SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક - - - - - - - - --- - કુંડલદ્વીપની વિશેષ જાણકારી... 69 જ નંદીશ્વરદ્વીપ એ આઠમો દ્વીપ છે, ત્યારબાદ નવમો અણદ્વીપ અને દશમો અણપપાતદ્વીપ આવે છે અને ત્યારબાદ અગ્યારમો આ કુંડલદ્વીપ આવે છે તેમજ આ દ્વીપની અંદર અતિમધ્યભાગે કુંડલગિરિ નામનો પર્વત છે, જે માનુષોત્તર પર્વતની જેમ જ રહેલો છે. તે ૪૨,૦૦૦ યોજન ઊંચો છે અને ૧,OOO યોજન ભૂમિમાં મગ્ન છે.મૂલ-મધ્ય તથા ઉપરમાં આ પર્વત માનુષોત્તર પર્વતની જેમ જ વિસ્તૃત છે. (એટલે મૂળમાં ૧,૦૨૨ યોજન, મધ્યમાં ૭૨૩યોજન અને ઉપરના ભાગે ૪૨૪ યોજના) આ કુંડલગિરિ પર્વત ઉપર ચારે દિશામાં ૪ દ્વારવાળા એવા ૪ જિનાલયો છે. જે ચતુર્ગતિ સંસારરૂપ અરણ્યમાં ભ્રાંત થયેલ જીવો માટે વિશ્રામ થલ સમાન છે. આ બધાય ચૈત્યોનું સ્વરૂપ નંદીશ્વરદ્વીપની અંદર રહેલા પર્વતો ઉપરના જિનાલયો સમાન છે. જ આ પર્વતથી અભ્યતર ભાગમાં દક્ષિણ અને ઉત્તર દિશામાં ૪-૪ પર્વતો છે. જેના નામ સોમપ્રભયમપ્રભ-વૈશ્રમણપ્રભ અને વરુણપ્રભ છે. આ આઠે પર્વતોની આકૃતિ રતિકર પર્વતની સમાન છે. આ ૧૧ પર્વતની ચારે દિશામાં મળીને કુલ ૩૨ રાજધાનીઓ છે, જે જંબૂદ્વીપની જેટલી લાંબી ચોડી (પહોળી) છે. આ પર્વતોમાંથી સોમપ્રભ પર્વતની પૂર્વાદિ – ૪ દિશામાં રહેલી (૧) સોમા, (૨) સોમપ્રભા, (૩) શિવપ્રાકારા અને (૪) નલિના નામક રાજધાનીઓ છે. બીજા નંબરે યમપ્રભ પર્વતની ચારે દિશામાં (૧) વિશાલા, (૨) અતિવિશાલા, (૩) શધ્યાપ્રભા તથા (૪) અમૃતા નામક રાજધાનીઓ છે. ત્રીજા નંબરે વૈશ્રમણપ્રભ પર્વતની ચારે દિશામાં (૧) અચલનદ્ધા, (૨) સમવસા, (૩) કુબેરિકા અને (૪) ધનપ્રભા નામક રાજધાનીઓ છે અને ચોથા નંબરે વરુણપ્રભ પર્વતની ચારે દિશામાં (૧) વરુણા, (૨) વરુણપ્રભા, (૩) કુમુદા અને (૪) પુણ્ડરિકીણી નામક રાજધાનીઓ આવેલી છે. દક્ષિણ દિશા તરફ રહેલી જે આ ૧૬ નગરીઓ છે, તે સૌધર્મેન્દ્રના ૪ લોકપાલો સંબંધી છે. તે જ રીતે ઉત્તર દિશા તરફ રહેલી જે ૧૬ નગરીઓ છે, તે ઈશાનેન્દ્રના ૪ લોકપાલો સંબંધી છે. આ પ્રમાણે દ્વીપસાગર પ્રજ્ઞપ્તિની સંગ્રહણી'માં કહ્યું છે.' જિ આ કુંડલગિરિ ઉપર પૂર્વાદિ ક્રમથી ૪-૪ કૂટો આવેલા છે. તે આ પ્રમાણે જાણવા. પૂર્વમાં (૧) વજપ્રભ (૨) વજસાર (૩) કણક (૪) કણક્કોત્તમ. દક્ષિણમાં (૧) રક્તપ્રભ (૨) રક્તધાતુ (૩) સુપ્રભ (૪) મહાપ્રભ. પશ્ચિમમાં – (૧) મણિપ્રભ (૨) મણિહિત (૩) રુચક (૪) એકવંતસક. ઉત્તરમાં - (૧) સ્ફટિક (૨) મહાસ્ફટિક (૩) હિમવાન (૪) મંદર. આ ૧૬ કૂટો ઉપર પલ્યોપમની સ્થિતિવાળા ૧૬ નાગકુમારો વસે છે. તેઓના નામો ઉપરોક્ત ક્રમ મુજબ (૧) ત્રિશીષ (૨) પંચશીષ (૩) સપ્તશીષ (૪) મહાભુજ (૫) પશ્નોત્તર (૬) પદ્મસેર (૭) મહાપા (૮) વાસુકી (૯) સ્થિરહૃદય (૧૦) મૃદુહૃદય (૧૧) શ્રીવત્સ (૧૨) સ્વસ્તિક (૧૩) સુંદરનામ (૧૪) વિશાલાક્ષ (૧૫) પાંડુરંગ અને (૧૬) પાંડુકેશી જાણવા. આ કૂટની ઊંચાઈ-પO યોજન, મૂળમાં વિસ્તાર-પOOયોજન, મધ્યમાં વિસ્તાર ૩૭૫ યોજન, શિખર પરનો વિસ્તાર-૨૫0 યોજન તેમજ મૂળમાં પરિધિ ૧,૫૮૧ યોજનથી કાંઈક અધિક છે. - ૫૯) ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy