________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા છે. આ આત્માઓ વિધ્યાદિ પર્વતોનાં શિખરો પર ચઢી ભગવદ્ ભક્તિમાં નિમગ્ન રહે છે જ્યારે બીજી બાજુ નારકીય દુરાત્માઓ કામ ક્રોધાદિથી પોતાના આત્માને મલિન કરતા વ્યાભિચાર પ્રિય થાય છે કે જેથી તેઓ ક્યારેય પણ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી.
સુમેરુ પર્વતની પૂર્વદિશામાં ૨,000 યોજન વિસ્તારવાળો માલ્યવાનું પર્વત છે. એની આગળ સમુદ્ર પર્યન્ત વિસ્તારવાળો ભદ્રાશ્વ વર્ષ છે. જે ૩૧,000 યોજન વિસ્તૃત છે, અહીં શક્તિ અને તેજ સંપન્ન ૧૦,૦૦૦વર્ષના આયુવાળા મનુષ્યો નિવાસ કરે છે. આ મનુજોની સિદ્ધચારણો સેવા-સુશ્રુષા કરે છે અને આ લોકો વનવિહાર પ્રિય હોય છે. સુમેરુના પશ્ચિમ ભાગમાં ૨,000 યોજન પહોળાઈવાળો ગન્ધમાદન પર્વત છે. આના પર અનેક સેવકો સહિત કુબેરનું નિવાસસ્થાન છે. જે અનેક સુંદર લલનાઓની સાથે આમોદપ્રમોદમાં નિમગ્ન રહે છે. અહીં ૩૧,૦૦૦યોજન વિસ્તૃત હેતુમાલ નામનો દેશ છે. વળી આ દેશ ભય અને શોકથી રહિત ૧૦,૦૦૦ વર્ષના આયુવાળા મનુજોથી વ્યાપ્ત છે. સુમેરુની ચારે બાજુ ૧૮,૦OO યોજન વિસ્તારવાળો ઈલાવૃત્ત વર્ષ છે. આ પ્રકારે જંબૂદ્વીપમાં કુલ ૯ વર્ષ (ક્ષત્ર) અને ૯ પર્વત છે. એમ સંપૂર્ણ જંબૂદ્વીપ પૂર્વથી પશ્ચિમની બાજૂ કે ઉત્તરથી દક્ષિણની બાજૂ ૧ લાખયો. ના વિસ્તારવાળો છે.
(૫-૨) અન્ય દ્વીપ અને તેની વિશેષતાઓ જ વૈદિકાદિ શાસ્ત્રોમાં “સપ્તલીપ વસુન્ધા" કહેવામાં આવ્યું છે તદનુસારે પ્રથમ દ્વીપ જંબૂદ્વીપ છે તેમજ શેષ અન્ય (૨) પ્લેક્ષ, (૩) શાલ્મલ, (૪) કુશ, (૫) ક્રૌંચ, (૬) શાક અને (૭) પુષ્કરદ્વીપ બતાવવામાં આવ્યા છે. આ દીપોનો પરિચય ચાલો પાતાંજલ શાસ્ત્રાનુસારે જોઈ લઈએ. જ (૨)પ્લક્ષદ્વીપ જંબૂઢીપથી બમણા માપ (૨ લાખ યોજન) વાળો આ દ્વીપ છે. જે૪ લાખ યોજનવાળા ઈશુરસ-સમુદ્રથી વીંટળાયેલો છે. આ પ્લક્ષદ્વીપમાં અનુક્રમે - (૧) શિવ, (૨) વયમ્, (૩) સુભદ્ર, (૪) શાંત, (૫) ક્ષેમ, (૬) અમૃત તેમજ (૭) અભય નામનાં ૭ વર્ષો (ક્ષેત્રો) આવેલાં છે. તેમજ આ ૭ વર્ષોમાં (૧) મણિકુટ, (૨) વજકુટ, (૩) ઇન્દ્રસેન, (૪) જ્યોતિખાન, (૫) સુપર્ણ, (૬) હિરણ્યક્ટીવ અને (૭) મેઘમાલ નામના ૭ પર્વતો છે. અહીંયાં – (૧) અરૂણા, (૨) તૃષ્ણા, (૩) અંગિરસી, (૪) સાવિત્રી, (૫) સુપ્રભાતા, (૬) ઋતમ્મરા અને (૭) સત્યમ્મરા નામની ૭નદીઓ વહે છે. આ નદીઓના જલના સ્પર્શ માત્રથી મનુષ્યોનાં પાપ દૂર થઈ જાય છે. અહીંના નિવાસીઓ સૂર્યોપાસક હોય છે. જે ૧,૦૦૦ વર્ષના આયુવાળા હોય છે. જ (૩) શાલ્મલ દ્વીપઃ આ દ્વીપ પ્લક્ષદ્વીપથી બે ગુણો પહોળાઈવાળો છે. તેમજ પોતાનાથી બમણા વિસ્તારવાળા સુરા નામના સમુદ્રથી વીંટળાયેલો છે. આ દ્વીપમાં પણ ઉપરોક્ત પ્રમાણે જ ૭ વર્ષ, ૭પર્વત અને ૭ નદીઓ છે. ૭ વર્ષના નામ (૧) સુરોચન, (૨) સૌમનસ્ય, (૩) રમણક, (૪) દેવ, (૫) પારિભદ્ર, (૬) આપ્યાયન અને (૭) અવિજ્ઞાત...૭ પર્વતોના નામ (૧) સ્વરસ, (૨) શતશૃંગ, (૩)
{ ૨૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org