________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ઉપરોક્ત વ્યાખ્યાનકારોના વિચારોમાં લોકજ્ઞાન-સંબંધી વિચારો પ્રાયઃ સમાન જ છે. તો પણ “યોગસિદ્ધાંતચન્દ્રિકા” વ્યાખ્યાના રચયિતા શ્રી નારાયણતીર્થે પોતાના પૂર્વવત વ્યાસ, વાચસ્પતિ આદિના લોકજ્ઞાન સંબંધી વિચારોને પર્યાપ્ત વિસ્તારની સાથે લઈ આગળ વધાર્યા છે. આ જ કારણ છે કે પ્રસ્તુત લેખના શીર્ષકમાં “યોગશાસ્ત્રના અનુસારે” એવું લખેલું છે એમ તો લોકનું વર્ણન પ્રાયઃ કરી પુરાણાદિ ગ્રંથોમાં જ અધિક ઉપલબ્ધ થાય છે. •“યોગસિદ્ધાંતચન્દ્રિકા” ટીકાન્તર્ગત “લોક-જ્ઞાન” :
યોગશાસ્ત્રોમાં બ્રહ્માંડ શબ્દની જોડે “મહા” શબ્દ જોડી મહોબ્રહ્માંડને અનેક બ્રહ્માંડનો આધાર માન્યો છે. એથી આ મહાબ્રહ્માંડમાં અનેકાનેક સંક્ષિપ્ત બ્રહ્માંડ છે અને એક બ્રહ્માંડ ૧૪ ભવનોના સમૂહથી નિર્મિત છે. આ દૃષ્ટિથી ભૂલોકને કેન્દ્ર માની “મૂરતિસત્યાન ૩પરિતનનિ” કહી એની ઉપર ૬ લોક માનવામાં આવ્યા છે. તેનાં નામો આ પ્રમાણે – (૧) ભૂવલક (૨) સ્વર્લોક, (૩) મહર્લોક, (૪) જનલોક, (૫) તપોલોક, (૬) સત્યલોક. આ ૬ લોક ઊપર સ્થિત હોવાથી “ઊર્ધ્વલોક” તરીકે પણ કહેવાય છે અને “માતાપિતાનાચતાનિ' સૂત્રના અનુસાર ભૂલોકની નીચેનાં “(૧) અતલલોક, (૨) વિતલલોક, (૩) સુતલલોક, (૪) તલાતલલોક, (૫) મહાતલલોક, (૬) રસાતલલોક અને (૭) પાતાલલોક...” આ સાતે અધોલોક જાણવાં.
આ પાતાલ લોકના ઊપર જલાવરણ છે. એમના ઊપર તથા ભૂમિના નીચે તામિસ્ત્ર, અન્ધતામિસ્ત્ર, રૌરવ, કુમ્ભીપાક, મૂળ-અસિપત્ર, બનસૂકર, મુખાધકૂપ, કૃમિભોજન, મદશત, પ્રભૂમિવજ, કષ્ટક, શાલ્મલિ, વૈતરણી, પ્રમોદ, પ્રાણરોધ, વિશમન, લાલાભક્ષન, સારયાદન, મદીચિરય, પાનક્ષાર, કદમ, રક્ષોગણ, ભોજનશુલ, પ્રોતદન્દ, શૂકાવટ, નિરોધન, પર્યાવર્તન, સૂચીમુખાદિ... આ બધાં મળી એક બ્રહ્માંડાવયનું સ્વરૂપ છે અને આવા પ્રકારના અસંખ્ય બ્રહ્માંડાવયવ, મહાબ્રહ્માંડમાં સમાયેલાં છે. (મષ્ટનાં तु सहस्त्राणां, सहस्त्राण्ययुतानि च । ईदृशानां तथा तत्र कोटि कोटि शतानि च ।)- (विष्णुपुराण) ઉપરોક્ત બ્રહ્માંડાવયવનું મહાબ્રહ્માંડમાં એટલું જ સ્થાન છે કે જેટલું આકાશમાં આગિયાનું...“બ્રહ્માંડમધ્યે સંક્ષિપ્ત બ્રહ્માંડં ચ પ્રધાનચાવયવો યથાશે રવદ્યોત:” (યો. સિ. ચં. પૃ. ૨૨૮)
(૫-૧). ભૂલોક તથા તેના દ્વીપાદિ જ ઉપરોક્ત બ્રહ્માંડાવયવમાં સ્થિત લોકમાં ભૂલોકની પણ પોતાની એક વિશિષ્ટતા છે એમાં ૭ દ્વીપ છે. મત્સ્ય એવં વાયુ આદિ પુરાણોમાં “દિર પત્થાત્ મૃત દીપ” (મસ્ય પુરાણ ૧૨૩/૩૫) (વાયુ પુરાણ ૪૯/૧૩૨) આ સૂત્ર કહીને સ્પષ્ટ બતાવી દીધું છે કે “જ્યાં બન્ને બાજુએ પાણી હોય તે જ દ્વીપ કહેવાય છે. પરંતુ આ જ પુરાણોમાં અન્યત્ર બીપી મપત્નીમાવત્' કહીને દ્વીપને મંડલાકારે પણ બતાવ્યા છે. તે ૭
- ૨૮૧)
૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org