SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા મેરુ પર્વતના ૪પરિખંડ-વિભાગ માનવામાં આવે છે જેમાં પ્રથમ વિભાગ શીતા-જલથી ૧૦,૦૦૦ યોજન ઊપર સુધીનું છે એના પછી આગળ ક્રમશઃ ૧૦,૦૦૦-૧૦,૦૦૦યોજન ઊપર જઈ બીજો, ત્રીજો અને ચોથો વિભાગ આવે છે. એમાં પહેલો વિભાગ ૧૬,000 યોજન બીજો વિભાગ ૮,૦૦૦ યોજન ત્રીજો વિભાગ ૪,000 યોજન અને ચોથો વિભાગ ૨,000 યોજન મેરુપર્વતથી બહાર નીકળેલો છે. આ મેના પહેલા વિભાગના પૂર્વની બાજુ કોટ પાણિ યક્ષ રહે છે. બીજા વિભાગમાં દક્ષિણની બાજુ માલાઘર નામે દેવ રહે છે ત્રીજા વિભાગમાં પશ્ચિમની બાજુ સદામદ નામે દેવ અને ચોથા વિભાગમાં ચાતુર્માહારાજિક દેવ રહે છે એ પ્રમાણે શેષ સાત પર્વતો ઊપર પણ ઉક્ત દેવોનો નિવાસ છે. જંબૂઢીપની ઉત્તરની બાજુ બન્ને કીટાદિ અને એની આગળ હિમવાન પર્વત આવેલો છે. હિમવાન પર્વતથી આગળ ઉત્તરમાં ૫00 યોજન વિસ્તૃત અનવતાપ્ત નામનું અગાધ સરોવર આવેલું છે અને આ સરોવરમાંથી ગંગા, સિધુ, વક્ષુ અને સીતા નામની ૪ નદીઓ નીકળે છે. આ સરોવરના સમીપમાં જંબૂવૃક્ષ આવેલું છે. તે કારણથી આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પડ્યું છે. અનવતાપ્ત સરોવરની આગળ ગંધમાદક નામે પર્વત આવેલો છે. ૧૦ (૨-૨). નરક લોક જ જંબૂઢીપની નીચે ૨૨,૦૦૦ યોજન પ્રમાણ વિસ્તૃત અવીચિ નામક નરક આવેલું છે એની ઉપર અનુક્રમે (૧) પ્રતાપન, (૨) તપન, (૩) મહારૌરવ, (૪) રૌરવ, (૫) સંધાત, (૬) કાલસૂત્ર અને (૭) સંજીવ નામે સાત નરક આવેલી છે. આ નરકોની ચારે બાજુના ભાગોમાં (૧) કુકૂલ, (૨) કુણપ, (૩) ક્ષમગદિક (અસિપત્રવન, શ્યામશબલ સ્વસ્થાન અયઃ શાલ્મલીવન) અને (૪) ખારોદકવાળી વૈતરણી નદી આ ચાર ઉત્સદ છે. તેમજ વળી (૧) અબ્દ, (૨) નિરન્દ, (૩) અટટ, (૪) ઉહહલ, (૫) હુહૂબ, (૬) ઉત્પલ, (૭) પદ્મ અને (૮) મહાપદ્મ નામવાળી આઠ શીત નરકો આવેલી છે જે જંબૂઢીપના અધોભાગમાં મહાનરકોના ધરાતલમાં અસ્તિત્વ ધરાવે છે એટલે ત્યાં પ્રાપ્ત થાય છે. ૧૨ (૨-૩). જ્યોતિલક Sજ મેરુ પર્વતના અર્ધ ભાગે અર્થાત્ આ ભૂમિથી ૪૦,000 યોજન ઊપર જઈએ ત્યાં ચંદ્ર અને સૂર્ય પરિભ્રમણ કરે છે. ચંદ્ર મણ્ડલનું પ્રમાણ ૫૦ યોજન અને સૂર્ય મણ્ડલનું પ્રમાણ પ૧ યોજન છે. જે સમયે જંબૂદ્વીપમાં મધ્યાહ્ન થાય છે તે સમયે ઉત્તરકુરુ ક્ષેત્રમાં અર્ધ રાત્રિ હોય છે. પૂર્વવિદેહ ક્ષેત્રમાં અસ્તગમન અને અવર ગોદાનીય ક્ષેત્રમાં સૂર્યોદય થાય છે. ૧૭ ભાદરવા માસની શુક્લ પક્ષની નવમીથી રાત્રિની વૃદ્ધિ અને ફાગણ માસના શુક્લ પક્ષની નવમીથી એની હાનિનો આરંભ થાય છે. (એટલે રાત્રિની વૃદ્ધિ અને દિવસની હાનિ અને દિવસની વૃદ્ધિ અને રાત્રિની હાનિ થાય છે.) સારાંશ - સૂર્યના દક્ષિણાયનમાં રાત્રિની (૯) અભિધર્મ કોષ - ૩-૬૩-૬૪ (૧૦) અભિધર્મ કોષ - ૩-પ૭ (૧૧) અભિધર્મ કોષ - ૩-૫૮ (૧૨) અભિધર્મ કોષ - ૩-૫૯ (૧૩) અભિધર્મ કોષ - ૩-૬૦ ૨૬9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy