________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
દ્વીપ ક્રમશઃ (૧) જમ્મુ, (૨) પ્લેક્ષ, (૩) શાલ્મલિ, (૪) કુશ, (૫) ક્રૌંચ, (૬) શાક અને (૭) પુષ્કર નામવાળા છે. પ્રત્યેક દ્વીપ ૧-૧ સમુદ્રથી ઘેરાયેલો છે તેમજ તે બન્ને (દ્વીપ-સમુદ્ર) વલયાકારે છે. વલયાકારવાળા આ દ્વીપોમાં “જબૂદ્વીપ” સહુથી મધ્યમાં સ્થાપિત છે. સ્વયં ૧ લાખ યોજન વિસ્તૃત અને ૨ લાખ યો. વિસ્તૃત લવણ સમુદ્રથી વીંટળાયેલા આ જંબૂદ્વીપના મધ્યમાં મેરુ-સુમેરુ પર્વત છે.
આ સુમેરુ પર્વતની ઊંચાઈ ૮૪,000 યોજન છે. એ ઉપરના ભાગે (શિરોભાગે) ૩૨,000 યોજન તેમજ મૂળમાં ૧૬,000 યોજનની પહોળાઈ (વિસ્તાર) વાળો છે આ સુમેરુનાં ૪ શિખર છે. પૂર્વમાં રજતમય, પશ્ચિમમાં સ્ફટિકમય, દક્ષિણમાં વૈર્યમણિમય તેમજ ઉત્તરમાં હેમમણિમય છે. સુમેરુની ઉત્તરદિશામાં ૩ પર્વતો છે નીલ, શ્વેત તેમજ શૃંગવાનું. આ ત્રણે પર્વતોનો વિસ્તાર ૨,OOO-૨,OOO યોજન છે. વૈર્યમણિની કાન્તિવાળા નીલપર્વત પર બ્રહ્મર્ષિ, રજતાભામય શ્વેતપર્વત પર દેવાસુર તેમજ હેમરત્નાદિમય શૃંગવાનું પર્વત પર સપત્નીક દેવગણ રહે છે.
આ ત્રણે પર્વતોની વચમાં ૧-૧ વર્ષ (ક્ષેત્ર) છે. જે ક્રમશ: રમણક, હિરણ્યક તેમજ ઉત્તરકુના નામથી વિખ્યાત છે. પ્રત્યેક વર્ષ ૯,OOO-૯,000 હજાર યોજનના પહોળાઈવાળા છે. ઉત્તરકુરુમાં એવાં દિવ્યવૃક્ષો છે કે જે સમસ્ત કામનાઓને (ઇચ્છાઓને) પૂર્ણ કરે છે. તેમ તથા સુવર્ણકણની ભૂમિવાળા આ વર્ષમાં ૧૩,000 વર્ષના આયુવાળા દેવગણો નિવાસ કરે છે. હિરણ્યક વર્ષના દેવતાઓનું આયુષ્ય ૧૧,૦૦૦ વર્ષનું હોય છે વળી માયા અને મતિ એમના આધીન જ હોય છે અને જે પોતાની સ્ત્રી સહિત વિહાર કરે છે.
રમણક વર્ષમાં મનુષ્યોનો નિવાસ હોય છે પુણ્યકર્મોના કારણે અહીંના નિવાસી ૧૦,૦૦૦ વર્ષ પર્યન્ત પ્રાણ ધારણ કરતા થકી સુખેથી રહે છે અને આ મનુષ્યોની ભોગભૂમિ હોય છે.
સુમેરુના દક્ષિણ ભાગમાં નિષધ-મકૂટ તથા હિમશેલ નામના ૩ પર્વતો આવેલા છે અહીં સાપ, નાગ, ગન્ધર્વાદિ દિવ્ય યોનિયોનો નિવાસ છે. હેમકૂટ પર્વત પર ગુહ્ય જગતના લોકો રહે છે. આ પર્વતો પણ ૨,૦OO-૨,000 યોજનની પહોળાઈવાળા છે આ પર્વતોના મધ્યભાગમાં ૧-૧ વર્ષ (ક્ષેત્ર) છે જેમનાં નામો કમશઃ હરિવર્ષ, કિંગુરુષ અને ભારત વર્ષ છે. તે પ્રત્યેકનો વિસ્તાર ૯,૦૦૦-૯,૦૦૦ યોજન પ્રમાણ છે. હરિવર્ષમાં બ્રહ્માંડના અનુયાયી દૈત્ય, દાનવ, નૃસિંહાદિ નિવાસ કરે છે. કિંગુરુષ વર્ષ (ક્ષેત્રોમાં કિંગુરુષ, ગાન્ધર્વાદિ સાથે હનુમાન વગેરે રહે છે.... જે અઢાર પુરાણ, ઇતિહાસાદિના દ્વારા શ્રી રામના ગુણગાન કરે છે.
ભારત વર્ષમાં નિવાસ કરવાવાળા મનુષ્ય પોતપોતાના શુભાશુભ કર્માનુસારે સ્વર્ગ-નર્ક, અથવા મોક્ષના અધિકારી થાય છે અન્ય ખંડોની ભ્રાંતિ અહીં કેવળ ભોગભૂમિ જ નથી પરંતુ કર્મભૂમિ પણ છે. અહીં વહેતી ગંગાદિ નદીઓમાં સ્નાન કરી પુણ્યાત્માઓ પાપ કાલુષ્યને દૂર કરતાં પોતાને કૃતકૃત્ય માને
(૨૮૨ }
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org