર (૫) સહસ્રસ્રોત, (૬) દેવપાલ અને (૭) મહાનસ નામના ૭ પર્વતોથી તે વિભૂષિત છે. વળી (૧) અનધા, (૨) આયુર્દા, (૩) ઉભયસૃષ્ટિ, (૪) અપરાજિતા, (૫) પચ્ચનદી, (૬) સહસ્ત્રસ્તુતિ અને (૭) નિજધૃતિ નામની ૭ નદીઓ અહીં નિત્ય પ્રવાહિત છે અને અહીંનાં પ્રાણીઓ સમાધિ લગાવીને પ્રાણની ઉપાસનામાં જ જીવન પસાર કરે છે.
(૭) પુષ્કરદ્વીપ ઃ સ્વાદૂદક સમૂદ્રથી વલયાકારિત આ દ્વીપ શાકદ્વીપથી દ્વિગુણ વિસ્તારિત છે. અહીં માનુષોત્તર નામવાળો ૧ માત્ર પર્વત છે કે જે ૧ અયુત યોજનની ઊંચાઈવાળો છે. આની ચારે બાજુ ઇન્દ્રાદિ લોકપાલોના ૪ પુર (નગર) છે. સ્વાદૂદક સમુદ્રની આગળની ભૂમિ એક બાજુથી ૧ ક્રોડ, ૫૭ લાખ, ૫૦,૦૦૦ આયામવાળી છે. આ ભૂમિ લોકભૂમિ કહેવાય છે. આની આગળ લોકાલોક પર્વત છે અને આગળ કંચનમયી અલૌકિક દેવતાઓની ક્રિડાભૂમિ છે.
૨૮૪
Jain Education International
For Private & Personal Use Only
**
www.jainelibrary.org