________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા - - - - વૃદ્ધિ અને ઉત્તરાયનમાં દિવસની વૃદ્ધિ થાય છે. ૧૪
(૨-૪). સ્વર્ગલોક Lજુ મેરુના શિખર ઉપર ત્રાયસ્ત્રિ (સ્વર્ગ) લોક છે. એનો વિસ્તાર ૮૦,000 યોજન છે. અહીંયાં ત્રાયદ્ગિશ દેવો રહે છે. એની ચારે વિદિશાઓમાં વજપાણિ દેવોનો નિવાસ છે. ૧૫ ત્રાયસ્ત્રિશ લોકના મધ્યભાગમાં સુદર્શન નામનું નગર છે, જે સુવર્ણમય છે. એના ૧-૧ બાજુનો ભાગ ૨, ૫OO યોજન વિસ્તૃત છે. એના મધ્યભાગમાં ઈન્દ્રનો ૨૫0 યોજન વિસ્તૃત વૈજયન્ત નામક પ્રાસાદ છે. નગરના બાહરી ભાગમાં ચારે બાજુ ચત્રરથ, પારુષ્ય, મિશ્ર અને નન્દન નામે ૪ વન આવેલાં છે. ૧૧ અને તેની ચારે બાજુ ૨૦,૦૦૦યોજનના અંતરેથી દેવોનાં ક્રીડા સ્થળો આવેલાં છે. ૧૭
ત્રાયન્નિશ લોકના ઉપર વિમાનોમાં યામ, તુષિત, નિર્માણરતિ અને પરનિર્મિત-વશવર્તી દેવ રહે છે. કામધાતુગત દેવોમાંથી ચાતુર્માહારાજિક અને ત્રાયસ્ત્રિશ દેવો મનુષ્યના સમાન જ કામ-સેવન કરે છે વળી યામ, તુષિત, નિર્માણરતિ અને પરનિર્મિત-વશવર્તી દેવો ક્રમશઃ આલિંગન, પાણિસંયોગ, હસિત અને અવલોકન દ્વારા જ તૃપ્તિનો અનુભવ કરી લે છે. ૧૮
કામધાતુના ઉપર ૧૭ સ્થાનોથી સંયુક્ત રૂપ-ધાતુ છે. તે ૧૭ સ્થાનો આ પ્રમાણે જાણવાં...પ્રથમ સ્થાનમાં (૧) બ્રહ્મકાયિક, (૨) બ્રહ્મ પુરોહિત અને (૩) મહાબ્રહ્મલોક છે. બીજા સ્થાનમાં (૪) પરિતાભ, (૫) અપ્રભાણાભ અને (૬) આભાસ્વર લોક છે. ત્રીજા સ્થાનમાં (૭) પરિત્તશુલ, (૮) અપ્રમાણશુભ અને (૯) શુભકૃત્સન લોક છે. ચોથા સ્થાનમાં (૧૦) અનુભ્રક, (૧૧) પુણ્યપ્રસવ, (૧૨) બૃહત્કળ, (૧૩) પંચશુદ્ધાવાસિક, (૧૪) અવૃહ, (૧૫) અતપ, (૧૬) સુદૃશ-સુદર્શન અને (૧૭) એકનિષ્ટ નામવાળાં ૮ લોક આવેલાં છે. આ દરેક દેવલોક અનુક્રમે ઉપરા ઉપરી રહેલાં છે. આમાં રહેવાવાળા દેવો ઋદ્ધિબળ અથવા અન્ય દેવોની સહાયતાથી જ પોતાનાથી ઊપર રહેલા દેવલોકોને જોઈ શકે છે. ૧૯
જંબૂદ્વીપસ્થ મનુષ્યોનું શરીર ૩૧ થી ૪ હાથ પ્રમાણ, પૂર્વવિદેહવાસીઓનું શરીર ૭-૮ હાથનું, અવર ગોદાનીય દ્વીપવાસીઓનું ૧૪ થી ૧૬ હાથ અને ઉત્તર-કુરુસ્થ મનુષ્યોનું શરીર ૨૮ થી ૩૨ હાથનું હોય છે. કામધાતુવાસી દેવોમાં ચતુર્માહારાજિક દેવોનું શરીર , કોશ, ત્રાયશ્ચિંશોનું 1 કોશ, યામોનું 1 કોશ, તુષિતોનું ૧ કોશ, નિર્માણરતિ દેવોનું ૧૧ કોશ અને પરનિર્મિતવશવર્તી દેવોનું ૧૧ કોશ શરીર ઊંચું હોય છે અને આગળ બ્રહ્મપુરોહિત, મહાબ્રહ્મ, પરિતાભ, અપ્રભાણાભ, આભાસ્વર, પરિત્તશુભ, અપ્રમાણશુભ અને શુભકૃત્ન દેવોનું શરીર અનુક્રમે-૧, ૧ , ૨,૪, ૮, ૧૬,૩૨, અને ૬૪ યોજન પ્રમાણ ઊંચુ હોય છે. અનભ્ર દેવોનું શરીર-૧૨૫ યોજન ઊંચું છે અને એની આગળ પુણ્યપ્રસવ આદિ દેવોનું શરીર ઉત્તરોતર બમણી ઊંચાઈવાળું જાણવું.૨૦
(૧૪) અભિધર્મ કોષ -૩-૬૧ (૧૫) અભિધર્મ કોષ -૩-૬૫ (૧૬) અભિધર્મ કોષ -૩-૬૬-૬૭, (૧૭) અભિધર્મ કોષ - ૩-૬૮ (૧૮) અભિધર્મ કોષ - ૩-૬૯ (૧૯) અભિધર્મ કોષ-૩-૭૧, ૭૨ (૨૦) અભિધર્મ કોષ - ૩-૭૫-૭૭.
(૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org