________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
વેણુકા અને (૭) ગભસ્તિવતી છે. મગ-મગધ-માનસ્થ અને મહંગ ત્યાં બ્રાહ્મણાદિ વર્ણ છે. શાકદ્વીપ ક્ષીરસાગરથી ઘેરાયેલો ક્ષીરસાગર પુષ્કરદ્વીપથી પરિવેષ્ટિત છે. ત્યાંનાં અધિકારી રાજા સેવનના ર પુત્ર થયા. જેમનાં નામ મહાવિત અને ધાતકી છે તેમના નામથી ત્યાંનાં ૨ પ્રદેશો પ્રસિદ્ધ થયા. ત્યાં એક માનુષોત્તર નામક વર્ષ પર્વત વિદ્યમાન છે જે તે પ્રદેશના મધ્યભાગમાં વળયાકારે રહેલ છે તેનો વિસ્તાર અને ઊંચાઈ ૪૦,000 યોજન છે. ત્યાંના લોકો ર૦,000 વર્ષના આયુવાળા છે. પુષ્કરદ્વીપ સ્વાદિષ્ટ જળવાળા સમુદ્રથી ઘેરાયેલો છે. તે સમુદ્રનો વિસ્તાર દ્વીપ જેટલો જ છે. સમુદ્રમાં જે જલ છે તે ક્યારેય ઘટતું કે વધતું નથી. શુકૂલ અને કૃષ્ણપક્ષોમાં ચંદ્રમાના ઉદય અને અસ્ત કાળમાં ફક્ત ૫૧૦આંગળ સુધી પાણી ઘટતું અથવા વધતું જોવા મળે છે. પરંતુ તેનાથી ન્યૂનતા કે અધિકતા જણાતી નથી. મધુર પાણીવાળા સમુદ્રની તરફ ચારેબાજુ તેનાથી બમણા પરિમાણવાળી ભૂમિ સ્વામી છે. પરંતુ ત્યાં કોઇપણ જીવ જંતુ રહેતાં નથી તેના પછી “લોકાલોક” પર્વત છે જેનો વિસ્તાર ૧૦,000 યોજન છે. લોકાલોક પર્વત એક તરફ અંધકારથી ઘેરાયેલો છે અને તે અંધકાર અંડકટાહથી આવૃત્ત છે. અંડકટાહ સહિત બધી ભૂમિનો વિસ્તાર ૫૦,૦૦,૦૦,૦૦૦ (પચાસ કરોડ) યોજન છે. ૫. પાતંજલ યોગશાસ્ત્રાનુસારે લોકનું સ્વરૂપ
લે. ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી - નવી દિલ્લી. • યોગસૂત્ર દ્વારા લોકના જ્ઞાનનો સંકેત: , # મહર્ષિ પાતંજલ યોગદર્શનમાં “મૂવનસાનં સૂર્યે સંયમન્ '(રૂ/ ર૬) આ સૂત્રની રચના કરી સ્પષ્ટ કર્યું છે કે સૂર્યમાં સંયમ કરવાથી સમસ્ત ભુવન - લોકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ સૂત્ર પહેલાં પતંજલિએ સાત્ત્વિક પ્રકાશનું આલંબન લઈ સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ સિદ્ધિઓનો સંકેત કર્યો છે અને એથી જ પરમાણુ-મહત્તત્ત્વાદિ સૂક્ષ્મ પદાર્થોના અને સાગરના અંતરાલમાં રહેલ રત્નાદિ, ભૂમિના ગર્ભમાં ગુપ્ત ખનિજાદિ તેમજ દૂર દેશમાં સ્થિત સુમેરુ પર્વતની બીજી બાજુ વિદ્યમાન રસાયન, ઔષધિ વગેરેના જ્ઞાનની વાત સિદ્ધ થાય છે એથી જ આ સૂત્ર ભૌતિક પ્રકાશના વિષયમાં સંયમ કરવા માટેનો સંકેત આપી એનાથી જ લોકજ્ઞાન-સિદ્ધિરૂપ ફળની પ્રાપ્તિ બતાવે છે. • ટીકાકારો દ્વારા પલ્લવિત લોક-જ્ઞાન:
પાતંજલ યોગદર્શન” આ એક સૂત્રગ્રંથ છે એથી જ આના સૂત્રોની વ્યાખ્યા અત્યાવશ્યક માનવામાં આવી છે આજ સુધી આ ગ્રંથ ઉપર સંસ્કૃત ભાષામાં ૨૦ ટીકાઓ પ્રાપ્ત થાય છે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં પણ આ જ ગ્રંથના આધારે પૂરતા પ્રમાણમાં ચિંતન થયું છે અને વર્તમાનકાળે થઈ પણ રહ્યું છે. વ્યાખ્યાકારોમાં - વ્યાસદેવ, વાચસ્પતિ મિશ્ર, વિજ્ઞાનભિક્ષુ, નાગેશભટ્ટ, હરિહરાનંદ, આરણ્યક અને નારાયણતીર્થાદિએ પણ આ “લોકજ્ઞાન” વિષે વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. એમ તો (૨૮૦ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org